________________
વિજય રામચંદ્રસૂ·િ સ્મૃતિ મંદિર
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૩-૪૦ તા. ૧૧-૯-૨૦૦૧
૩૦૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ કહી શકાય એવો વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠાનો મુહૂર્તગ્રહણ પ્રસંગ
અમદાવાદ
તા. ૨૯ : સાબરમતીને કાંઠે રામનગરમાં નિ ર્માણ પામી રહેલાં ભવિષ્યના એક ઐતિહાસિક સ્થ ત્યરૂપ વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિ મંદિરમાં ચાતુર્મા । બાદ થનારી પ્રાણપ્રતિષ્ઠા તેમ જ મૂર્તિપ્રતિષ્ઠાનાં,ભ મુહૂર્તો રાજશાહી દબદબા સાથે ગ્રહણ કરવાનો એક ઐતિહાસિક કાર્યક્રમ શ્રાવણ સુદ-૭ શનિવાર ૨૮ જુલાઈના રોજ પાલડી પ્રીતમનગરના અખાડાના વિશાળ ગ્રાઉન્ડમાં શ્રી કુંથુનાથ જૈન સં ના સહયોગપૂર્વક વિજય રામચન્દ્રસૂરિ મહારાજ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે ઊજવાઈ ગયો.
-
સૂત્રો દ્વાઃ। પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર સાબરમતી રામે નગરમાં આજથી દસ વર્ષ પૂર્વે જૈન શાસનના એક ૨ ર્વોચ્ચ સત્તાધીશ તપોગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ મહારાજાના પાર્થિવ દેહને ત્રણ ત્રણ લાખ, માનવમેદની વચ્ચે અગ્નિદાહ દેવાયો હતો. એ સમાધિસ્થળે, ગુરૂભકતો દ્વારા આકાર લઈ રહેલા શ્રી શંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ જિનમંદિર તથા વિજય ૨ાનચંદ્રસૂરિ ગુરૂમંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાનાં મુહૂર્તો ગ્રહણ કરવા માટેની એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ દર્શન ગલેથી થયો હતો, જે શોભાયાત્રામાં ચાર હાથી, આ દાવાદની તમામ બગીઓ, ૩ જીપો, પાંચ ઘોડા ત્ થા હજ્જારો ગુરૂભકતો ગ્રજશાહી પહેરવેશમાં જો યા હતા. જે શોભાયાત્રા પ્રીતમનગરનાં અખાડાના ગ્રા ન્ડમાં ધર્મસભારૂપે પરાવર્તન પામી હતી. ગચ્છન યક વયોવૃદ્ધ જૈનાચાર્યશ્રી મહોદય સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી મિત્રાનંદસૂરિ મ., પૂ. આ. શ્રી જયકું રસૂરિ મ., પૂ. આ. શ્રી મુકિતપ્રભસૂરિ મ., પૂ. આ. શ્રી હેમભૂષણસૂરિ મ., પૂ. આ. શ્રી નરવાહનસૂરિ ., પૂ. મુ. શ્રી ભવ્યદર્શન વિ. ગણી પૂ. મુ. શ્રી નરવર્ધન વિ. ગણીવર્ય આદિ સુવિશાલ સાધુ - સાધ્વી અને પાંચ હજારની વિરાટ જનમેદની
૪૩
વચ્ચે સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તે પૂર્વ માનનીય શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ, ત્યારબાદ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓએ અમદાવાદના આંગણે આવેલા આ એક પ્રતિષ્ઠાના મહાન પ્રસંગે ભારતભરનાં સંઘો વતી મુહૂર્ત પ્રદાન કરવા માટે વિનંતી કરી હતી. આ પ્રસંગે સોના - ચાંદીની શાહીથી લખેલ દોઢ મીટર લાંબો વિનંતીપત્ર સભાને સંભળાવીને ગચ્છાધિપતિશ્રીજીના વરદ હસ્તમાં સુપરત કરાયો હતો. ત્યાર બાદ મુંબઈ મલાડથી આવેલા બેન્ડની સૂરાવલિ વચ્ચે ગચ્છાધિપતિશ્રીજીએ મુહૂર્ત પ્રદાન કરતાં પ્રાણપ્રતિષ્ઠા માટે વિ. સં. ૨૦૫૮ મહા સુદ - ૧૦, ૨૨ ફેબ્રુઆરી એ પ્રતિષ્ઠા માટે મહા સુદ ૧૩, ૨૬ ફેબ્રુઆરીનું મુહૂર્ત આપતાં સભાના વાતાવરણમાં ખુશનુમા ફેલાઈ ગયું હતું.
આ પ્રસંગે ગુજરાત સમાચારના માનનીય તંત્રી શ્રેયાંશભાઈએ ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યકત કરી હતી. ભારતભરના ભાવિકો તરફથી આ પ્રસંગે પૂર્ણાહુતિ સમયે સમસ્ત શ્રોતાજનોને એક શ્રીફળ, નાનકડો ગોળનો રવો, મીઠાઈ બોકસ તથા રોકડા રૂા. ૮૦ની પ્રસાદી અપાઈ હતી. અમદાવાદના છેલ્લાં ૩૦૦ વર્ષના ઈતિહાસમાં આ રીતે રાજશાહી દબદબા સાથે પ્રતિષ્ઠા મુહૂર્તગ્રહણનો આ પ્રથમ જ પ્રસંગ હશે એમ કહી શકાય.
(સમકાલિન)
પ્રસંગ પરાગ
તોછડા વર્તન માટે જનરલ મેકલીનને સેનાપતિપદેથી દૂર કરવાનો પ્રસ્તાવ આવતાં પ્રમુખ લિંકને તેનો વિરોધ ‘પણ એ તો જાહે૨માં આપને ભાંડે છે તેનું શું ? એમ પૂછતાં લિંકને કહ્યું : “એ તેની ‘માણસ' તરીકેની નિર્બળતા છે; પણ સેનાધિપતિ તરીકે તો એ જ યોગ્ય છે. યુદ્ધમાં જીતીને આવે તો હું જાતે તેના ઘોડાની લગામ પકડીને આગળ ચાલું.’’