________________
૧૪
જેનહિતેચ્છુ. દુઃખી છે. જેણે જય અથવા હારને ત્યાગ કર્યો છે તે સંતોષી મનુષ્ય જ સુખી છે.
મનુષ્યને ક્રોધને ત્યાગ કરવા દે. તેને અભિમાન છોડવા દે. તેને સઘળા બંધન ઉપર જય મેળવવા દે. જે મનુષ્ય નામ અને રૂપને વળગેલ નથી અને જે કોઈ પણ વસ્તુને પિતાની ગણતું નથી તેના ઉપર કઈ પણ પ્રકારનાં દુઃખ આવી પડતાં નથી.
તે જ ખરો સારથી કહેવાય છે કે જે ચાલતા થની માફક ચઢતા ક્રોધને રોકી રાખે છે. બીજા તે માત્ર લગામ ચલાવનાર જ કહેવાય.
મનુષ્યને પ્રેમથી ક્રોધ ઉપર જ્ય મેળવવા દેશુભથી અશુભ ઉપર જય મેળવવા દ-ઉદારતાથી લેભી ઉપર અને સત્યથી અસત્યવાદી ઉપર " જય મેળવવા દે.
કોઈ પણ મનુષ્ય સાથે અપ્રિય રીતે બોલતા નહિ. એ રીતે બોલાયેલા શબ્દો માટે તમારે ઘાને બદલે ઘા જ ખમવા પડશે.
ધમ્મપદ, જે બીજાને મારે છે તેને માર ખાવો પડશે. જે બીજા તરફ ઇર્ષા બતાવે છે તે (બીજા તરફથી ) ઇર્ષા જ જશે. '
“ તેણે મને ગાળ દીધી, મને માર્યો, મને હરાવ્યો, મને લૂટયો.” આવા વિચાર મનમાં રાખનારના ધિક્કારને કોઈ દિવસ અંત આવશે નહિ. કારણ કે કદાપિ પણ ધિક્કાર, ધિક્કારથી અટક્ત નથી. ધિક્કાર પ્રેમથી જ નાશ પામે છે. આ એક પુરાણ મહાનિયમ છે.
मनोनिरोध अने मननी केळ्वणी.
સકલ ઉઘોગથી તારા હૃદયનું રક્ષણ કર; કારણ કે જીવનના સઘળા મુદાઓ તેમાંથી ઉદ્ભવે છે.
આપણી હાલની સ્થિતિ આપણા વિચારનું પરિણામ છે. તે આપણા વિચારની જ બનેલી છે.