________________
1
સમકિતના સડસ બોલની વિચારણા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૩-૪૦ તા. ૧૧-૯-૨૦૦૧
સમકિતના સડસઠ બોલની વિચારણા
- પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિ. મ. ચાર શ્રદ્ધા :
જેના વડે સમ્યક્ત્વનો સ્વીકાર થાય તે સદ્દહણાશ્રદ્ધા કહેવાય છે.
હપ્તો – ૧
(શ્રી જૈ શાસનનો પાયો, આત્માના ઉત્થાનનું મૂળ સમ્યક્ત્વ છે. તે અંગે શાસ્ત્રોમાં એટલું સ્પષ્ટ વિવરણ છે જે વર્ણન ન થાય. પણ વર્તમાન કાળની સર્વ ધર્મ સમ અને મમની ભાવનાઓ . આત્માને સમ્યક્ત્વથી ઘણ દૂર રાખેલ છે.
સમકિત સડસઠ બોલની સજઝીય, સમ્યક્ત્વ સપ્તતિકા અને પ્રવચન આરોદ્વાર (દ્વા૨-૧૪૮) ના આધારે અત્રે માન્યથી વિચારણા કરી છે. તો શાંત ચિત્તે વાંચી,વેચારી, આત્મસાત કરી આત્માની મુકિતના બીજ રૂપ આ ગુણને પામી સૌ આત્મ કલ્યાણના ભાગ બનો અને શ્રી જિનાજ્ઞા વિદ્ધ કે તે તે ગ્રંથકાર પર િના આશય વિદ્ધ લખાયું તો ત્રિવિધે ક્ષમાપના સહ િરમું છું. -લેખક)
સમ્યક્ત્વના સડસઠ ભેદો :
(શ્રી પ્રવર ન સારોદ્વાર દ્વાર - ૧૪૮ ના આધારે) મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય – ક્ષયોપશમ કે ઉપશમથી પ્રાપ્ત થયેલો એવો આત્માનો શુભ ભાવ પરિણામ તેનું ન મ સમ્યક્ત્વ કહેવાય છે.
જેના વડે સમ્યક્ત્વનો નિશ્ચય થાય તે શ્રદ્ધા વગેરે લક્ષણો છે અને તે શ્રદ્ધા વગેરેના પરમાર્થ સંસ્તવ વગેરે સડસઠ (૬૭) મેદો છે. તે ભેદોથી વિશુદ્ધ સમ્યક્ત્વ પારમાર્થિક છે. સમ્યક્ શબ્દ પ્રશંસા કે અવિરોધ અર્થમાં છે. સમ્યક્ એટલે જીવ તેનો જે ભાવ તે સમ્યક્ત્વ. જીવનો મોક્ષ તરફનો અવિરોધી પ્રશસ્ત જે સ્વભાવ વિશેષ તે જ સ કૂ કહેવાય છે.
તે સમ્યક્ત્ત્તના સડસઠ (૬૭) ભેદો આ પ્રમાણે છે. ચાર શ્રદ્ધ, ત્રણ લિંગ, દશ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દોષ, આઠ પ્રભાવના, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણા, છ આંગાર, છ ભાવના, છ સ્થાન. આ સડસઠ લક્ષણોન ભેદોથી વિશુદ્ધ સમ્યક્ત્વ કહેવાય છે.
૩૧
૧. પરમાર્થ સંસ્તવ :- પરમ એટલે તાત્ત્વિક, અર્થો એટલે જીવ - અજીવ આદિ પદાર્થો; તેનો સંસ્તવ એટલે પરિચય. અર્થાત્ બહુમાનપૂર્વક જીવાજીવાદિ પદાર્થોના બોધ માટે જે અભ્યાસ તેનું નામ પરમાર્થ સંસ્તવ કહેવાય.
૨. સુદૃષ્ટ પરમાર્થ સેવન :સુ એટલે સુષ્ઠુસમ્યગ્નીતિપૂર્વક, દૃષ્ટ એટલે પ્રાપ્ત કર્યા- જાણ્યા છે, પરમાર્થ એટલે જીવાજીવાદિ પદાર્થો જેમણે સારી રીતે. અર્થાત્ જીવાદિ પદાર્થોને યથાર્થ રીતે જાણનાર આચાર્ય આદિની સેવા – ભકિત, યથાશકિત વૈયાવચ્ચ ક૨વી તે સુદૃષ્ટ પરમાર્થ સેવન કહેવાય.
૨. વ્યાપન દર્શન વર્જન :- વ્યાપન્ન એટલે નાશ પામ્યું છે દર્શન જેમનું એવા નિદ્ભવ વગેરેનો ત્યાગ કરવો તેનું નામ વ્યાપન્ન દર્શન વર્જન કહેવાય.
૪. કુદર્શન વર્જન :- કુત્સિત - ખરાબ એવું જે દર્શન. બૌધ્ધ - મિમાંસક - ન્યાય આદિ જે દર્શનો તે કુદર્શન કહેવાય. તેનો ત્યાગ કરવો તે કુદર્શન વર્જન
કહેવાય.
સમ્યક્ત્વ ગુણની મલિનતા અને નાશ ન થાય તે માટે વ્યાપન્ન દર્શન અને કુદર્શનનો ત્યાગ કરવાનો છે. ત્રણ લિંગ :
સમ્યક્ત્વને જણાવનારા જે ચિહ્નો તેનું નામ લિંગ
કહેવાય.
૧. શુશ્રુષા :- સાંભળવાની જે ઈચ્છા તે શુશ્રુષાં. સદ્બોધને માટે સદ્ગુરુ મુખે શ્રી જિનવાણી શ્રવણની જે ઈચ્છા તેનું નામ શુશ્રુષા કહેવાય.