________________
ધ્યાન,
પિંડસ્થ ધ્યાન. પદસ્થને પિંડસ્થ કરતાં પોતેજ પંચપરમેષ્ટી રૂ૫ થવાય છે, એટલે જે અરિહંતમાં શક્તિ છે તે જ મહારામાં છે, સિદ્ધમાં જે શક્તિ છે તે પણ મહારામાં છે, એમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની સત્તા મહારામાં છે એટલે પંચપરમેષ્ટી રૂપ હું પિતે મહારી સત્તાએ કરીને છું, એમ અંતર દથિી જે વિચારવું તે પિંડસ્થ ધ્યાન કહેવાય છે. રૂપસ્થ ધ્યાન.
' હું આ શરીરમાં છું છતાં શરીરથી ન્યારે છું એટલે અરૂપી છતાં હાં સુધી આ શરીર સાથે મારો સંબંધ છે હાં સુધી હું રૂપી છું અને હે લઈને જ આ શરીર ઉપર જે જે સંસ્કારો થાય છે તે મહને પિતાને જ થાય છે, એમ હું માનું છું. આ શરીરથી જે કાંઈ કરવામાં આવે છે તેને હું કરું છું, એમ સમજાય છે; પણ ખરી રીતે શરીર મહારું નથી, હું શરીરને નથી, એ જે વિચાર કરવામાં આવે હેને “રૂપસ્થિધ્યાને કહેવામાં આવે છે. માત્ર આત્મસ્વરૂપનું જ જે ચિંતવન, જેમકે આત્મા અજર છે, અમર છે. અભેદ છે, છેદ છે, નિર્વિકલ્પ છે, ઇત્યાદિ નિર્મળ આત્મરૂપનું જે ચિંતવન તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. અંધકાદિની હારે ચામડી ઉતસ્તી હતી ત્યહારે ને એમ નહોતું થતું કે આ હારું શરીર અને હું તે આ છું. આવી રીતે તે કાયામાં પિતાપણું નહિ માનવાથી હેને કેવળજ્ઞાન થયું હતું. ' લબ્ધિઓમાં મુંઝાવું નહિ,
થાનના ગે અનેક પ્રકારની લબ્ધિ” ઉત્પન્ન થાય છે, તે લબ્ધિમાં આનંદ નહિ માનતાં પૂર્ણ સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ઉધમ કરવાનું મહાત્મા પુરૂષો ચૂકતા નથી. જે હેમાં સુખ મનાઈ જાય તે આગળ વધી શકાતું નથી અને આત્મસિદ્ધિરૂપી કાર્ય થતું નથી.
વાનાણીથી ઉપજતા વિચારે ધ્યાનશ્રેણીથી પિતે પિતાને જોઈ શકે છે. હું કહાં રહું છું હેને વિચાર થતાં પ્રથમ હેને એમ થાય છે, કે હું સંસારમાં રહું છું, પછી અમુક દેશમાં, અમુક ગામમાં, અમુક લત્તામાં અને અમુક ઘરમાં રહું છું, એમ ઉત્તરોત્તર વિચાર આવે છે. ઘરમાં પણ મહારા શરીરમાંથી મહારા આત્મપ્રદેશમાં રહું છું એમ વિચારની શ્રેણીએ ચઢાય છે, અને છેવટે હું મહારા સ્વરૂપમાંજ રહું છું, ત્યહાં વિચારની સંતતીને નાશ થાય છે. આવો જે વિચાર આવે તો જ ખરી દિશા યથાર્થપણે સમજાય અને તેમ થવાથી