________________
आज्ञाराद्धा विराद्धाच. शिवाय च भवाय च
જૈન શાસન
(અઠવાડિક)
વર્ષ: ૧૫)
પ્રવચન
સાઈઠમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજચઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
* સંવત ૨૦૫૯ વૈશાખ સુદ - ૫ મંગળવાર, તા. ૦૬-૫-૨૦૦૩
ગતાંકથી ચાલુ... (શ્રી જિાશા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના -અવ.) सुन माइनिहणं भूयहियं भूयभावणमहग्धं । अमियम जियं महत्वं महाणुभावं महाविसयं ॥
ભગવાનની આજ્ઞા બધા પ્રાણીઓનું-ભૂતોનું હિત કરનારી છે અને સત્યની ભાવના કરાવનારી છે. મારાથી શું શું થાય અને શું શું ન થાય તે વિષયમાં કેવા છો ? નિશ્ચિત છો ને ? અઢારે પાપમાંથી એક પાપ ન થાય. કરવું પડે તો તે દુ:ખી હું ય હૈયે કરે પણ મજેથી તો ક્યારે ય કરે નહિ. ઘરમાં રહેવું તે ` ૫ ને ? શ્રાવક ઘરમાં રહે તે ન છૂટકે, વેપારાદિ કરે તે ય ન ટકે. શ્રાવક લોભથી વેપાર કરે નહિ. કદાચ લોભ આવી જ ય તો લોભ ઉપર ગુસ્સો હોય કે આવો લોભ ! આ લોભ પણ ક્યારે ઘટે, ક્યારે ઘટે તે જ ચિંતા કરતો હોય. આવી મનોહર બાજ્ઞાને પામેલા અને સમજેલા ઘોર પાપી આત્મા એવા સારા થયા કે જેનું નામ સાંભળતાં હાથ જોડવાનું મન થાય. જે દઢપ્રહારી ભયંકર મહાહિંસક જાગી ગયો, સંસાર છોડ્યો, સાધુ થયો, તે સાંભળતાં હાથ જોડાઇ જાય ને ? ખરાબમ. ખરાબ માણસ આ આજ્ઞા સમજે અને આજ્ઞાનું આરાધ કરે તો સારો થાય ને ? આજ્ઞાનું ધ્યાન નહિ રાખનારો
07
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ). ભરત સુદર્શનભાઈ મહેતા (રાજર્કેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
(અંકઃ ૨૫
સં ૨૦૪૩, આસો સુદિ-૪, રવિવાર, તા. ૨૭-૯-૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ - ૪૦૦ ૦૬.
પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારા
| ગમે તેટલો ધર્મ કરે તો ય ક્યારે શું નાટક કરે તે કહેવાય ? અવસર આવે તમે ઘર છોડો કે ધર્મ છોડો ? તમે કહો કે, ઘરપેઢીને સાચવીને ધર્મ કરીએ. તેને વાંધો પડે તો ધર્મ છોડી દઈએ. ગમે તેટલું કષ્ટ આવે તો પણ ધર્મ ન છોડે તેવા કેટલા મળે ?
પ્ર. - મોટું જૂઠ અને મોટી ચોરી નથી કરતા. ઉ.- સરકારના ટેક્ષની ચોરી નાની છે કે મોટી છે ?
ઘરમાં કેમ રહ્યા છો ? પાપી છીએ માટે. વેપાર કેમ કરો છો ? પાપને ઉદય છે માટે. જરૂર નથી પણ લોભ કાનપટ્ટી પકડી બેસાડે છે, તેને જીતી શકતા નથી, તે અમારી પામી છે- આમ કહેવાની તૈયારી છે ?
આ બધા અધિકારીઓ સારા હોત તો એક શેઠીયો અહીં હોત ! ઘણા શ્રીમંતો મજા કરે તે ઘણાને મજા કરાવે છે માટે. આજે તમારે બોલવા જેવું રહ્યું નથી. જે નોકર તમારી પેઢીની તપાસ કરવા આવે તે તમારો નોકર થઇ ગયો સમજો. લગભગ આજે આવું ચાલુ છે. તેમાં જે બચી ગયા હોય તેના દર્શન કરવા છે. એક આદમી ઊભો ન થાય. કેટલી હીનકક્ષા આવી ગઇ. ઉપરથી અમને કહે કે, આ કાળમાં તે વાત બને તેમ નથી. ‘ચોરી ન કરો તો ભુખ્યા જ મરી જાવ' આ વાત
૧૨૪૯