________________
सत्य वाणी. બુદ્ધના ઉપદેશ પ્રમાણે વાણીના ચાર ગુણો નીચે પ્રમાણે હોવા જોઇએ(૧) તે વાણી સારી રીતે બેલાવી જોઈએ. (૨) તે અન્યાયયુક્ત નહિ પણ ન્યાયયુક્ત હોવી જોઈએ. (૩) તે અપ્રિય નહિ પણ પ્રિય હોવી જોઈએ. (૪) તે અસત્ય નહિ પણ સત્ય હેવી જોઈએ.
હૃદયને અનુપયેગી એકસે લેકને ઉચ્ચાર કરવા કરતાં મનુષ્ય શાંતિ આપે તેવા જ્ઞાનને એક શબ્દ બેલવો વધારે ઉત્તમ છે.
મનુષ્ય જન્મે છે ત્યારે મુખમાં કુહાડી સહિત જન્મે છે અને તે કુહાડી વતી, ખરાબ શબ્દ બેલીને, મનુષ્ય પિતાને જ નાશ કરે છે.
કેકાલીયસત્ત. જે વાણી પિતાને પશ્ચાતાપ ઉપજાવતી નથી, તેમજ બીજાને કાંઈ પણ ઇજા કરતી નથી, તેવી વાણીને બેલનાર જ “સારું બોલે છે.
મનુષ્ય પ્રિય વચન બોલવાં જોઈએ, જેનો ઉચ્ચાર થતાં બીજા મનુષ્યો આનંદ પામે, ખુશીથી તેને સ્વીકાર કરે અને તે વચનને અનાદર ન કરે.
સત્ય બોલવું તે અમૃત તુલ્ય છે. સત્ય અનુપમ છે. સત્ય, ન્યાયયુક્ત તેમજ શુભ વસ્તુને વળગી રહે છે. આ પ્રમાણે સુજ્ઞ પુરૂષો જણાવે છે.
मतांतरो अने धर्मानुयायीओ. જે મનુષ્ય તત્વજ્ઞાનની એક વિચારશ્રેણીને વળગી રહીને જણાવે છે કે આ ઉત્તમોત્તમ છે, અને તેને સૌથી શ્રેષ્ઠ ગણી તેનાથી ભિન્ન એવી દરેક વિચારપદ્ધત્તિને હલકી ગણે છે, તે મનુષ્ય હજુ વાદવિવાદની વૃતિ, ઉપર જય મેળવ્યો નથી.
તેવો મનુષ્ય, જયેલી અથવા સાંભળેલી કોઈ એકાદ વસ્તુથી પિતાને લાભ થયેલ હોવાથી, તેને વળગી રહીને બીજી સર્વ વસ્તુઓને અગ્ય ગણે છે. - જે વસ્તુને કોઈ માણસ વળગી રહી બીજી સર્વ વસ્તુઓને અશુભ ગણે છે તે વસ્તુને સુજ્ઞ પુરૂષ, બંધનરૂપ ગણે છે. તેટલા માટે ભિક્ષુએ જોયેલા,