________________
જેનાહતછુ. ધ્યાની થવાને સ્વપરના વિવેકની જરૂર. આ ધ્યાનની સ્થિતિને પ્રાપ્ત કરવાને સ્વ-પરને જાણવાનું જ્ઞાન હોવું જોઈએ, જે જ્ઞાન વડે આગળના વિચારે પિતાતા હદયમાં જાગવાથી ધ્યાનના આધકારી બની શકાય છે. હું એક છું, મહારું કોઈ નથી, હું કેઈને નથી, એ પ્રમાણે અદીન મને પોતાના આત્માને શિખામણ આપવી જોઈએ. જ્ઞાન-દશને સંયુક્ત મહારે શાશ્વત આત્મા તે એક જ છે, બીજ આ બધા બાહ્ય ભા સંયોગથી ઉત્પન્ન થયેલા છે, અને તેવા સંયોગથી જ મહારા આત્માએ જન્મ-મરણાદિ અનેક દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે. માટે તેવા દુઃખજનક સંયોગને હું હવે ત્યાગ કરું છું. આવા વિચાર નિરંતર આપણા હૃદયમાં રહેવા જોઈએ. - અરિહંત મુદ્રાના દર્શનથી શું મેળવવું?
જિનદેવને ધ્યાનથી શાતિ મેળવતાં શીખવું જોઈએ, તે સાથે તે જિનેશ્વરમાં આવી શાતિ કેવા કૃત્યથી પ્રાપ્ત થઈ તે તે વખતે આપણું સ્મરણમાં લાવવું, અને તે પછી આપણું વર્તન કેવું છે હેને સાથે વિચાર કરતાં આપણે આપણા વર્તન માટે પશ્ચાતાપ કરે જોઈએ, અને આપણું તીર્થકરોના વર્તન પ્રમાણે આપણે વર્તી શકીએ કે નહિ. હેનો ખ્યાલ કરવો. એ ખાસ કરતાં જે કૈવલ્ય પામી મોક્ષ પદને પામ્યા છે તે પણ એક વખતે આપણે જેવા જ હતા. આપણામાં જે સત્તા છે તે સત્તા કોઈ અરિહંતના આત્માથી ન્યૂન નથી; છતાં જે જૂનતા દેખાય છે હેનું કારણ માત્ર કર્યાવરણને લીધે છે. હારે તે કર્મને મેળવનારે હારો આત્મા છે તે પછી હેને દૂર કરવામાં હું શક્તિવાન કેમ ન થાઉં ? ગ્રહણ કરવા કરતાં મૂકવું એ તે વધારે સહેલું છે. આવા વિચારે આપણા હૃદયમાં સુરવા જોઈએ, અને એ ધ્યાનની પરંપરાથી ભેદને કેદ કરી આત્મા અરિહંત રૂપે થઈ શકે છે.
- પદસ્થધ્યાન. હારે આપણે પદસ્થ ધ્યાન કરીએ છીએ હારે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું ધ્યાન કરીએ છીએ અને હેમાં જે નિમિત્ત કારણનો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય અભિલપિત કાર્ય થયા વિના રહે નહિ. તેથી કરતાં કરતાં આવડશે એવી માન્યતા રાખવા કરતાં સમજી કરવું તેજ વધારે ઉત્તમ અને ફળપ્રદ છે. અરિહંતના બાર ગુણ, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીશ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ છે; એવા જે પંચપરમેષ્ટી હેમનું ધ્યાન કરવું.