SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવસમેણ હણે કોહં (ગયા અંકથી ચાલુ) કર્મચંડાળ એવા ક્રોધે ધુંરધરોને પણ ધૂળ ચાટતા કરી દીધા છે તો આપણે શી વિસાતમાં છીએ, તેથી ક્રોધના નિમિત્તો મળે તો પણ ક્રોધને વશ ન થવું. કેટલાક નિમિત્તો : * * શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ * અંકઃ ૨૫ * તા. ૧૮-૫-૨૦૦૪ વસમેણ હણે કોઠું આપણને કોઇ નિષ્કારણ હેરાન કરે. કોઇ મરણાંત કષ્ટ આપી દે. કોઇ આપણી ભૂલ બતાવી દે. કોઇ આપણી નિંદા કરે. કોઇ આપણું અપમાન કરે. કોઇ આપણને વગર ભૂલે ટોક-ટોક કરે. કોઇ આપણું સર્વસ્વ લૂંટી લે. કોઇ આપણી મશ્કરી કરે. આવા તો કેટલાય નિમિત્તો મળે તો પણ મહાપુરૂષોની જેમ સમત ધરી શુભચંતન કરવું. શુભ ચિંતનઃ જે કોઇ આપણને કષ્ટ આપે છે તે તો આપણો મહાઉપકારી છે કારણ કે તે આપણાં કર્મરૂપી મલને વિનામૂલ્યે ધોઇ આપે છે. ૧૦૦૦ની વણજાર જે કોઇ આપણને બોલે છે, એ તો શબ્દ પુદ્ગલની રમત છે આમાં આપણું કાંઇ જતું નથી અને આપણને કાંઇ ચોંટતું નથી. જે કોઇ આપણું પડાવી દે છે, તે વસ્તુ આપણી નથી આપણે તો આત્મા છીએ અને તે તો પુદ્ગલ છે. જે કષ્ટ પડે છે તે તો શરીરને પડે છે, હું અને શરીર તો જુદા છીએ. (હિતયોગી) એ રીતે શુભચિંતન દ્વારા ક્રોધને મૂળમાંથી હણી ઉપશમના ઉપાસક બનીએ. જ એક શુભાભિલાષા.... ક્રોધ વિષચક શ્લોકોઃ तोऽकारणरुषं सड़ख्या, सड़ख्यातः कारणाः દુધઃ । कारणेऽपि न कुप्यन्ति, ये ते जगति पञ्चत्राः ॥ કારણ વિના કોપ કરનારાની તો સંખ્યા જ નથી, અને માત્ર કારણે ક્રોધ કરનાર સંખ્યાતા છે, પણ કારણ હો તે છતે પણ જે ક્રોધ નથી કરતાં તે તો જગતમાં પાંચ-છ જ છે. ૩૩૬ तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । दुर्गवर्तनी क्रोधः, क्रोधः रामसुखार्गला ॥ ક્રોધ તાપ પેદા કરનાર છે, ક્રોધ વેર કારણ છે, ક્રોધ દુર્ગતિની કેડી છે અને ક્રોધ સમતારૂપી સુખ માટે આગળાં સરખો છે. उत्यद्यमानः प्रथमं, दहत्येव स्वमाः प्रयम् । क्रोधः कुशानुवत्यश्चा- दन्यं दहित वान वा ॥ અગ્નિ પેઠે ઉત્પન્ન થતો ક્રોધ પહેલાં પોતાના આશ્રયને તો બાળે છે અને પછી બીજાને બાળે અથવા ન બાળે. क्रोधवह्नेस्तदह्लाय, शमनाय शुभात्मभि । श्रयणीया क्षमैकैव, संयमारामसारणिः ॥ ક્રોધરૂપી અગ્નિને એકદમ શાન્ત કરવાને શુભાત્માઓએ સંયમરૂપ ઉઘાનાનીક સમાન એવી એક ક્ષમાનો જ આશ્રય કરવો. (સમાપ્ત) ૧૦૦૦ધનુષ્ય પહોળું સોનાનું જિનાલય ભરત મહારાજાએ શ્રી શત્રુંજ્ય તીર્થ પર બંધાવેલ ૧૦૦૦ઉડો કાલોદધિ સમુદ્ર છે. ૧૦૦૦રાણીઓને સ્વામી ગંગદત્ત પછીના ભયમાં થવા ૧૦૦૦યોજન જાકી પાતાલ કળશો લવણ સમુદ્રમાં છે. ૧૦૦૦વર્ષ પછી પૂર્વશ્રુતનો વિચ્છેદ થયો. ૧૦૦૦દેવદ્રવ્યની કાંકણીનો ઉપભોગ સાગર શેઠે કરેલ ૧૦૦૦વર્ષ સુધી ઘોર તપ કંડરિકમૂર્તિ કરેલ ૧૦૦૦ઉપવાસનું પ્રાયશ્ચિત ગર્ભ હત્યા કરાવે ત્યારે આવે. ૧૦૦૦વર્ષનું નારકનું આયુષ્ય પોરિમી કરવાથી ટુટે, ૧૦૦૦ક્રોડ વર્ષનું નારકનું આયુષ્ય આંબિલ કરવાથી ટુટે. ૧૦૦૦થાંભલાવાળો ઉપાશ્રય આમરાજાએ બનાવ્યો.
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy