SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય પદ શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ : ૧૫ અંક : ૧૯ * તા. ૧૮- -૨૦૦૩ આચાર્ય પદ પામતા પંન્યાસજી મહારાજો પ. પૂ. સમતાનિધિ પંન્યાસ પ્રવર શ્રી સંચમરતિવિજયજી ગણિવર 66 દાદા મહારાજ’’ ના હુલામણના નામે પ્રસિધ્ધ આ પૂજ્યશ્રીનું જીવન ખરેખર જ ‘‘દાદા’’ જેવું વાત્સલ્યમય છે. ‘‘સોહનલાલ’’ ના નામે આ પુણ્ય પુરુષ લાલ બાગમાં એક અગ્રગણ્ય સુવાશ્રક તરીકે પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ નાચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પાવન સંગમે આરાધના કરતા હતા ત્યારે જ તેઓશ્રીના ઉદાત્ત ગુણોનો, પરિગ્ય સૌ કોઇ પરિચિતો - સાધર્મિકોને હતો. “મારો પરિવાર ધર્મ રંગે રંગાવો જ જોઇએ'' આ ભાવના તેઓશ્રીમાં તરવરતી હતી, જેના માટે તમામ પ્રયત્નો તેઓશ્રીજીએ કર્યા, જેના પરિણામે પોતે, બે પુત્રો, એક પુત્રી, એક પુત્ર વધુ, એક પૌત્ર અને બે પૌત્રીઓ આમ આઠ-આઠ પુણ્યાત્માઓ પ્રભુ શાસનની શ્રેષ્ઠતમસાધનારૂપ સાધુધર્મની આરાધના કરી રહેલ છે. આજે જયારે સાધુ સંસ્થામાં પાદવિહારીપણાના સ્થાને અનુચિત સાધનો ખુબ ઝડપથી પેસી રહ્યા છે ત્યારે હાર્ટ એક આવ્યા બાદ પણ દશ-દશ વર્ષ સુધી વિહાર કરતા હતા. ક્યારેક ૧૭-૧૭ કિ.મો.નો વિહાર હોય ત્યારે પૂજ્યશ્રી ૧૧ વાગે મકાને પહોંચ તા. ખાના દ્વારા પૂજ્યશ્રીએ આચારચુસ્તતાનું એક અનુકરણીય આલંબન પુરુ પાડયું છે. ૭૨ વર્ષનો બુઝર્ગ વયે પણ તેઓશ્રીના ચહેરા પર સદૈવ પ્રસન્નતા જ જોવા મળશે. તેઓશ્રીજીના પાસે આવનાર તમામ નીતરતા વાત્સલ્યના દર્શન થાય છે. પાસે આવનાર તમામને ‘‘મોક્ષ’’ ની યાદ તેઓશ્રીજી અપાવે છે. ગુરુસમર્પિતતા, પૂજયશ્રીમાં અનુપમકોટિની આપણને જોવા મળે છે. દીક્ષાથી માંડી આજ દિન સુધી પડછાયાની જેમ રુભગવંત ાસ રહી મોક્ષના મૂળ સમી ગુરુકૃપા તેઓશ્રીજીએ મેળવી છે. તેઓશ્રીજી આચાર્યપદે વિભુષિત થઇ અમારો ઉદ્ધાર કરે એજ અભ્યર્થના. પ. પૂ. પ્રવચનદક્ષ પંન્યાસપ્રવર શ્રી યોગતિલકવિજયજી ગણિવર જે સમયે સોહનલાલના તૃતીય પુત્ર નોતિનકુમારે સી.એ. સુધીનો વ્યવહારિક અભ્યાસ કરી ધંધાર્થે ઓફિસ શરૂ કરી દીધેલી, તે સમયે એક શુભાભિશુભ પળે ‘‘સૂરિરામ’’ ના શુભાશિષ તેમના ઉપર પડયા ત્યારે કોઇએ કલ્પના પણ નહોતી કરી કે આ શુભાશિષના ખાવા રૂડા ફળ આવશે. ઘણાં ઓછા સમયમાં આ પૂજ્યશ્રીએ આત્મગુણોનો એવો વિકાસ સાધ્યો છે કે તેમના પરિચયમાં આવનાર તમામયોગ્ય જીવોને ‘આત્મસન્મુખ’’ બનવાનું મન થઇને જ રહે છે. આજે જયારે ‘‘ધર્મની’’ દેશના ખરેખર જ ‘‘દોહિલી’' બની છે, ધર્માચાર્ય ગણાતાઓ પણ કેટલાક ધર્મને છોડીને બીજી-ત્રીજી દિશાની દેશના આપી રહ્યા છે ત્યારે એક અને માત્ર એક ‘‘આત્મહિત’’ ને અનુલક્ષીને વ્યાખ્યાન આપતા આ પૂજ્યશ્રીને સં.ળવા એ પણ એક જીવનનો લ્હાવો છે. ‘'એ સ્માર્થીઓનું આધ્યાત્મિક યોગક્ષેમ'' આ ગુણ તેઓશ્રીજીના જીવનમાં તરવરતો જણાય છે. અધ્યાપન-વાંચના આદિની રાકાષ્ટા જ તેઓશ્રીજીના આ ગુણને સ્પષ્ટરૂપે જગાવ છે. ટૂંક સમયમાં પ્રાપ્ત કરેલો યોગ્યતાને આચાર્ય ભગવંતોએ જે જોઇ છે તે આપણે પણ સ્પષ્ટ પણે નિહાળી શકીએ છી-મે. મૈં કે આ તા ઉપલક દ્રષ્ટિનું અવલોકન છે. તેઓશ્રીના વાસ્તવિક ગુણાના દર્શન માટે તો તેઓશ્રીનો નજદીકથી પ રેચય જ કેળવવો પડે. આજે તેઓશ્રીજી આચાર્યપદે આરૂઢ થઇ રહ્યા છે ત્યારે અમારા હૈયામાં હર્ષ સમાતો નથી. પૂજ્યશ્રીએ આજ સુધી અને જીવોને બાત્મહિતનું ભાન કરાવનારા બન્યા છે અને બની રહે એજ અભ્યર્થના. tetette 306 33x3x3x3
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy