________________
જેનહિતેચ્છુ. બાહ્ય પદાર્થમાં મહારાપણું રહે નહિ અને તેથી એક દિવસે પિતે પિતાના રૂપે થઈને રહે.
બાહ્ય દૃષ્ટિથી અંતર દષ્ટિ. એક માણસ બજારમાં ગયો હાં વીશ દુકાન છે, હેમાં જરા જદા પ્રકારના પદાર્થ રાખેલ છે. તે જનાર માણસનું મન પ્રથમ દુકાનમાં અને તે પછી દુકાનના પદાર્થમાં વહેંચાઈ જાય છે, પછી એક એક દુકાનમાંથી સૌથી શ્રેષ્ઠ પદાર્થ જણાય તે લઈ લે છે, એટલે વિશ દુકાનમાંથી મન ખેંચાઈને વીશ પદાર્થમાં મન રોકાઈ જાય. પછી તે ચીજો એક પલામાં નાંખે એટલે હેનું મન તે ટોપલામાં સમાઈ જાય. ઘેર જઈને વિશે પદાર્થ એક પાટલા પર ગોઠવે અને હેમાં સૌથી શ્રેષ્ઠ કઈ એમ તરતમતાએ જોતાં વિશ પદાર્થમાંથી એકજ શ્રેષ્ઠ પદાર્થમાં હેનું મન ગુંચવાઈ તે એક પદાર્થમાં પણ જોતાં જોતા અપ્રિયતા થાય. એટલે તે મન પાછું મનમાંજ સમાઈ જાય, એટલે બાહ્ય પદાર્થમાંથી પિતામાં આવીને સ્થિત થાય. આ વી રીતે બાલ દષ્ટિમાંથી અંતરંગ દષ્ટિ થાય છે; અને તે વિચારથી તથા ઉદ્યમથી કરી શકાય છે. એવી રીતે હંમેશાં જે મનને મનમાં જ રાખવાની ટેવ પાડીએ તે આપણું મન કોઈ દિવસ બીજા પદાર્થમાં ટકી શકે નહિ અને એ રીતે કરતાં કરતાં અન્યને જોવા જતાં પોતે પિતાને જોતાં શીખાય.
બાહ્ય પદાર્થ અંતરમાં જોવાય છે, - જે બહાર જોવાનું છે તે પોતામાંજ જોઈ શકાય છે. એક પુદ્ગલ સ્કંધ છે તે જોવામાં આપણે કાઈએ છીએ પણ તેવા અનંત પુદ્ગલેના સ્કંધે કર્મરૂપે આપણા આત્મા સાથે વળગેલા છે. તે બાહ્ય સ્કંધ જેવા કરતાં કમસ્કોને જોવા તે વધારે સારું છે. કેમકે જે ધ્યાન કરીએ તે અંતરગમાં જોવાનું એટલું બધું છે કે બાહ્ય ધ્યેય પદાર્થની અપેક્ષા રહેજ નહિ
વાચક વાઓને વિચાર. જે શબ્દો છે તે “વાચક' કહેવાય છે, હે જે અર્થ હોય તે વા” કહેવાય છે. એનું સ્વરૂપ જેમ ચિલાતીએ ચિંતવ્યું હતું એમ ને આપણે ચિંતવીએ તે ક્ષણ વારમાં કેવળજ્ઞાન થયા વગર રહે નહિ. ઉપ
મુનિશ્રીના આ શબ્દો ઘણાજ સુંદર, તત્વપૂર્ણ અને પ્રોત્સાહક છે.