________________
કર
જૈનહિતેચ્છુ. પણે ધ્યાનપૂર્વક હું આ કાયાને ત્યાગ કરૂં છું. વળી આપણા કાયોમાં પાસેશ્વાસને પણ કમ છે, તેથી પ્રાણાયમની ક્રિયા પણ આપણમાં આવી જાય છે. ધ્યાનમાં “આસન ” પણ આપણી ક્રિયાઓ સૂચવે છે. એ
રિમથરા” સુધી એક લેગસ્સનો કાઉસ્સગ કરતાં પચ્ચીશ ભાસશ્વાસ પૂરા કરવા જોઈએ, એટલે “ નિયમચા ” સધી લે સનાં પચીશ પદ છે, તેથી એક એક પદે એક એક શ્વાસોશ્વાસ થવો જોઈયે, અને એ પ્રમાણે બેલતાં આપણને દરેક પદનું સારી રીતે કમાન થઇ શકે. આ ઊપરથી મહારૂ એ જ કહેવું છે કે આપણી દરેક ક્રિયાની સાથે સ્થાન રહેલું જ છે.
પોતપોતાને ઓળખી લેવાની જરૂર ઘર પિતાનું હોય તે તે ગમે તેવું મોટું હોય તો પણ તેમાંથી તપાસ કરતાં પિતાની ચીજ મળી આવે છે, તેમ આપણા આત્મામાં રહેલું જે નિજસ્વરૂપ હેને જે ધ્યાનપૂર્વક બરાબર તપાસીએ તો અવશ્ય આપણે આપણું સ્વરૂપને એક દિવસે શોધી શકીએ. મને લેકો બાળક, યુવાન કે વૃદ્ધ કહે છે, રાજા કે રાંક ગણે છે, પણ તે માનવામાં હારી ભૂલ થાય છે કે લોકોની ? તે વિચાર કરતાં સ્વતઃ સમજી શકાય છે કે “હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી, રાજા નથી, રાંક નથી; પણ એ સર્વ પુદ્ગલના પરિણામ છે. ” આ પ્રમાણે વિચારની અણીએ રડતાં પિતે પિતાના સ્વરૂપને ઓળખે છે, અને તે વિચાર શ્રેણીને જ ધ્યાન કહેવાય છે. પૂર્વે જેઓ ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા છે તેઓ આવી ધ્યાનની કોટીએ રહડવાથી જ પહોંચ્યા છે.
ધ્યાન પરમાનંદ. | માટે જે કરવું તે ધ્યાનપૂર્વક જ કરવું જોઈએ તથા જે સર્વ.ની પ્રતિકૃતિ આપણું સન્મુખ હય હેને જોતાં જે શાતિ થાય, તે શાતિ આપણું હૃદયમાંથી કદી જવી ન જોઈએ; માટે શાંત જિનમુદ્રા અને અને દરેક ક્રિયાનું રહસ્ય હૃદયમાં સ્થાપીને સ્વ-પર વિવેકપૂર્વક ધ્યાનમાં જ મગ્ન થવું. તે દયાનને આનંદ તથા પરમાનંદ એવા પ્રકારને છે કે તેનું વર્ણન થઈ શકે નહિ માત્ર અનુભવગમ્ય છે.
* સર્વની (સૂક્ષ્મ પુદ્ગલોની બનેલી ) પ્રતિકૃતિ અથવા માનસિક પ્રતિકૃતિ ધ્યાન વખતે નજર આગળ રહે એટલેથી બસ થતું નથી; પણ ધ્યાન વખતે થયેલી તે નિર્મળતા આખા દિવસના બરાક રૂપ થાય અથવા આખો દિવસ મન નિર્મળ રહે તે જ તે ધ્યાન ખરું માનવું