SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુંવાદ શ્રી જૈનશાસન (અઠવાડીક)* વર્ષ: ૧૫ * અંકઃ ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ પ્રશાંત્યમૂર્તિ પૂ. વિાલકીર્તિશ્રીજી 1. તો સા. તપોરત્નાશ્રીએ કરેલ ટ્યુલાનુંવાદ વિ.સં.૨૦૫૭, પ્ર.આ.વ. ૭ સાંજે શા થી ૪ જેના સ્વભાવે સરળતાના પુષ્પો રહ્યાતા' ખીલતા, જેના હૃદયમાં વિમલતાના સૌરભો રંગરેલતા; જેના પવિત્ર નેત્રો સદાએ પ્રશમરસ ઝરાવતા, આશિષગુરુ ‘વિમકીર્તિ કેરા કર્મમલ હઠાવતા ॥ எ જેમ મનુષ્યનું મુખ એ હૃદયનો અરિસો છે. અર્થાત્ મુખાકૃતિ તથા ચહેરાના હાવ ભાવ ઉપરથી મનુષ્યોના ગુણો પરખી શકાય છે. માટે જ કહ્યું છે‘‘આકૃતિ: ગુણાન્ કથયતિ’’ આ ઉક્તિ અનુસારે ઉપરની સ્તુતી દ્વારા ‘‘ગાગરમાં સાગર’’ રૂપે મારા પરમોપકારી પૂ. ગુરુ ભગવંતના ગુણવૈભવની ઝાંખી જરૂર થઇ જાય છે. પરંતુ પરમÄ ઉપાધ્યાયજી ભગવંતનું વચન છે. ગુણગાતા ગિરૂઆતણા, ગુણ આવે નિજ અંગ’’ ગુણીઓના ગુણો વારંવાર જોવા, વારંવાર બોલવાથી, સ્વદોષો દફનાવી ગુણો પામી શકાય, ત્યારે મારા પરમ ઉપકારિ ગુરુભગવંતના ઋણભાર નીચે લદાએલા એવા અમને આ ગુણાનુંવાદ દ્વારા આંશિક ઋણમુક્તિની તક છે. આવી તક વારંવાર મળતી નથી માટે આજે તો તેઓશ્રીજીની નિશ્રામાં ૨૨ વર્ષ દરમ્યાન જે જે અનુભવવા અને સાંભળવા દ્વારા ગુણવૈભવ વિલાસ જોવા-જાણવા મળ્યો છે. તેને તમારી વચ્ચે ખુલ્લો કરી સ્વ-પર અનુમોદના સાથે હિતના ભાગી બનીએ એજ શુભેચ્છા પૂર્વક આગળ વધુ છું. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામિ પરમાત્મા સ્વમુખે જે ક્ષેત્રનું વર્ણન કરે છે. તે પુનિત ‘વિમલાચલની’’ ગોદમાં વસેલા જેસર ગામમાં, દિપચંદભાઇના કૂળને દીપાવનાર, જશવંતીબ્લેનની કુખને અજવાળનાર, પૂ. ગુરુદેવનો જન્મ થયેલો, ‘“પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે’ફણીધર આ ઉક્તિ અનુસાર ભદ્રક મુખાકૃતી, ભવિષ્યમાં પણ નામ, કામ અને સ્વભાવને પણ વિમલપણાથી સંપન્ન કરનાર બનશે એ હેતુ જ હોય નહિ જાણે તેમ વડીલોએ ‘‘વિમલા’’ એ પ્રમાણે નામ રાખેલ, બધા ભાઇબ્વેનોમાં વડીલવર્ગોની મહેરનજર, વાત્સલ્ય, આત્મીયતા વિમલાવ્હેન ઉપર હમેશા વિશેષ રહેતી. તે વખતના વ્યવહાર અનુસારે માત્ર ચૌદ વર્ષની ઉંમરે તો તે જ ગોદમાં અર્થાત્ - વિમલાર લથી નજીક આવેલા ગાધકડાના વતની મુંબ નિવાસી, શ્રેષ્ઠીવર્યશ્રી મનસુખભાઇ દૂધવાળાની સાથે લગ્નગ્રંથીથી જોડાયા. પરંતુ ધર્મિષ્ટ માત-પિતાના સંસ્કાર-સ્વરૂચી અને ખાનદાનીના યોગે ધર્મની પ્રધાનતા હમેશા હૃદયમાં જાજ્વલ્યમાન રહેતી. જેથી સુ.શ્રા.મનસુખભાઇના જીવનમાં પણ ધર્મની લાગણી વૃદ્ધિવંત બનતી રહી. અને કંદમૂળ ત્યાગ વગેરે શ્રાવક ધર્મના પાયા પૂરાયા સાથે સંસારના ફળરૂપે ૫ વર્ષના વિલંબ પછી પણ મોટો ‘‘પ્રવિણ’’ અને નાનો મહેન્દ્ર એમ અનુક્રમે બે પુત્ર ત્નની માતા બન્યા પરંતુ ધર્મ-કર્મની વિષમતાને સમજનાર ધીરગંભીર પ્રકૃતિના કારણે કદિ પણ પુત્ર ત્યેનો મોહ બિનમર્યાદપણાને પામ્યો ન હતો અર્થાત્ કુટુંબીઓની કાળજી વડીલોની સેવા-આમન્યાદિમાં તેઓશ્રીજીનું મન સદા મસ્તી અનુભવતું માટે જ કુટુંબ આખાનું વાત્સલ્ય બંને બાળકો ઉપર વિશેષ રહેતુ. ૧૪ વર્ષે લગ્ન થયાને દશકો પૂરો થયો કે નહિં ત્યાં તો પૂજ્યપાદ આ.ભ.વિ. રામચંદ્રસૂરિશ્વરજી મહાર જાની મોહ પ્રત્યે ગારુડીમંત્ર સમાન એવી અમોઘ દેશના સાંભળી સુ.શ્રા.મનસુખભાઇ વૈરાગ્યથી વાસિત બન્યા, એક આર્યાપણાના, પતિની છાયા બનીને 4 ૧૧૨૨
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy