________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ : ૧૫૦ અંક : ૮ તા. ૨૬-૧૧-૨૦૦૨
પરમ ગુરુદેવ નિસ્પૃહી શિરોમણિ
હાલારદેશો દ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ્ના પટ્ટ ? પરમ ઉપકારી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વવરજી મહારાના ઉપદેશથી જૈન જગતને જાગૃત કરતા
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
ભૂખ્યા પ્રત્યે સાધુનો વર્તાવ અને તમારો વર્તાવ
રાજાકેવો હોય?રાજા તરીકેપ્રજાનું રક્ષણ કરવા બંધાયેલો જ ને? એતો શત્રુઓને કહી દે કે, તમે મારા કોઈ પણ પ્રજાજનને પીડી જાવ ને હું જોઈ રહું, તે બને નહિ. મારી પ્રજાનું રક્ષણ હું કરું નહી અને હુંરાજા બન્યો રહું, એ બને નહિ. આ રાજા છે માટે આ વાત છે. આ કાંઈ સાધુ નથી.
આજે કોઈ ભૂખ્યો મારી પાસે આવે તો હું શું કરું ? એને હું સમજાવવા જોગું સમજાવું, એટલું જ ને ? એને ધર્મ ઉપર અપ્રીતિ પેદા થાય નહિ, એવી રીતે વાત કરું, એ જ પ્રાય: મારાથી બને ને ? અને તમારી પાસે કોઈ ભૂખ્યો ભીખ માગતો કે ખાવાનું માગતો આવ્યો હોય, તો તમારાથી મારી જેમ વાત કરીને ભૂખ્યો રવાના કરાય ? ન કરાય ને ? કેમ કે, તમે ઘર માંડીને બેઠા છો. તમારી પાસે ખાવાનું છે અને તે એ ભૂખ્યાને આપી શકાય તેમ છે, તેમ છતાં પણ જો તમે એને એમ કહો કે, ‘આ તો કર્મનો ખેલ છે, સૌને પોતપોતાનાં કર્મ ભોગવવાં પડે, તને ખાવાનું નથી મળતું એ તારા કર્મનો વિપાક છે, માટે તું તારું એ કર્મ ભોગવી ’ આમ કહીને જો તમે એને પાછો કાઢો, તો એમાં તમારો ધર્મ પણ લાજે, તમારી માણરાઈ પણ લાજે, તમારી જાત પણ લાજે અને તમારું કર્મનું જ્ઞાન પણ લાજે. તમારે પહેલાં તો એ ભૂખ્યાની ભૂખનું દુ:ખ ટાળવું જોઈએ. સાધુની જેમ તમારાથી પણ એને કહેવાજોગી સ રી વાત કહેવાય ખરી, પણ તમારાથી પહેલાં એનું ભૂખનું દુ:ખ ટાળ્યા પછીથી જે બે સારી વાત કહેવી હોય, તે કહેવાય. એમ આ રાજા છે. એટલે કોઈ પણ શત્રુ આવે અને હેરાનગતિ ઉભી કરે, તો તેની સામે ગયા વિના, તેનો શક્ય સામનો કર્યા વિના રહેવાય નહિ. કદાચ એમાં રું ને મરવું પણ પડે તેમ હોય, તો એ મરવાનું પસંદ કરે, પણ શત્રુને એ પોતાની પીઠ બતાવે નહિ.
||3222222222382
શાહ ગોવીંદજી મેપાભાઈ મારૂ પરિવાર, સીકાવાળા ભીવંડી, ગોકુલ નગર, ઘાટકોપર, ગરોડીયાનગર, મુંબઇ
ની એક્સઝ પરિણાન મિં
2323832 2832322
"હું ગર્ભગમને !