________________
ધ્યાન.
શ, વિવેક અને સંવર એ ત્રણ શબ્દો કહી, મુનિ આકાશમાં ગયા. એ શબ્દ વાચક છે, હેને વાચ્ય હોવો જોઈએ. તે મહારામાં છે કે બીજા ઠેકાણે છે, તે વિચારતાં ઉપશમ–વિવેક-સંવર પિતામાં જ મળી આવ્યા! એ વિચારમાં લીન થવા પછી કીડીઓએ શરીરને ચાયણીરૂપ કરી નાંખ્યું,
પણ ઉપશમ વિવેક અને સંવરમાં લીન થયા અને હજ કેવળજ્ઞાન થયું. એવી જ રીતે જેનાં દર્શન કરીએ હેની સ્તુતિમાં જે ગુણ વર્ણવ્યા છે તે પિતામાં છે કે નહિ તેને વિચાર કરીએ; તે દર્શનથી દર્શન થાય. પણ એક પદાર્થને જોતાં ઘણો કાળ જવા છતાં તે પદાર્થનું ખરું સ્વરૂપ સમજાય નહિ તે તે દર્શન થયાં કહેવાય જ નહ. આ દરેક પ્રાનની રીતિને ધર્મધ્યાનમાં સમાવેશ થાય છે.
જૈનદર્શનમાં ધ્યાન કહ્યું છે. કેટલાએક એમ માને છે કે જેમાં ધ્યાન નથી; પણ તે જૈનશાસ્ત્રના રહસ્યને નહિ સમજતા હોવાથી તેમ ભલે માને. બાકી જૈન શાસ્ત્રમાં બાર પ્રકારે જે તપ કહ્યો છે, હેમાં અત્યંતર તપના ભેદમાં પાંચમો ભેદ ધ્યાનનો છે.
“જ્ઞાન ક્રિયાખ્યા મોક્ષ અને નિશ્ચય તથા વ્યવહાર એવા શબ્દ છે. તે પણ એજ સૂચવે છે કે, વ્યવહાર પણ નિશ્ચય સહિત હેવાની જરૂર છે. કેટલાએક એમ સમજે છે કે ક્રિયા જાદી ચીજ છે, અને જ્ઞાન પણ જુદી ચીજ છે. ભણ્યા એટલે જ્ઞાન થયું, અને તે પછી ક્રિયા કરતાં શીખ્યા એટલે બંને થઈ જવાથી મોક્ષ થવા જોઈએ, આમ સમજે છે તે ભૂલ ભલું છે. પરંતુ જે જે વખતમાં જે જે ક્રિયા કરવામાં આવે છે તે તે ક્રિમા જ્ઞાન સહિત હોવી જોઇએ, અને હારે તે ક્રિયામાંજ જ્ઞાન એટલે ઉપયોગ હોય ત્યારે હેનું નામ જ્ઞાનપૂર્વક ક્રિયા કરી કહેવાય; બીજા શ દોમાં કહીએ તો, “ ઉપયોગ” એટલે કે જ્ઞાનપૂર્વક ક્રિયા.
આસન. આપણી દરેક ક્રિયામાં આસન બતાવવામાં આવ્યાં છે, જેમ કે “ગ મુદ્રા', “મુછતાસુકિત મુદ્રા” અને “જિનમુદ્રા'; “વીરાસન” અને “ઉછાસન’. આ આસન અને મુદ્રામાં પણ કાંઈક શક્તિ રહેલી છે. નમોથુછું “યોગ મુદ્રાથી કહેવાય છે; કાયોત્સર્ગ જિનમુદ્રાથી અને જયવીયરાય “મુક્તાસુક્તિ મુદ્રાથી બેલાય છે. વંદીતાત્ર “વીરાસને બેસવાને ક્રમ છે, વંદણ ઉછાસને બેલાય છે; તેમજ કાયોત્સર્ગ કરતાં આપણે “ગણા લીરામિ' બોલીએ છીએ, તે પણ એજ સાચવે છે કે આ શરીર પરથી પિતાપણાને ત્યાગ કરી મન