SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા ૫૦ વર્ષ પૂર્ણ થતા... શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ * અંકઃ ૧૧ ૨ તા. ૨૭-૧-૨૦૦૪ દીન્નાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં અનુમોદના શરદપૂર્ણિમાના ચંદ્ર જેવા શીતલ ગુણોના સ્વામી, વર્ધમાન તપોનિધિ, મધૂર વૈરાગ્યભાવી પ. પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. સાહેબનો પીરચય. જન્મ : વિ. સં. ૧૯૯૨ ફા. વ. ૧ માતા : હીરાબેન જન્મ સ્થળ : રાધનપુર સંસારી નામ : બાબુભાઇ દીસા : ૨૦૧૦ મહા સુ. ૪, મુંબઇ - દાદર, દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદય પ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ગુ દેવ : સિંહગર્જનાના સ્વામી પ. પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ગણપદ : ૨૦૪૧ મા. સુ. ૬, પાલીતાણા, પદદાતા ઃ તપાગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પંન્યાસપદ : ૨૦૪૪ ફ્રા. વ. ૩, અમદાવાદ, પદદાતા : ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ. સા. આચાર્યપદ : ૨૦૪૬ ફા. સુ ૧૧, બોરસદ, પદદાતા : તપસ્વી સમ્રાટ પ. પૂ. આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ. સા. પિતા : રતિભાઈ પૂજ્યશ્રીનો ગુણવૈભવ વૈયાવચ્ચે - કોઇનું પણ કરી છૂટવું, આ વૃત્તિને લઇને સમુદાયમાં સૌને પ્રિય છે. પહેલા ઘણી વખત ૫૦ સાધુ ભગવંતોની માંડલીનું પાણી એકલા હાથે લઇ આવતા હતાં. વિ. સં. ૨૦૧૨ માં તેઓની ભક્તિ જોઇ પૂજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ માંડલીમાં જણાવતા કે પ્રભાકર વિ. મ. સા. ની ભક્તિ ચોથા આરાના સાધુની યાદ આપે છે. સભ્યદર્શનની નિર્મળતા માટે વિ. સં. ૨૦૧૭માં અઠ્ઠાઇના તપમાં ૧૯૫ કિ. મી. વિહાર કરી ફ્લોધિથી જેસલમેરની પંર તીર્થની યાત્રા કરી. પૂજ્યશ્રીના ઉપદેશથી માલીશથી અધિક જિનમંદિરોના નિર્માણ તથા અનેક ગૃહમંદિરોમાં પ્રતિષ્ઠાવિધિ કરાવી છે. પૂદ્મશ્રીના ઉપદેશથી ઔરંગાબાદ વગેરે અનેક પ્રાચીન જિનાલીના જિર્ણોદ્વારાદિના કાર્યો થયો છે. શ્રાવકરૂપી ગ્રાહકોને વ્રત-નિયમરૂપી રત્નોના વેપાર કરવા માટે આવશ્યક આરાધના ભુવનની મહત્તા સમજાવતા વીશથી અધિક શ્રી સંઘોમાં ઉપાશ્રયના નિર્માણ ગયા છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન મેળવી પંદરથી અધિકથી જ્ઞાનની પરબ સમાન પાઠશાળાની સ્થાપના થઇ છે. 