SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાયેલ ગીત શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષઃ૧૫૨ અંકઃ ૧૭ * તા. ૨૫-૨-૨૦૦૩ પૂ. વિમલકાતશ્રાજી મ.સા.ના ગુણાનુવાદ વખત ગવાયેલ ગીત ગુણ ગાતા ગિરુઆ તણા રે લોલ, ગુણ આવે નિજ અંગ રે; અનંત-ઉપકારિ ગુરુરાજ છે રે લોલ, તરવા ભવોદધિ જહાજ રે..... ગુરુજીની જોડ જગે નહિ જડે રે..૧ દિપચંદભાઇ કૂળે દીપીયા રે લોલ, જશવંતી વ્હેન કૂખે આયરે; ‘વિમલા વ્હેન’ નામને ધર્યા રે લોલ, વર્ષ ચૌદે વર્યા મનસુખભાઇ રે.....ગુરુજીની...૨ વર્ષ ચોવીશે વ્રત ચોથુ લહ્યું રે લોલ, જીવન કરવા વિમલ નિરધાર રે; વાણી સુણી ગુરુ રામની રે લોલ, લઇ પ્રેમસૂરિની આશિષ રે..... ગુરુજીની...૩ ત્યાગ વિરાગ મિત્રાનંદ મન ભર્યા રે લોલ, લાગે સંસાર કારાવાસ રે; લહી અનુમતિ સ્વજન વર્ગની રે લોલ, મીટ માંડી છે મોક્ષને માર્ગ રે.....ગુરુજની...૪ ‘છ’ વર્ષનું બાળ મહેન્દ્ર મૂકી રે લોલ, જેના જતન સોપ્યા જયાબ્વેનને રે; ધીરૂભાઇએ ધીરતા પૂરી પાડી રે લોલ, નિશ્ચિત રહેજો એ મારૂ બાળ રે.....ગુરુજીની...૫ બાવચંદભાઇએ ઓત્સવ મંડાવીઆરે લોલ, સગા સ્નેહી સર્વને લહી સાથ રે; ભવ્ય એ દીક્ષા તણા મંડાણ કરે રે લોલ, વધતો છે ઉલ્લાસ ઉમંગ રે. .ગુરુજીની...૬ સંવત બે હજાર અગ્યાર સાલે રે લોલ, સુદી જેઠ પંચમી શુભ વરતાય રે; આદિજીન ચૈત્ય ભાયખાલા સ્થળે રે લોલ, જીહા દીક્ષા કેરા મંડપ મંડાય રે....ગુરુજીની...૭ અધ્યાત્મ યોગિ પંન્યાસ ભદ્રંકરજી રે લોલ, આરાધક નવકારના અોડ રે; કરે વાસ નિક્ષેપ દીક્ષા તણો રે લોલ, દિયે શિક્ષા ભવસેતુ જીનઆણ રે.....ગુરુજીની...૮ છોડી માતા એક ને હવે આઠ છે રે લોલ, કરો તેની સદા સંભાળ રે; ગુરુજીની શીખ હૈયે ધરી રે લોલ, આદરે આજીવન અંતિમ શ્વાસ રે.....ગુરુજીની...૯ નામ કામ હતા વિમલ બાલ્યથી રે લોલ, સ્વભાવે રક્ષતા સહેજે વિમલભાવ રે; કરવા આતમ પણ વિમલ ભણી રે લોલ, ઘરે પૂજ્ય પણ ‘વિમલકીર્તિશ્રીજી નામ રે...ગુરુજીની...૧૦ પુત્ર ‘પ્રવિણને’ દીક્ષા દીધી રે લોલ, લઘુબાળનો તજ્યો જેણે મોહ રે; નાની ઉંમરે સજોડે દીક્ષા ગ્રહે રે લોલ, થાય શાસન પ્રભાવના વૃદ્ધિવંત રે.....ગુરુજીની...૧૧ ગ્રહી સાથ મનસુખભાઇ તણો રે લોલ, થયા દીક્ષીત ‘મહાબલવિજયજી’ સાથ રે; પુત્ર ‘પ્રવિણ’ ને આગળ કરી રે લોલ, નામે ‘પુણ્યપાળ’ કહેવાય રે...ગુરુજીની..૧૨ વર્ષ ઓગણત્રીસે વીરાંગના રે લોલ, મોક્ષ ‘લક્ષ્મી-જયા’ ના વારસદાર રી; ‘ભદ્રપૂર્ણ’ પ્રકૃતી ગ્રહી સાથમારી લોલ, શીષ સોપ્યુ ‘નિરંજના’ ગુરુ પાય રે.....ગુરુજીની ..૧૩ ‘પુણ્યપ્રભા’ વધી વેશ આર્યા તણે રે લોલ, ગુરુ વ્હેન સ્થાને થયા જે હ રે; કરે સંયમ સહાય આજીવન લગે રે લોલ,મોકલે અંતે સમાધિ પ્રેરક પત્રો રે.....ગુરુજીની...૧૪ જ્ઞાન-દર્શન-ચારિત્ર નીરે રે લોલ, કર્યાં છે કર્મ મલ સ્નાન રે; તપ-જપ-ભક્તિ દુકુલ ધર્યા રે લોલ, ધ શમ-દમ-ગુણ સુરંગે ભર્યાં રે લોલ, શણગાર પ્રશમ અલંકાર રે.....ગુરુજીની...૧૫ આચાર વિશુદ્ધિ અપાર રે; ૧૧૪૨
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy