________________
સુખ શામાં ? તૃષ્ણામાં કે ત્યાગમાં ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વર્ષ ૧૪ ૭ અંક ૩-૪
સુખ શામાં ? તૃષ્ણામાં કે ત્યાગમાં છ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાને આકાશ જેવી અનંતી કહી છે. આપણા સૌના સ્વાનુભવમાં પણ છે કે, એક ઈચ્છા પૂરી થઈ ન થઈ ત્યાં તો બીજી ઈચ્છા આવીને ચઢી બેસે છે, ઈચ્છાનો અંત જ આવતો નથી. ઈચ્છા, તૃષ્ણા, લાલસા, પિપાસા એકાર્થવાસી શબ્દો છે. બધીજ અશાંતિનું મૂળ વિચારીએ તો ઈચ્છા તૃષ્ણા - લાલસા આદિ રાક્ષસીઓએ જમાવેલ કબજો છે. આ બધાનું ઉદ્ગમ સ્થાન મન છે અને મન ઉપર એવું સ્વામિત્વ આ બધાએ જમાવ્યું છે કે જેના કારણે આપણા આત્માની હિતશત્રુ હોવા છતાં સન્મિત્ર જેવો દેખાવ કરે છે. તૃષ્ણાથી રહિત મન તે જ શાંત - સ્થિર મન તૃષ્ણાયુકત મન એટલે અશાંતિ અસ્થિરતાનું સામ્રાજ્ય ! મનની શાંતતા સ્થિરતા વધુ તેમ જીવના વિચાર - વાણી - વર્તન - વ્યવહાર પણ સુંદર મનની અશાંતતા - અસ્થિરતા વધુ તેમ બધું ડહોળાયેલું. તેના જ કારણે મન એવા વિચાર કરે છે વાણી વદે છે, વર્તન કરે છે. જે સ્થિરતા ગુણ પામવામાં અવરોધક બને છે. માટે મનને જીતવા પ્રયત્ન કરવો અનિવાર્ય જરૂરી છે.
માણસની તૃષ્ણાઓ - લાલસાઓ મનની બાહ્યા અપેક્ષાઓ, અધિકારવૃત્તિ, આગ્રહમાંથી વકરે છે. વસ્તુ માત્ર પ્રત્યેનો રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધ આ લાલસાઓમાંથી આકાર લે છે, સર્જાય છે પછી તેને જ વશ પડેલો આત્મા મનરૂપી મર્કટ નચાવે તેમ નાચે છે, કહે તેમ કરે છે અને તેમાંથી જ વાદ - વિખવાદ, કલેશ
સંકલેશ, ના દ્વન્દ્વો જન્મે છે અને અનંતબલી આત્મા કાયર, પરવશ, પરાધીન બની સાચી સ્વતંત્રતા ભૂલી જાય છે. કામનાઓ છે ત્યાં પરાધીનતા છે પછીની પરિસ્થિતિનો અનુભવ છે.
રાગ અને વિરાગ, પ્રેમ અને નફરત, વૈર અને વાત્સલ્ય આમાંથી જન્મે છે જે વસ્તુ કે વ્યકિત પ્રત્યે મન સંવેદનશીલ બની, તેને જ બધા સુખનું મધ્ય કેન્દ્ર માને છે તેના તરફ તે સતત આકર્ષાય છે, તેને પોતાની જ માલીકીની બનાવવા બધા પ્રયત્નો કરે છે અને પોતાની ની જતા જાણે ત્રણે લોકનું સામ્રાજ્ય મલી ગયું તેવી પ્રેમની લાગણી બને છે. પછી મહોન્મત્ત બની બાહોશ
૪૨
તા. ૧૧-૯-૨૦૦૧
પૂ. સા. શ્રી નિર્વિદ૨ત્નાશ્રીજી મ.
પણ બેહોશ અને મદહોશ બને છે. દશાનો ક્ષણિક આફરો ઉતરી જતા, પરિસ્થિતિ પલટા જે વ્યક્તિ કે વસ્તુ તરફ પ્રેમ ઉભરાતો હતો તેના બદલે નફરત પેદા થાય છે. કારણ પોતાની અપેક્ષાઓ ર તોષાઈ નહિ, અધિકાર મનાયો નહિ, આગ્રહ પૂર્ણ રૂ થતાં નિરાશા અને નિષ્ફળતાના નકારમાંથી ધિક્કારન લાગણી પેદા થાય છે જેમાંથી તિરસ્કાર જન્મે છે અ. અંતે નફરત પેદા થાય છે. જેના વિના ચાલતું ન હ,, રહી શકતો ન હતો તેની ત૨ફ ધૃણા - નફરત થાય છે. એકવાર કે વારંવાર થતા નકારાત્મક અનુભવો મનમાં વિકૃત ભાવો જન્માવે છે અને પેટનો બળ્યો ગામ બાળે છે. બીજાની ખાના – ખરાબી, ખુવારી કરવા નું ખુન્નસ ચઢે છે. માટે જ જ્ઞાનિઓ પોકારી પોકારીને કહે છે કે- હે ભદ્રો ! ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લાલસા ખોને કાપો ! જીતો... ! તેના પ્રભાવમાં આવેલા જીવ ની મોહોન્મત્ત દશાના પરિણામો વિચારો રાગ - દ્વેષ દિને આધીન બનેલ માણસ અસંતોષ વ્યકત કરે છે, બ ળાપો કાઢે છે, નફરત - તિરસ્કાર કરે છે. રાગ - દ્વેષને આધીન નહિ બનનાર સ્વસ્થ અને સ્વચ્છ રહે છે. પરિસ્થિતિને પચાવે છે.
પરિસ્થિતિને પચાવનારના જીવનમાં પ્રકાશ છે, જાગૃતિ છે, વિશાળતા, ઉદારતા, પ્રસન્ન ના છે. જ્યારે પરિસ્થિતિને પરવશ થનારના જીવનમાં નિર્દયતા, નિષ્ફળતા, નિરાશાનો ઘોર અંધકાર હું . વસ્તુ વ્યકિત પ્રત્યેનો રાગાદિનો અભિગમ છે ત્યાં છે અરાજકતા, અસંતોષતા, સંઘર્ષ, પ્રતિધવૃત્તિ અને ચિત્ર - વિચિત્ર પ્રતિક્રિયાઓ હૃદયમાં સંકી ગ઼તા, ઈર્ષ્યા, દ્વેષ, વૈરવૃત્તિ પડી હોય તે બીજાને [ રસ્કાર અને નફરત આપે માલિકીપણાની ભાવના ળવત્તર બને ત્યાં નફરતનો ત્રાસ અને ત્યાગની ભાવના બળવત્તર બને ત્યાં જ પ્રભુનો વાસ આત્માનું અ ત્મામાં સાચું મિલન ત્યાગ અને સમર્પણ ભાવોથી વસિત બની, તૃષ્ણાઓને જીતી આપણે સૌ પણ પર ત્મા પણાને પામીએ તે જ કામના,