SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કિતના સડસઠ બોલની વિચારણા ચતુર, સુખી, સંગીતનો જાણ યુવાન સ્ત્રીથી પરિવરેલો એવો યુવાન પુરૂષ કિન્નરોના ગીતોને જે ઉત્સુકતા અને રાગપૂર્વક સાંભળે તેના કરતાં પણ અધિક રંગથી જિનવાણી શ્રવણ કરે તે શુશ્રુષા ગુણવાળો હવાય. શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૦ અંક ૩-૪૦ તા. ૧૧-૯-૨૦૦૧ ઉપચારથી દર્શનવાળા પણ દર્શન કહેવાય. આ શ્રી અરિહંતાદિ દશ સ્થાનોની વ્યકિત, પૂજા, ગુણોદ્ભાવન, અવર્ણવાદ ત્યાગ, અનાશના તે દર્શન વિનય કહેવાય. ૨. ધર્મરાગ :- શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એમ બે પ્રકારનો ધર્મ છે. તેમાં શ્રુતધર્મનો સમાવેશ શુશ્રુષામાં આવી જાય છે. તેથી અહીં ધર્મરાગ ને ચારિત્ર ધર્મનો રંગ જાણવો. તથા પ્રકારના કર્મોદયે ચારિત્રધર્મ ન પણ પામી શકે તો પણ જંગલમાંથી આવતો દુ:ખી, ભૂખથી દુર્બલ એવા બ્રાહ્મણને ઘેબરની જેવી ઈચ્છા હોય તેના કરતાં અધિક ઈચ્છા ચારિત્રધર્મની હોય. ૩. યથાસમાધિ ગુરુ – દેવની વૈયાવચ્ચ :- ગુરુ એટલે ધર્મોપદેશક શ્રી આચાર્ય અને દેવ એટલે શ્રી વીતરાગ પરમાત્મા. દેવ અને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા ગુરુ છે માટે અહીં ગુરુ પદ પ્રથમ જણાવ્યું. યથાસમાધિ એટલે સમાધિનો ભંગ કર્યા વિના ગુરુ દેવની યથાશકિત સેવા - ભકિત – વિશ્રામણા - પૂજા આદિ કરવા તે યથાસમાધિ ગુરુ દેવની વૈયાવચ્ચ હેવાય. વિદ્યાસાધકની જેમ અપ્રમત્તપણે કરે. - ધર્મ અને ધર્મીને એક ગણાવી આને સમ્યક્ત્વના લિંગો કહ્યા છે, જેના દ્વારા આત્મામાં સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થઈ છે તેનો નિશ્ચય કરાય છે. દશ વિનય : આત્મા ઉપર લાગેલાં કર્મોને દૂર કરે તેનું નામ ઘેનય છે. વિનયને મોક્ષનું બીજ કહેવાયું છે. ૧. અર્હન્ત એટલે શ્રી તીર્થંકર, ૨. આઠે કર્મથી મુકત તે સિદ્ધ ભગવંતો, ૩. શ્રી જિનેશ્વરની પ્રતિમા રૂપ પત્યો, ૪. શ્રી આચારાંગાદિ આગમ સ્વરૂપ શ્રુતજ્ઞાન, ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ, ૬. શ્રમણ સમુદાય રૂપ સાધુવર્ગ, ૭. આચાર્ય, ૮. ઉપાધ્યાય, ૯. જીવાદિ તત્ત્વોને કહે તે પ્રવચન એટલે સંધ અને ૧૦ ર્શન એટલે સમ્યક્ત્વ ગુણ અને ગુણીને એક માનવાથી ૩૨ = ૧. ભકિત :- ગુર્વાદિ ડિલો આવે તો સામે લેવા જવું, બેસવા આસન આપવું, પર્યુપાસના સેવા કરવી, હાથ જોડવા, જાય ત્યારે મૂકવા જવું ત્યાદિ બાહ્યા આદર - સત્કાર તે ભકિત કહેવાય. ૨. પૂજા :- ગંધ, ધૂપ, માળા, વસ્ત્ર, પાત્ર, આહાર – પાણી આદિથી સત્કાર ક૨વો તે 1 જા કહેવાય. અન્યત્ર (સજ્ઝાયમાં) પૂજા જગ્યાએ ‘બહુમાન’ પદ જોવા મળે છે. બહુમાન કેટલે હૈયાના ઉલ્લાસ - ઉમળકા પૂર્વક આદર - સત્કા૨ ૨વો તે. જેમ ગૃહસ્થોને દીકરી અને જમાઈ આવે તો કેવો હૈયાનો ઉમળકો ઉછળે છે તેથી પણ વિશેષ બહુમાન આ દશે સ્થાન વિષે હોય. ૩. વર્ણોજ્વલન :- વર્ણ એટલે પ્રાંસા. જ્વલન એટલે જ્ઞાન વગેરે ગુણોનું પ્રકીકરણ. પ્રશંસા કરવા પૂર્વક દશે સ્થાનોના ગુણો પ્રકટ કરે તે વર્ણો જ્વલન. સજ્ઝાયમાં ‘ગુણ સ્તુતિ' તેમ કહ્યું . ૪. અવર્ણવાદનો ત્યાગ :- આ દોની નિંદાનો ત્યાગ. કોઈની પણ નિંદા કરવાની નથી. તેમાં ય ગુણવાન આત્માની નિંદા તો કયારે ય કરવ ની નથી. ૫. આશાતાનો પરિહાર :- મ - વચન - કાયાથી પ્રતિકૂળ વર્તનનો જે ત્યાગન આશાતના પરિહાર કહેવાય. આત્માના જ્ઞાન - દર્શ - ચારિત્રાદિ ગુણોનો નાશ કરે તે આશાતના કહેવાય. આ દશ સ્થાનના વિષયરૂપ હોવ થી આ દશ પ્રકારનો દર્શન વિનય છે. પાચ ભેદે આ દેશનો વિનય કરનાર આત્મા, ધર્મરૂપી વૃક્ષના મૂળને અમૃત રસથી સીંચે છે. ક્રમશઃ
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy