SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા બુદ્ધ - ૧૫ જે મનુષ્ય દુષ્ટ વિચારથી બોલે છે અથવા વર્તે છે, તે રથને દેરનાર બળદના પગને અનુસરનાર ચાની માફક દુઃખ તેને અનુસરે છે. જે મનુષ્ય પવિત્ર વિચારથી બોલે છે અથવા વર્તે છે, તે મનુષ્યની સાથે જ જતી તેની છાયાની પેઠે, સુખ તેને અનુસરે છે. જેઓ અસત્યમાં સત્ય, અને સત્યમાં અસત્ય વસ્તુને આરેપ કરે છે, તેઓ કદાપિ પણ સત્ય વસ્તુને પ્રાપ્ત કરતા નથી; પણ ખોટી ઈચ્છાઓને અનુસરે છે. જેમ ખરાબ રીતે સંચાયેલા છાપરામાં વરસાદ રસ્તે કરે છે તેમ નહિ વિચાર કરતા મનમાં વિકારે જોરથી માર્ગ પ્રાપ્ત કરે છે. જેમ બાણાવળી પિતાના તીરને સરલ બનાવે છે, તેમ સુજ્ઞ પુરૂષ પિતાના પૂજતા અને અનિયમિત વિચાર, કે જેમનું રક્ષણ કરવું તેમજ નિરોધ કરે દુષ્કર છે, તેમને સરળ બનાવે છે. જેનો નિષેધ કરે અતિ દુષ્કર છે, જે તરંગી છે, જે પોતાની મરજી આવે ત્યાં દોડે છે તેવા મનને કેળવવું એ જ સારું છે. કેળવાયેલું મન સુખ આપે છે. સુજ્ઞ પુરૂષે પિતાના વિચારોનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે તેઓ (વિચારો) અદશ્ય, કપટી અને ભરજી આવે ત્યાં દોડનારા છે. સુરક્ષિત વિચારે સુખ આપે છે. - જે નુકશાન , એક ધિક્કારનાર પુરૂષ પિતા તરફ ધિક્કાર રાખનાર પુરુષને કરે અને જે નુકશાન, શત્રુ શત્રુને કરે, તેના કરતાં પણ, ખરાબ રીતે દોરવાયેલું મન વધારે નુકશાન કરે છે. માતા પિતા અને અન્ય સ્વજને જે લાભ કરે તેના કરતાં સારી રીતે કેળવાયેલું મન વધારે લાભદાયક છે. ધમ્મપદ જો તમે તમારા વર્તનમાંથી મનનું કાર્ય ( હેતુ ) દૂર કરે તે શારીરિક ક્રિયા માત્ર સડી ગયેલા કાષ્ઠવત છે. એટલા માટે મનને નિયમિત બના; એટલે પછી શરીર તે તેની મેળે સિદ્ધ માર્ગે જશે. - Fo-sho-hing-tsan-king અભણ મનુષ્ય આખલાની માફક વધે છે. તેનું શરીર વધ્યા કરે છે
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy