________________
સુર સુંદરી યં
છતાં પાપી જીવ! તું જરાપણ ઉદ્વેગ પામતો નથી, આમાં જ મૂંઝાયા ક છે તો ગુણરહિત જીવ! તને સંવેગ શી રીતે થશે? નિર્વેદના ઘણાં કારણો મળવા છતાં જેને વૈરાગ્ય થતો નથી, તેને શી રીતે વૈરાગ્ય થશે? અહો! આ મારો મોટો વ્યામોહ -મૂઢતા છે! હવે ઘણું કહેવા વડે સર્યું.
હવે હું આત્મહિત કરું, આ ગૃહવાસનો વ્યામોહ ઘણી વિડંબનાનો નાડંબર છે. જે મૂઢ પુરુષો હજુ પણ આત્મહિત કરતા નથી, તે પુરુષો સંગ્રામ ભૂમિમાં હણાયેલા જેમ શોક કરે છે. ભન, ધન, પરિવાર, અશ્વ, રથ, યોધાદિ સર્વસામગ્રીના તું પોતે જ ત્યાગ કરી, જે જીવ! તું એકલો જ પરલોકમાં જઇશ. આ સર્વ સામગ્રી આ ભવમાં જ જીવતા પ્રાણીઓને (પકાર કરનાર છે, પરંતુ પરલોકમાં જનારાને તો માત્ર એક ધર્મ જ વાંછિતને આપનાર છે, તેથી હવે સર્વપ્રકારે સર્વ સંગનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણકમળને વિષે મારે નિરવઘ પ્રવ્રજયા લેવી યોગ્ય છે.’
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ : ૧૫૨ અંકઃ 33 * તા. ૨૪-૬-૨૦૦ તો તમો શુભ ભાવના ભાવો અને મારું હિત કરો. આ સંસારનું નિર્ગુણપણું ઘણીવાર સાંભળ્યું, જોયું અને અનુભવ્યું પણ છે, તો પણ જીવો આ સંસારમાં જ મોહ પામે છે, તે ખરેખર કેવું આશ્ચર્ય છે !!'
***
‘હે પ્રિયાઓ! અત્યંત અનુચિત અને ધર્મરહિત વચન તમે કેમ બોલા છો? સંસારના સુખો પરિણામે વિરસ છે તે શું નથી જાણતી? પ્રિયનો સમાગમ કોના ચિત્તને આકર્ષણ કરતો નથી? કયો પુરુષ લક્ષ્મીની વાંછા કરતો નથી? વિષ જેવા પાંચ વિષયોને કોણ ઇચ્છતો નથી? પણ આ પ્રાણ, યૌવન, ઋદ્ધિ અને પ્રિયનો સંયોગ આદિ બધા પદાર્થો પ્રબળ વાયુ વડે હણાયેલા કમલિનીના પાંદડાની ટોચ પર રહેલાં જળબિંદુની જેમ અતિચંચલ છે. આવા સંસાર હોવા છતાં, મરણ નજીક હોવા છતાં, જીવોને જેમ અપથ્ય સેવવાની ઇચ્છા થાય છે, તેમ મૂઢ જીવોને અનુરાગની વાસના હોય છે. તેથી કરીન હે પ્રિયાઓ! હજુ પણ ખોડખાંપણ વિનાનું નિરોગી શરી આદિ સામગ્રી છે ત્યાં સુધી ધર્મમાં જ ઉદ્યમ કરવો યોગ્ય છે . તેથી ઘણાં કષ્ટવાળા ગૃહવાસનો ત્યાગ કરનાર મને કેમ નિષેધ કરો છો? શું અગ્નિથી બળતાં ઘરમાંથી નીકળતાં મા ગસને પકડી રાખવો યોગ્ય છે? કેટલા સમય પછી પણ ભાગ્ય યોગે આ પ્રિયનો વિરહ અવશ્ય થવાનો છે
શ્રી અરવિંદરાજર્ષિની હાથીને હિતશિક્ષા : શ્રી જિનધર્મ જ શરણ!
(પૂ. શ્રી દેવભદ્રાચાર્ય ‘શ્રી પાર્શ્વનાથ ચરિત્ર’ પ્રસ્તાવ-૧)
“દુઃખના સમૂહરૂપી વનને બાળવામાં અગ્નિ જેવ પૂર્વભવે પાલન કરેલા શ્રી જિનધર્મને જ એકાગ્ર ચિત્તવાળ થઇને તું અંગીકાર કર. તું પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને ગ્રહણ કર. દુઃખરૂપી અગ્નિને શાંત પાડવા વરસાદ જેવા, સઘળા ય પ્રાણીઓના મનને તુષ્ટિ આપનાર મંત્ર સમાન શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કર. કષાયના વશથી ઉત્પન્ન થતાં દુષ્ટકર્મના વિલાસને તું જલ્દી મૂકી શ્રદ્ધારૂપી જ્ઞાનના સારભૂત શુભ ભાવનાઓને ભાવ વ્યામોહરૂપી મોટાગ્રહથી ઉત્પન્ન થતાં વિષયોના સંગનો સર્વથા ત્યાગ કર. કેમ કે તે દેવ અને મનુષ્યના ભોગ ભોગવ્ય છે તો આમાં પ્રીતિ કેમ થાય? દિવસે દિવસે વૃદ્ધિ પામત શુભભાવવાળા તારે સદ્ગુરુ અને જૈન ધર્મને વિષે મતિ રાખવી, જેનું ભાવિમાં કલ્યાણ થવાનું હોય તેને આ સંબંધ સંભવે છે, ચંચલ નેત્રવાળી સ્ત્રીજનોએ જેના ચિત્તમાં સંતો પેદા કર્યો છે, એવા ગૃહસ્થો ઇન્દ્રના વૈભવને જીતે તેવા વૈભવને પામતા દેખાય છે, લાખો શત્રુરૂપી લાક્ષારસનો ક્ષ કરનારા વિશાળ રાજયને પામે છે પરંતુ સંસારરૂપી કૂવામાં પડેલાનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવો જિનધર્મ પ્રાપ્ત થવ દુર્લભ છે. મનોહર એવી દેવાંગનાઓ સહિત ઇન્દ્રના વૈભવ પમાય છે પરંતુ મોક્ષના ફળવાળો શ્રી જિનધર્મ પ્રાપ્ત થતો નથી. તેથી હે શ્રેષ્ઠ હાથી! સર્વ બાધાના સમૂહને મૂકીને વધતા એવા અનુપમ ઉત્સાહવાળો આવી અવસ્થાને પામેલો જિન ધર્મનો સ્વીકાર કર.’ (ક્રમશઃ)
***
૧૩૨૯મ
પ્રમ