________________
જે હિતેચ્છુ. જેવી રીતે ભ્રમર પુષ્પમાંથી રસ ગ્રહણ કરી, પુષ્પને, તેના રંગને અથવા તેની ગંધને ઈજા કર્યા વિના જ રહે છે, તેવી રીતે સાધુ પુરૂષ ગ્રામમાં રહેવું જોઇએ.
સાધુ પુરૂષે અન્ય પુરૂષનાં દૂષણ પ્રતિ અથવા કરવાનું નહિ કરવા ૩૫ અને નહિ કરવાનું કરવા રૂપ તેમના પાપ પ્રતિ નહિ, પણ પિતાનાં જ દુર કાર્ય અને પ્રમાદ પ્રતિ દ્રષ્ટિ રાખવી જોઈએ.
જે મનુષ્ય કહેણી પ્રમાણે “રહેણી રાખતા નથી તેની સુંદરવચન, રંગમય પણ સુગંધ વિનાનાં સુશોભિત પુષ્ય તુલ્ય છે.
ધમપદ. જન્મથી મનુષ્ય શુદ્ધ થતું નથી, જન્મથી મનુષ્ય બ્રાહ્મણ થતું. નથી, પણ કાર્યથી મનુષ્ય શુદ્ધ થાય છે તેમજ કાર્યથી મનુષ્ય બ્રાહ્મણ થાય છે.
ખરે આધ્યાત્મિક શિક્ષક કોણ છે? જે, વસ્તુઓના સ્વભાવને ઓળખીને બીજાં પ્રાણીને ઉપયોગી થવાને સતત પ્રયત્ન કરે છે તે જ.
પ્રશ્નોત્તર માલિકા જટા ધારણ કરવાથી, કુટુંબથી અને જન્મથી મનુષ્ય બ્રાહ્મણ તે નથી; પણ જે મનુષ્યમાં સત્ય અને સદાચાર છે તેને જ ધન્ય છે અને તે જ બ્રાહ્મણ છે. | હે મૂખ ! જટા ધારણ કરવાથી શું લાભ છે? અજર્મનાં વસ્ત્ર પહેરવાથી શું ફલ છે ? અંદર તે “ખાઉં ખાઉં ની વૃત્તિઓ પ્રબળ છે અને બહારથી પવિત્ર થવાનો પ્રયત્ન કરે છે? • જે મનુષ્ય પોતે અપરાધ કર્યો નથી તે છતાં પણ પકે, ચાબુક, અને બંધ સહન કરે છે, વળી જેનું લશ્કર સહનશીલતા છે અને જેનું બળ સેવા” છે તે જ “બ્રાહ્મણ છે.
જે મનુષ્ય ક્રોધથી મુક્ત છે, ધમ, સદ્ગુણી તેમજ ઈચ્છારહિત છે, વિષય સુખમાં આસક્ત નથી, જે મહાન જ્ઞાની છે અને જે સદ્ અને અસદ્દ માર્ગ જાણે છે તે જ ખરેખર બ્રાહ્મણ છે.
જે મનુષ્ય નિર્બલ તેમજ બલવંત પ્રાણીને ઇજા કરતું નથી, મારી નાખતું નથી, તેમજ બીજા પાસે મરાવત નથી, સોયના બિંદુથી રાઇના દાણાની માફક જે મનુષ્યમાંથી કેધ, માન અને દંભ ખરી ગયા છે, અને