________________
મહાસતી-સુલસા
લેખાંક - ૧૩મો
શ્રી જૈન શાસન (અઠવાડીક) + વર્ષ:૧૫ અંક:૧૧ તા.૨૪-૧૨-૦૦૨
મહાસતી – સુલસા
-
રાજ્યેષ્ઠા ગરજી ઉઠી.
ૐ સ્, મુગ્ધા, તારો પ્રલાપ બંધ કર. તે આ શું માંડ્યુ છે? મારા જેવી પરમ શ્રાવિકાઓ પાસે જિનવચનની નિંદારતાં અને છલોછલ જૂઠથી ભરેલા શૈવ ધર્મનું પ્રતિપાદન કરતાં તું શરમાતી નથી?
નિર્લજ્જ ! આ તારા દુ:સાહસનો વિપાક શો આવશે ? એય વિચારવાની શક્તિ તે ગુમાવી દીધી છે.. ‘ના, કુમારી, તમે ભૂલો છો..
રત્ય, અરિહંતના મતમાં નથી. સત્ય છે, પરિવ્રા૮કોના શૌચમતમાં.
મોક્ષ, આહર્ત ધર્મના પાલન દ્વારા નહિ મળે. મોક્ષ મળશે, પરિવ્રાજક બનવાથી..
સાત્મિક સુખની દેન જૈનમત નહિ આપી શકે. એ આ શે બ્રાહ્મણોનો મત.
હું સાચું કહું છું.
રાત્ય એ કાંઈ જિનેશ્વરોનો વિશેષાધિકાર નથી. મોક્ષ એ કાંઇ જૈનોની જાગીર નથી.’'
અવિચારી પરિવ્રાજિકાએ બેશરમ અટ્ટહાસ વેર્યો. મિથ્યાત્વના વિષ તેના રક્તના બુંદે બુંદમાં ફેલાઇ ચૂક્યાં હતાં. રું ના ગાત્રની પ્રત્યેક રૂંવાટીઓ મિથ્યાભિમાનના આવેશમાં તપી રહી હતી.
પરિવ્રાજિકાનો આવા નિર્વસ્ત્ર પ્રલાપને સુજ્યેષ્ઠા સહી શકી નહિ. એમાંય એણે કરેલી જિનમતની નિંદાથી તો સુજાષ્ઠાના લોહીનું ટીપે ટીપું ઉકળી ગયું. ચહેરો લાલઘૂમ બની ગયો. તપાવેલા તાંબા જેવો સ્તો.
એણે તલવારની ધાર જેવી અણિયાળી ભાષામાં પરિવ્રાજિકાની ખબર લઈ નાંખતા કહ્યું:
જુ
T& Cont
- મુનિ હિતવર્ધન વિજય
બેશરમ..
|
સો ટચના સોનાને કથીર જાહેર કરતાં તું શરમાતી નથી? હળાહળ જૂઠને સત્યના લેબાશોમાં વીંટવાની એ જૂઠ શું સત્ય બની જતું હશે ? યાદ રાખ, સાચો ધર્મ એ જ છે, જે જિનેશ્વરોએ ભાખ્યો છે. સત્યના ત્યાં ડેરા તંબૂનંખાયા છે. મોક્ષના ત્યાં રીઝર્વેશનો વેચાઈ રહ્યાં છે. સીવાય અરિહંતની આજ્ઞા, મોક્ષ આપવાની હેશિયત આ સંસારમાં છે કોની?
અધમ, અમૃતને ઝેર કહીને વખોડવાની દુદશ્ચર્યા હવે બંધ કર. સુગંધથી તરબતર થતા મધને કારેલાંના રસ સાથે સરખાવવાની કુચેષ્ઠા રહેવા દે..
તારા મતમાં અને તારા પ્રતિપાદનમાં ક્યાંય સત્ય નથી. અઘોર અજ્ઞાનનું એક દૃશ્ય માત્ર છે, એ મત જડ ક્રિયાઓનું દર્શન માત્ર છે, એ મત.
તુ સમજી લે એ તથ્યને કે બધીય ધર્મક્રિયાઓનું મૂળ અહિંસા છે. અહિંસા વિનાનો તપ નિષ્ફળ. જપ નિષ્ફળ. દાન નિષ્ફળ. પૂજા-અર્ચન નિષ્ફળ. સંન્યાસ પણ નિષ્ફળ.
ખેતર ખેડવું હોય તો પહેલી શર્ત છે પાણીની. જળ વિના ખેતર ખેડાય એ શક્ય નથી. ધર્મ આદરવો હોય તો પહેલી શર્ત છે અહિંસાની હિંસાના ત્યાગ વના ધર્મ આચરી શકાય, એ સંભવિત નથી.
જળ એજો ખેતીની પૂર્વ શરત છે. તો જયણા એ ધર્મની પૂર્વ શરત છે.
મૂર્ખ, તારા શૌચમતમાં છે ક્યાંય અહિંસાની શોધ ? ડગલે ને પગલે સરોવરમાં સ્નાન કરનારા, વારે ને તહેવારે જળાશયોમાં ડૂબકીઓ લગાવનારા, ઇચ્છા જાગે ત્યારે