6 જયાં માં તેઓશ્રી વિમારે છે ત્યાં સાધારણખાતાનો લાભ સમજાવી અનેક શ્રી સંધોમાં કાયમી ૨કમ કરાવી આપી છે, શ્રી ભુજથી પણ દેવદ્રવ્યની ૨કમ સામે નજર ન જાય. સાધર્મિક ભક્તિ કેવા ભાવથી કેવી રીતે કરવી જોઇએ તે વાતને વારંવાર ઘુંટીઘુંટીને સમજાવે છે. ૯ ઉપધાનમાં અપ્રમતપણે પુણ્યાત્માઓને મંગળમય આરાધનાઓ કરાવી છે. ૩૦ જેટલા છ'રી પાલિત સંઘોમાં નિશ્રા પ્રદાન કરી અનેક જીવાત્માઓને બોધીબીજ પમાડયા છે. શ્રાવક-શ્રાવિકાએ કરેલા તપની પૂર્ણાહૂતિમાં ઉજમણાં ઠેકઠેકાણે તેઓશ્રીની નિશ્રામાં થતા જ રહે છે. સ્વાધ્યાય વિના ચેન પડે નહિં નકામી વાતોને બદલે કંઇ પણ સારૂ વાંચન અને લેખન કરવાના પરિણામે વૈરાગ્યમય ૪૦ પુસ્તકોની જીનશાસનને ભેટ મળી છે. વૈરાગ્યમય ચૈત્યવંદનો, સ્તવનો તથા સજ્જાર્યો, પ્રતિક્રમણાદિમાં ખૂબ તૈયાના ભાવપૂર્વક પ્રકાશે જેથી શ્રોતાનો ભાવાૌર બની જાય છે. નિરંતર શિો-નિશ્રાવર્તી સાધુઓનું યોગક્ષેમ કરે છે. સચારિત્રની સાધનામાં માંડવીમાં ઉભા ઉભા પડાવયકની આરાધના અપ્રમત્તપણે કરે છે. ૪૯ વર્ષના દીક્ષા યિમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, બંગાળ, કર્ણાટક, રાજસ્થાન આદિ અનેક જગ્યાએ વિચરણ કરી ૬૦ હજાર કિ.મી. પાપળા વિહાર કર્યો છે. અનેક પુણ્યાત્માઓને ભવચના કરાવી તેમના જીવનનો જીર્ણોદ્ધાર કર્યો છે. તેઓશ્રીની નિષ્ઠા પામી અનેક પુણ્યાત્માઓને સંયમજીવનનો સ્વીકાર કર્યો છે. ઉપધાનતપની આરાધના કરી છે તથા રમ્યક્ત્વમૂલ ૧૨ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા બન્યા છે. સમ્યક્તપની આરાધનામય તો પૂજયશ્રીનું જીવન જ છે. ‘“ઇચ્છાનિરોધસ્તપ'' એ સૂત્રને નજર સમક્ષ જિનાજ્ઞાને, ગુવ જ્ઞાને સમર્પિત રહીને વર્ધમાન તપની ૧૦૦ ઓળી કરી જેમાં ૨૩ અને ૩૩મી ઓળી માત્ર રોટલીથી જ કરી છે. વીશસ્થાનક તપ ઉપવાસથી, તીર્થંકર, વર્ધમાન તપની ૨૦ ઓળી ઉપવાસથી, ૪૨-૩૩-૨૦-૧૩-૧૨-૧૧-૧૦-૯ ઉપવાસની આરાધનમાં માત્ર દોઢ વર્ષમાં જ કરી. ૮ ઉપવાસ દશવાર, ૭ ઉપવાસ સાતવાર, ૬ ઉપવાસ ૬ વાર, ૫ ઉપવાસ પાંચવાર, ચારના પારણે ચાર ઉપવાસ ૧ મહીના સુધી, છઠ્ઠના પારણે છઠ્ઠ ૧ મહિના સુધી, ૧૦૮ અઠ્ઠમનો ત૫, ૨૪ ભગવાનના ચડતા-ઉતરતા ક્રમે આયંબીલ, સત્તરમાં ભગવાનનાં ચઢતા ક્રમે આયંબીલ તપ ચાલુ. માંદગી આવે ત્યારે ડૉકટરને ન બોલાવતા અમતપ કરતા. સમતા-સમાધિ : ‘’સહન કરે તે સાધુ'' આ શસ્રવચન એમના જીવનમાં ડગલે-પગલે જોવા મળે છે, ગમે તેવા પ્રસંગોમાં કયાંય ઉગ્રતા કરતા નથી. કોઇનાં પ્રત્યે દ્વેષભાવ ન જન્મે એજી તકેદારી જેઓ નિરંતર રાખે છે. ૧૯૮
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy