________________
ધ્યાન કરવાની રીતિ. * હવે હૃદયમાં રહેલ ધ્યેયને જોતાં આ વિચાર કરવાની જરૂર છે કે, હું જોઉં છું, આને જોવાય છે, જોવાની ક્રિયા મહારે આધીન છે. અને જે હું જોઉં તે મહારા જેવા છે કે ભિન્ન છે? મહારામાં જે ગુણ છે તે
* અહીં વક્તા મુનિશ્રી બે પરેગ્રાફથી એમ સમજાવવા માગે છે કે, ધ્યાન માટે નિમિત્ત પદાર્થ જોઈએ, પ્રથમ તે ઉપર ધ્યાન લગાવી પછી મગજમાં તે વસ્તુના ખ્યાલમાં રમણ કરાય વગેરે, વગેરે. આગળ વધીને તેઓ એમ દલીલ કરે છે કે “કોઈ એમ કહેવા માગશે કે આકૃતિ જોવાની જરૂર નથી, પણ આકૃતિનું સ્વરૂપ સાંભળવાની જરૂર છે, અને તે સાંભળવાથી જ તે આકૃતિના સ્વરૂપને ધ્યાનમાં લાવી શકાય છે. જેમ એકડે શીખવવાની ઈચ્છાએ સનમુખ એકડે માંડી નહિ આપતાં મુખથી જ એકડાનું સ્વરૂપ સમજાવવાથી પણ એક શીખવી શકાય છે. શિક્ષક વિદ્યાથીને કહે કે એક મીંડું હેય અને હેની નીચે એક લીટી દરીએ તે હેને જેવો આકાર થાય તેવો એકડાનો આકાર હોય છે. આમ સનમુખ આકૃતિની અપેક્ષા વગર આકૃતિનું સ્વરૂપ હૃદયમાં સ્થાપિત કરી શકાય છે. તે હારે કહેવું જોઈએ કે તેના બેલનારાઓ પિતાના શબ્દોથી જ આકૃતિને સ્વીકારે છે. ” મહારાજશ્રીની આ દલીલના સંબંધમાં , બે વાતે વિનયપૂર્વક કહી લેવાની હું રજા લઈશ. (1) મનમાં આકૃતિ કહપી તે પણ મૂર્તિ થઇ એમ કહેવાથી કાંઈ સ્થલ પદાર્થની મૂર્તિની આવશ્યકતા સાબીત થતી નથી અને સ્થૂલ મૂર્તિની પૂજા તે આવી કોઇ પણ દલીલથી સાબીત થઈ શકે નહિ. એમ તે વિચાર પિતે પણ આકૃતિ છે, મૂર્તિ છે; ખરેખર સૂક્ષ્મ પુદ્ગલની અમુક આકૃતિ એનું જ નામ વિચાર” છે; પરન્તુ વિચાર એ સૂક્ષ્મ પુદ્ગલની મૂર્તિ છે માટે વિચારથી પણ લડી પડવું એમ કઈ મૂર્તિ નહિ પૂજનારા વિવેકીઓ કહેતા નથી. વિચાર અને ઇચ્છાઓ એ સર્વ મુત્તિઓ જ છે અને એમની સૃષ્ટિ માંજ મૂર્તિપૂજા નહિ સ્વીકારનારાઓ અહોનિશ હરેફરે છે, તથાપિ તેઓ સ્કૂલ ત્તિની જરૂર એટલા ઉપરથી સાબીત થતી માનતા નથી. વીતરાગ દેવની સદ્ભાવ સ્થાપના' રૂપે મૂર્તિ અર્થાત આબેહુબ ઊંટોગ્રાફ કઈ જગાએ નથી, તે પછી વીતરાગના ગુણો કે જે સૂક્ષ્મ ભુવન પરની આકૃતિ છે હેને આભાસ સ્થલ મૂર્તિ પરથી–અદ્ભાવ સ્થાપના પરથી શી રીતે ખાવી શકે ! કોઈ માણસના આબેહુબ કરાયા પર ધ્યાન જમાવી એના