________________
સમાચાર સા
શ્રી જૈનશાસન (અઠવાડીક)
સમાચાર સાર
|
શિંગોલી (રાજ.) અત્રે પૂ. આ. શ્રી વિજયદર્શનરત્ન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પોષદશમીની આરાધના પં.ષ વદ ૯-૧૦-૧૧-૧૨ ગુરૂ, શુક્ર, શનિવારે થઇ તે નિમિતે દરરોજ પૂજાઓ ભણાવાઇ. મુંબઈઃ ઘાટકોપર શ્રી હરખચંદ ગોવીંદજી મારૂ તરફથી વડિલોના સુત્યોની અનુમોદના તથા આત્મ શ્રેયાર્થે તેમજ ચિ. પારૂલ તથા ચિ. મિતેશના લગ્ન પ્રસંગે પૂ. આ. શ્રી વિજય લલિ શેખર સૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. સા. શ્રી કૈવલ્યત્નાશ્રીજી મા. તથા પૂ. સા. શ્રી વિશુદ્ધ રત્નાશ્રીજી ૐ.. (તેમના ભત્રીજી મ.) આદિની નિશ્રામાં દાદર મહાન વાડીમાં તા. ૨૬-૧૨-૨૦૦૩ના સવારે શ્રી ભકતામ મહાપૂજન રાખેલ. વિધિ માટે મહેશભાઇ પંડિત -મલા તથા વિનોદ શાહ પાર્ટી આવેલ હતી. પૂજન ઠાઠથી ભણ વાયું બાદ સાધર્મિક ભકિત રાખેલ હતી.
* વર્ષ: ૧૬ અંક: ૧૧ * તા. ૨૭-૧-૨૦૦૪
|
સુદ ૫ના કનામંગલ ગામે સ્કૂલમાં મુકામ થયો અને ઘણાં ભાવિકો રોજની જેમ પધાર્યા હતાં. સ્કુલના ૫૦૦ વિદ્યાર્થીઓને લાડુની પ્રભાવના સંઘપતિ તરફથી થઇ તથા જીવદયાનું પણ ફંડ થયું. યાત્રિકો તથા સંઘ તથા સગાઓ તરફથી સંઘપતિનું બહુમાન થયું હતું તથા સંઘપતિ તથા યાત્રિકો તરફથી યાત્રિકો આદિનું બહુમાન થયું હતું.
સુદ ૬ના દેવનહલી આવી જતાં શ્રી નાકોડા અવન્તિ ૧૦ પાર્શ્વનાથના ભવ્ય મંદિરે સામુદાયિક ચૈત્યવંદન થયું અને શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ ટ્રસ્ટ તરફથી સામૈયું થયું. પૂ. આ. શ્રી વિજય ચંદ્રયશ સૂરીશ્વરજી મ. આદિ સામે પધાર્યા હતા. તીર્થની સ્પર્શનાથી યાત્રિકો વિ. ખૂબ ઉલ્લાસમાં આવી ગયા હતાં. તળેટી મંદિરથી ઠેઠ ઉપર આદીશ્વર દરબારની યાત્રા થઇ. ત્યાં ચૈત્યવંદન કર્યું બાદ ઘેટીપાગ યાત્રા કરી.
