SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતાનો શગગાર - વિવેક અને લા શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક - વર્ષ ૧૪ : અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૫.૧૪-૧૨-૨૦૦૧ • માનવતાનો શણગાર - વિવેક અને લજજા છે પૂ. સા. શ્રી અનંતર્શિતાશ્રીજી મ. શ્રીપાલ ચરિત્રમાં આપણે બધાએ ઘણી વાર સાંભળ્યું છે કે, રાજાએ પોતાની બન્ને પુત્રીઓને ‘પુણ્યથી આ આ વસ્તુઓ મળે' તે જે વાત પૂર્વી અને બન્નેએ જે જવાબ આપ્યો. સહજ રીતના વિચારતા બન્નેના જવાબ ખોટા નથી પણ તવષ્ટિથી ઉંડા ઉતરીને પરમાર્થ રૂપે વિચારાય તો લગે કે મયણા સુંદરીએ જે વિવેક, વિનય, ચિત્તની પ્રસન્નતા, શીલસંપન્ન શરીર અને મોક્ષમાર્ગનો મેળાપ એ જે વાત કરી તે જ યર્થાર્થ છે. માનવને માનવ બનાવનાર છે તેમાંથી જ મામાનવ બનાવી પૂર્ણ માનવ બનાવનાર છે. જયારે સ્ફુરસુંદરીએ પુણ્યથી મળતી ચીજોમાં ધન, યૌવન, રોશયારી, નિરોગી શરીર અને મનગમતો મેળાપની વાત કરી તે વાસ્તવમાં માનવમાં અવિવેક, ઉદ્ધતાઇ, સ્વતંત્રતા, સ્વચ્છંદતા આર્પાદ માનવતાના શત્રુઓને લાવનારી ચીજ છે. ધન આર્વાદ એક એકમો આંતરેક પણ વર્તમાનમાં કેવી પાગણતાની માઝા મૂકી રહ્યો છે. તો તે પાંચે ભેગા થાય અને તેમાં પ્રભુતાઇ - અધિકારપણું ભળે પછી બાકી શું રહે ? જગતમાં જેટલો અનર્થ અને ઉલ્કાપાત ન મચે મચાયે તે ઓછો ! દુનિયાની વાત સમણા બાજૂએ મૂકો પણ તે જ ચરિત્રમાં આપણને જોવા મળે છે કે યુવાની તે દીવાની કરી તે સાચું છે. ભર સભામાં સુરસુંદરી જે રીતના અરિ દમન રાજપુત્ર સાથે આંખ મિચોલી કરે છે તેની સૌને ખબર પડી જાય છે. સારા કુલ - જાતિના સંસ્કારને સળગાવવાનું કામ આ ધનાદિનો પ્રેમ કરાવે છે. અને પિતા હૅરફથી પોતાની ઇચ્છિત માગણીપૂર્ણ થતા તેની હાલત કેવી થાય છે તે આપણને ખબર છે. આપણને પણ ઇચ્છિત અને મનપસંદ પાત્ર મલી જાય તો શું હાલત થાય તે વિચારવાની જરૂર નથી.લાગતી ! રાજાએ જ્યારે મયણાને પણ બોલ દિકરી તારે પણ કેવો વર જોઇએ તે વિના વિલંબે કહે તેમ પૂછ્યું ત્યારે માનવતાના મૂલ્યોની જ પૂજારી, માનવભવની મહમાને સમજનારી અને માનવભવ એક માત્ર મોક્ષ સાધક ધર્મની આરાધના માટે જ છે તે વાત જેણીના હૈયામાં કોતરાયેલી તે મયણાની દશાનું વર્ણન કરતાં શાસન શિરસાજી અનંત ૨૯૬ લબ્ધિભંડાર આદ્ય ગણધર દેવ શ્રી ગૌતમ સ્વામિજી મહારાજાએ કહ્યું છે- “શ્રી જિનશાસનના સ ટ ભૂત તત્ત્વોનો પરમાર્થ જેણીના હૈયામાં પરિણામ પામેલાં અને તેથી પ્રાપ્ત થયો છે નિર્મલ વિવેક જેણીને અને લજજા ગુણથી વ્યાપ્ત એવી મયણાસુંદરી અધોમુખી બની.’’ ખરેખર વિવેક અને લજજાએ બે ગુણો માનવજીવનને ઉજાળનારા, વિકાસ કરનારા છે. જ્યારે વિક અને લજજા રક્ષિતનું જીવન એ માનવનો વિનાશ કરનારું છે. જે વાત આજે પ્રત્યેક દેખાય - અનુભવાય છે. આ બે ગુણોનો ભાવ માનવને પશુ કરતાં ય બદતર બનાવી, શેતાનને ય શરમાવે તેવાં દૃશ્યો કરાવી, અધઃપાત કરનારું છે. વર્તમાનમાં પણ જે કુળોમાં ઘંડલોની થ ડી ઘણી પણ શરમ નડે છે તેમને અભક્ષ્યઅયેય ઘરમાં ખાતા પિતા બજા આવે છે. બઢાર જઇ શું ખાઇ - પી આવે તે તેમની કમનશીખી પણ ઘરમાં ! જ્ઞાનિઓ તો કહે કે, જીવનમાં સજ ૧, શરમ ગુણ આવી જાય તે પણ ઘણા પાપોથી બચી જાય. વિવેકને તો આપણે ત્યાં દશમો નિધિ, જું નેત્ર એમ ઉપમા આપવામાં આવી. વિવેક વિનાના ચકવર્સ તા નયે નિધિ આત્માને નરકાદિના ખાડામાં નાખી આવે. ઉત્તરેક વિનાના બાહ્ય ચર્મચક્ષુ માનવને દાનવને ય ભૂલાવે તેવા કાર્યો કરાવે. ખરેખર વિવેક અને પ્રજાએ બે જીવનો સાચો શણગાર છે. તે બે વિનાની ખટ્ટા ટાપટીપ, ચેક અપ મોક્ષને વધારનાર અને દાનવતાને બહેકાવનાર છે. વર્તમ નની સૌંદર્ય સ્પર્ધા તેનું ઉદાહરણ છે. બાહ્ય અલંકારો વિના પણ આત્માને શણ કરનારા છે. અને સાચું આત્મિક સૌદર્ય બક્ષનારા છે. માનવ ાના ગુણો પણ અંતે તો આત્માનું સૌંદર્ય ખીલવવા જ જીચય ના છે ને ? તો આ બન્ને ગુણોને આત્મ સાત્ કરી આત્માનું ૨ ચું સૌંદર્ય પામી આપણે પણ માનવ જીવનને સફળ કરીએ. ભાજી હજી આપણા હાથમાં છે.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy