________________
સ્વપ્ન થયં સાકાર
શ્રી જૈનશાસન (અઠવાડીક)
સ્વપ્ન થયું સાકાર
ત્યારે જગદ્ગુરુ સિરોહિમાં બિરાજમાન હતા. એકત્રે સૂરિજી એક સુંદર સ્વપ્ન જોઇને જાગ્યાં કેવું રવપ્ન ! હાથીના નાના ચાર મદનિયા સૂંઢથી પુસ્તકના ૫ ના ફેરવે છે.... ભણે છે.
વાહ બૃદ્ભુત સ્વપ્ન ! સૂરિજીના હૈયામાં આનંદના ઓઘ ઉછળે છે. કોઇ અગમ્ય આનંદ... આવું સુંદર
સ્વપન...
વિચારતા વિચારતા... સૂરિજીને લાગ્યું ચાર શિષ્યો થશે અને તે શાસનના પ્રભાવક બનશે. એવું આ સ્વપ્ન સૂચવે છે.
અને ટુંક સમયમાં જ આબુ પાસેના રોહ ગામના શ્રીવંત શેઠ સપરિવાર દીક્ષા લેવા સૂરિજીના ચરણોમાં ઉપસ્થિત યા.
શેઠા ચાર પુત્રો, પુત્રી, શેઠાણી, શેઠના બેનબનેવી અે ભાણેજ... કુલ દસ દીક્ષાઓ સાથે થઇ. આમાં શેઠ ો ત્રીજા પુત્ર આચાર્ય વિજયાનંદસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
સિર હીમાં બીજો પણ એક અસાધારણ પ્રસંગ
બન્યો.
વરિ બંધ નામના યુવાનના લગ્નની તૈયારી ચાલતી હતી. મંડો, તોરણો, બંધાઇ ગયેલા. મીઠાઇ અને ફરસાણ તૈયાર થવા માંડયા. સગા-વહાલાની અવરજવર, દો -ધામ ચાલુ હતી.
વરસંઘ આરાધનાપ્રિય હોવાથી રોજ સવારે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે જતો. ઠંડીના કારણે સફેદ કાંબળી ઓઢેલી હોવાથી ભૂલથી વંદન કરવા આવેલ કેટલીક બ ડુનોએ વરસિંઘને વંદન કર્યું.
• એ બહેનોમાં વિિસંધની ભાવિપત્ની પણ
*વર્ષઃ ૧૫ અંકઃ ૨૧ * તા. ૨૫-૩-૨૦૦૩
હતી.
એક શ્રાવકે આ જાણ્યું અને મજાકમાં કહ્યું : વરસિંઘ હવે તારા | લગ્ન નહીં કરી શકાય !'
‘કેમ ?'
‘કેન શું... આ... જેને તું પરણવા માંગે છે એ તો
લેખક : પૂ. આ. શ્રી વિજય મુનિચંદ્ર સૂરીશ્વરજી મ. (પ્રસંગ કલ્પલતામાંથી)
તને ઇચ્છામિ ખમાસમણો... કરી ગઇ, તને ક્ષમાશ્રમણનું સંબોધન કર્યું.. શાતા પૂછી... ભાત-પાણીના લાભ દેવ વિનંતી કરી... હવે તું એના ત્યાં ઘોડે ચડીને પરણવા જાય તે કેમ ચાલે ?'
બસ પત્યું. તેજીને ટકોર... વરસિંઘે નિર્ણય કર્યો.. પોતે દીક્ષા લેશે...
માતા-પિતા વગેરે સ્વજનો તો લગનના લ્હાવા લેવાની બધી તૈયારીઓ કરી ચૂકેલા... એ કંઇ રજા આપે પણ વરસિંઘ બેસી ગયો ઉપવાસ ઉપર. ખાવું પી
બંધ.
કાર્ય સાધયામિ વા દેહું પાતયામિ અને વસિંઘના વિજય થયો. રજા મળી.
લગ્ન માટે બાંધેલા મંડપો દીક્ષાના પ્રસંગમાં કામ આવ્યા. લગ્નપ્રસંગ માટે કરેલી મીઠાઇ દીક્ષા પ્રસા સાધર્મિક ભકિતમાં કામ આવી.
જગતગુરુના વરદહસ્તે રજોહરણ પામીને વરસિંઘ ધન્ય ધન્ય બની ગયો.
અગ્નિને ફેરા ફરવાના બદલે ચઉમુખ-જિનબિંબન પ્રદક્ષિણા દીધી.
કોડીલી કન્યાના કંથ બનવાના બદલે સાધનાનો પંથ સ્વીકાર્યાં.
પત્નીના ચરણે જીવન સ્વાહા કરવાના બદલ ગુરુના ચરણે સમર્પણ કરી દીધું. એક ઇતિહાસ રચાઇ ગયો !
જ્ઞાન-ધ્યાન-સાધનાના પંથે આગળ વધી વરસિંઘમુનિ પંન્યાસ પદને પામ્યા....
એક-બે નહીં. પ્રા એકસો આઠ શિષ્યોના ગુરુ
નાનકડી ઘટના અને મોટક, પરિવર્તન.
બન્યા..
***