|
|
બેંગલોર-બસવેશ્વર નગર - દેવનહલી ૧૦૮ નારોડા અવન્તી પાર્શ્વનાથ તીર્થ તથા શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામની છરી પાલક સંઘ પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રીમતી જીવીબેન કાલીદાસ હંશરાજ નગરીયા પરિવાર લાખાબાવળવાળા તરફથી શ્રી બસવેશ્વર હા.વી.ઓ. તથા સંઘના ઉપક્રમે ઉત્સાહથી નીકળ્યો હતો. પોષ સુદ ૧ના પ્રયાણ કરી સંઘપતિ શાહ રમેશચંદ્ર કાલીદાસ હંશરાજ નગરીયાને ત્યાં પૂ. આ. શ્રી આદિ પધારેલ. સાંજે યાત્રિકોને અત્તર પારણા તથા ભાવિક ની ભકિત કરી હતી. સુદ ૨+૩ સવારે પ્રયાણ થયું. હેબાલ પાસે કલ્યાણક મંડપમાં મુકામ થયો. સ્નાત્ર પ્રવચન ભાવના થયા. આજની ઓળી શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર મીઠોઇવાળા નાઇરોબી હ. પ્રભુલાલ ખીમજી થાન -જામનગર - નાઇરોબી તરફથી થઇ. યાત્રિકો ૧૨૦ જેટલા અને મહેમાન મળીને ૨૦૦ની સંખ્યા થઇ હતી. આજે ભાવિકોમાં ચર્ચા થઇ. પૂ.શ્રીનો પોષ સુદ૨નો જન્મ દિવસ છે તેથી શ્રી મગનલાલ લક્ષ્મણ મારૂ, થાણાએ પૂ. શ્રી સોળસલા અમારે ત્યાં પ્રસંગે આવેલા અને રજા ન મળતાં ભાગી જઇને દીક્ષા લીધી વિ. કહ્યું અને ભાવિોએ પૂ. શ્રીના ૭૧માં વર્ષ પ્રવેશ થતો હોઇ ૭૧-૭૧ રૂા થી સંઘપૂજન કર્યું હતું. સુદ ૪ના હુનસમાહલ્લી મઠ્ઠા કલ્યાણ મંડપમાં મુકામ થયો. ત્યાં પણ સ્નાત્રપ્રવચન-રાત્રે ભાવના વિ. થયા. આજની ઓળી શાહ લક્ષ્મણ વીઃપાર મારૂ પરિવાર સોલસલાવાળા સોળસલાજામનગર-દાન-થાણા તરફથી થઇ. સંગીતકાર રાત્રે રોજ ભાવનામાં તથા સવારે સ્નાત્રમાં જમાવટ કરતાં હતાં.
૧૯૯
૧૧ વાગ્યે તીર્થ માળની વિધિ થઇ તે વખતે ૨૦ જેટલાં ભાઇ બહેનોએ સમકિત સહિત બાર વ્રત ધારણા પ્રમાણે નાણ સમક્ષ ઉચર્યાં હતાં. તીર્થના ટ્રસ્ટ તરફથી સ્વાગત અને યોજનાઓ રજૂ થઇ હતી. તેમાં સંઘપતિ તથા ભાવિકોએ લાભ લીધો હતો.
શ્રીમતી જીવીબેન કાલીદાસ હંશરાજ નગરીયાને માળ પહેરાવવાની સારી બોલી થઇ. તે લાભ શાહ કાલીદાસ હંશરાજ નગરીયા પરિવારે લીધો હતો. તે પરિવારના નેમચંદભાઇ, રમેશભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ, દીપકભાઈ, આદિ મોટા કુંટુંબે ઉત્સાહથી માળા પહેરાવી લાભ લીધો હતો. જય જયકાર થયો હતો.
બીજી માળ શાહ નેમચંદ કાલીદાસ હંશરાજ નગરીયાને પહેરાવવાની બોલી થતાં તે લાભ નગરીયા પરિવાર (લાખાબાવળ) તથા મારૂ પરિવાર (સોળસલા) તરફથી લેવાયો હતો. શ્રી નગરીયા પરિવારના શ્રી રમેશભાઇ કાલીદાસ આદિ તથા શ્રી મારૂ પરિવારના શ્રી કીર્તિભાઇ રામજીભાઇ આદિએ માળ પહેરાવી લાભ લીધો હતો. બંને પૂ. આચાર્ય દેવશ્રીના પ્રવચન થયા હતાં.
યાત્રિકોને પાછા લઇ જવા બસો મંગાવી હતી તથા બીજી બે બસો તથા સંખ્યાબંધ મોટરો વિ. આ પ્રસંગે આવી હતી. સંઘપતિ તરફથી યાત્રિકો તથા મહેમાનોની ભક્તિ થઇ હતી. બાદ સૌ સંઘપતિઓ તથા યાત્રિકો સંઘયાત્રાના ઉલ્લાસ સાથે વિદાય થયા હતાં.
હાલારીઓ તરફથી આ પહેલો સંઘ બેંગલોરમાં નીકળ્યો હતો. ઉલ્લાસ ઘણો હતો.
.