________________
જૈનહિતેચ્છુ. ( પુરૂષ યા સ્ત્રીએ, દાનથી, ધાર્મિક વૃત્તિથી, અરે આત્મસંયમથી, પવિત્ર દેવાલયમાં, બુદ્ધધમાં સંઘમાં, અમુક વ્યક્તિમાં, પથમાં, તેના પિતામાં, તેની માતામાં અથવા બ્લેક બંધુમાં, જે ભંડાર એકઠો કર્યો હોય તે જ ખરો છે.
આ ગુપ્ત ભંડાર ચોકસ છે તે જ રહેતું નથી. અને જે કે આ સંસારના ક્ષણવિનશ્વર ધનને ત્યાગ કરે છે તે પણ તે મનુષ્ય આ ભંડારને સાથે લેતા તે જાય છે.
મનના વિચારે આપણને બનાવ્યા છે. આપણી હાલની સ્થિતિ આપણા વિચારનું કાર્ય અને પરિણામ છે. જે મનુષ્ય હૃદયમાં અશુભ વિચાર રાખે તે બળદની પાછળ આવનાર ચક્રની માફક દુઃખ તેના પર આવી પડે છે.
આપણી હાલની સ્થિતિ આપણા વિચાર અને ઈચ્છાને લીધે છે. આપણું વિચારે આપણને બનાવે છે. જે મનુષ્ય હૃદયમાં પવિત્ર વિચાર રાખે તે તેની પિતાની છાયાની પેઠે આનંદ નક્કી તેને અનુસરે છે.
ધમ્મપદ. જે ભંડાર બીજાનું ભૂઠું કરતું નથી, અને જેની ચર ચોરી કરી શકતે નથી તેવો ભંડાર મેળવવો હોય તે સુજ્ઞ પુરૂષે શુભ કાર્ય કરવાં, એટલે ભંડાર એની મેળે જ આવી જશે.
જેમ જીવતા વૃક્ષને મૂળ સહિત ઉખેડી નહિ નાંખતાં ફક્ત ઉપરથી કાપવામાં આવે છે તે ફરીથી તે વૃક્ષ ઉગી નીકળે છે, તે જ રીતે જે વિષયાભિચીને જરા પણ ભાગ ઉમૂલ કર્યા સિવાય રહ્યો હોય તે તે મનુષ્યને ફરી ફરીને જન્મ લે દુઃખ ભોગવવા પડશે.
ઉદાનવ. જે મનુષ્ય અધર્મ પર પ્રીતિ રાખે છે તે દર્ભાગ્યને આમંત્રણ આપે છે. વૈર્ભાગ્ય તે તેના શબ્દના પ્રતિધ્વનિ રૂપ છે. '
જે મનુષ્ય શુભાચરણ કરે છે તે સુખ પામે છે. સુખ તેવા મનુષ્યની પાછળ છાયાની માફક અનુસરે છે.