________________
'ધ્યાન.
જ આમાં છે કે નથી ? જે નથી તે હું પોતે જેનાર છું, જોવું એ એક જ્ઞાન છે, માટે જ હારે એક અંશ જ્ઞાનથી મહને આનંદ આવે છે, તે છે તે સર્વાંશે હોય તે શું આનંદ ન આવે ? એવી રીતે સતત જોતાં યેયમાં રહેલા ભેદને નાશ કરી, ધ્યાતા ચેયરૂપ બની ધ્યાનની પરિસમાપ્તિ કરે છે, એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની જે ત્રિપુટી છે હેનું ઐક્ય થાય છે. ગુણોના પ્રદેશમાં મન વડે વિચરવાની શક્યતા હું અલબત સ્વીકારું છું. અને મહને “મૂર્તાિ” શબદ સાથે કાંઈ વિરોધ નથી. પરંતુ ધ્યાન માટે ત્તિની આવશ્યકતા સ્વી કારનારે પણ મુનિશ્રી ચારિત્રવિજયજીની સાથે આટલું તે કહેવું જ પડે છે કે “જિનેશ્વર મહારાજની મુદ્રાનું પૂજન કરતાં પૂજક પૂજ્ય થઈ શકે; પણ જે તે ધ્યાનપૂર્વક હોય તો જ.” મતલબકે જે પદાર્થમાં વીતરાગપણું ક૯પવાનું છે હેમાં વીતરાગના સર્વ ગુણે યાદ કરી જવા જોઈએ, એ ગુણેનું પિતાને ભાન જોઈએ. જે એ ગુણોનું ભાન હોય તે પછી તે “ભાન” તો મગજમાં હતું, નહિ કે મૂર્તિમાં; એટલે કે મૂર્તિએ ગુણે શીખવ્યા નથી, મગજે પિતા પાસે સંગ્રહી રાખેલી ગુણોની યાદી મૂર્તિમાં મૂકવાની સલાહ આપી, એમ થયું. બીજા શબ્દમાં કહીએ તે, મગજની મદદ વગર મૂર્તિ ઉપર ધ્યાન લગાવવાથી કાંઈ જ લાભ નથી એમ તે વિદ્વાન વક્તાને પણ માન્ય રાખવું પડે છે, તે પછી મગજની મદદથી મગજમાં જ મૂર્તિ કાં ન ઉત્પન્ન કરી લેવી? આ ફિલસુફી તરફ લક્ષ આપતાં તથા આજકાલ મૂત્તિને ધ્યાન માટે બહુજ જરૂરના નહિ એવા એક પગથીઆ તરીકે સ્વીકારવાના કેટલાકની સલાહને હેના ખરા રૂપમાં નહિ સમજતાં હદપાર ખેંચી જઈ સૂમ પુલોની મૂર્તિ અથવા “વિચાર” ને બદલે સ્થલ મૂત્તિને મોહ થાય છે અને તે પણ દષ્ટિ સમક્ષ મૂકીને ધ્યાને ધરવાને બદલે હેની પૂજા થાય છે અને હાં પૂજા દાખલ થઈ ત્યહાં તે સાથે હજારો–લા પ્રકારનાં ખ, તેફાનો અને મુશીબતોને જન્મ મળે છે તે વાત લક્ષમાં લેતાં, મહારાજ સાહેબને આ વિચાર અહીં જેમને તેમ પ્રકટ કરે મને જોખમભર્યો લાગ્યો અને હું આ પ્રમાણે મહારા અંગત વિચારો જણવ્યા. “હવે તે ચેતો’ એ વગેરે મથાળાના ભાષણમાં-વિધાન મુનિશ્રીએ મૂર્તિ. પૂજાને નામે થતાં અનેક અતિક્રમણો વિરૂદ્ધ સખત શબ્દ ઉચારી પિતાના ભક્તજનોની આંખ ઉઘાડવા બનતું કર્યું છે એજ એમની અનુભવી દષ્ટિનો પુરાવો છે. એલબત જે વર્ગને ઉપદેશ અપાતે હોય તે વર્ગની સ્થિતિ, શાક્ત, ફાટ વગેરે તરફ દષ્ટિ રાખીને જ ઉપદેશ કરવાનું પ્રવીણ ઉપદેશકે પસંદ કરે છે.
લા. મો. શાહ,