SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ રે મ પ AAAAE []]]]]]]]N]NNINGIN MIMIZMIMIN શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧૩/૧૪ * તા. ૨૭-૧૧-૨૦૦૧ સમ્યગજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા આધના કરનાર કરાવનાર તીર્થંકર ગોત્ર બાંધી શકે છે. વીશ સ્થાનક પદમાં જ્ઞાન માટે બે પદ મુક્યા છે. બીજા બધાના એક પદ મુક્યા છે. જ્ઞાન અને અભિનવજ્ઞાન આમ વિશ સ્થાનકમાં જ્ઞાનના બે પદ મુક્યા છે. એ સાબીત કરી આવે છેકે સમ્યજ્ઞાન જેવી સર્વશ્રેષ્ઠ વસ્તુ વિશ્વમાં બીજી કોઇ નથી. જ્ઞાન પોતે ઉત્પન્ન કરેલું હોય છતાં પોતે ગમે તેમ ઉપયોગ કરે તો દોષ લાગે ? એ કેવી રીતે ? તમારો છોકરો કે છોકરી તમે ગમે તેમ ઉપયોગ કરો તો તેનો દંડ થાય કે નહી ? અને વધુ દુર ઉપયોગ કરો તો ફાંસી ની સજા થાય છે. તે તમે જાણો છો કે નહી ? તેમ પુન્ય તમે બદા કર્યું તેનો ગમે તેમ ઉપયોગ કરો તો એ તમારો ગુન્હો છે. પોતાની મહેનતે ઉત્પન્ન થયું. પોતાનાં પુણ્યથી જે ઉત્પન્ન થયું હોય તેનો દુરઉપયોગ કરે તો સજા થાય છે. પોતાનાથી જે ઉત્પન્ન થયું તે તેનું ફરજંદ થઇ ગયું. તેની વૃદ્ધિકેમ થાય તે જોવાની તેની ફરજ છે. પરંતુ તે કરમાઇ જાય તેવું કરે તો તેનો તે સાચો બાપ નથી. સાચા માતા પિતા તો તે જ વિચારે કે મારા કુટુંબમાં આવેલા કોઇની પણ દુર્ગતિ ન થાય. એટલે તો કહેવાતું કે ‘જેને ઘેર દીક્ષા નહિ તે ઘર વાંઝિયું'. સરસ્વતી પરમપવિત્ર માતા છે. તેનું જ્ઞાન એ પવિત્ર ગણાય છે. જેમ આચાર્ય ભગવંતનો કપડો, આસન, પાટ આદિ બધું પવિત્ર ગણાય તેમ સરસ્વતીમાતાનું જ્ઞાન એ પવિત્ર ગણાય. તેથી અસત્ય બોલવું, ગાળો બોલવી, નીંદા કરવી કોઇના ઉપર ખોટા દોષ દેવા સ્વ અને પરનું અહિત થાય તેવા ગીત - ગાન ગાવા, ક્રોધથી આક્રોસ કરવો આ બધી સરસ્વતી માતાની આશાતના છે. બહું ઉંડો વિચાર કરો. ભુતકાળના ઉંડાણમાં ચાલ્યા જાવ. ઉંડું મનોમંથન કરો. દુનિયામાં ક્યાંય ન જડે તેવા આચાર વિચાર ઉચ્ચ જ્ઞાનાભ્યાસ - સંસ્કારો આ દેશમાં હતા. બાલ્ય વયથી એવા સંસ્કારોની સુવાસથી બાળકોને ઘડાતા કે તે પાકટ વયે ઓજ - તેજ અને ખુમારી ભર્યા AHAÐAÐA ===== જીવન દ્વારા અનેકોનો સહારો બનતો. જ્ઞાનના બાચારો જે બતાવવામાં આવ્યા છે તેમાં અકાળે અધ્યયન ની મનાઇ છે. જ્ઞાન વિધિપૂર્વક લેવાની વિધિ છે. હિન્દુસ્તાન સર્વ રીતે સમૃધ્ધ હતો. તેનું દ્ધિ કૌશલ અત્યંત ઉંચી કોટિનું હતું. હિન્દુસ્તાન સર્વરીતે તંદુરસ્ત હતું. જે દેશે પોતાની સંસ્કૃતિ અને બુદ્ધિ કૌશલના ભાવે સર્વે લોકમાં અજવાળા ફેલાવ્યા હતા. બંગાળમાં હજારો પાઠશાળાઓ હતી. મદ્રાસમાં જબરજસ્ત વિદ્યાલયો હતી. નાલંદા વિશ્વ વિદ્યાપીઠમાં ભાગવા માટે દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ આવતા હતા. આ બધા ઉપર વિશ્વ ઉપર પોતાનું એક છત્ર સામ્રાજ્ય બિછાવી દેવાનીમે ધી ચાલના અંગ્રેજોની બદચાલના આપણે સૌ ભોગ થઇ૫ યા છીએ. લોર્ડ મેકોલે દ્વારા નંખાયેલા શિક્ષણના બીજ આજે સમગ્ર હિન્દુસ્તાનમાં બુદ્ધિના કેન્સર દ્વારા ફેલાઇ ગ્યું છે. જે શિક્ષણના ઝેર પીને વિદ્યાર્થી ધર્મભક્ત ન બનેં શકે તેવી ભયંકર સ્થિતીનું નિર્માણ થયું છે. વૃધ્ધો પાસે જાણવા મળ્યું છે કે આપણે ત્યાં ૯ થી ૧૨ અને ૨ થી ૫ ભણાવાનો સમય હતો. તેથી દરેક જાણ પોતાના ધર્મ અનુષ્ઠાનો વ્રત-નિયમ - પચ્ચખાણ - ધર્મશ્રવણ - ધર્મક્રિયાઓ - ભક્તિ આદિકરી શ તા હતા. પરંતુ છેલ્લાં દોઢસો વર્ષમાં અંગ્રેજી શિક્ષણે જે કાળો કેર વર્તાવ્યો છે અને આ ભયંકર ઝેરી સર્પને પ્રજા જે રીતે ગુલાબના હારની જેમ સ્વીકારી લીધો છેતેના ઝેરીફળોની ગતિ રોકેટ વેગે વધી રહી છે. અને તેના બીજ એવા નંખાઇ ગયા છે કે ભલભલો હિંમત હારી જાય. નિરાશા · હતાશા ને દફનાવી સત્ત્વશાળી આત્માઓએ સત્ત્વ ફોરવી આવા શિક્ષણથી છેડો ફાડી નાખવો તે ઉચિત લાગે છે. શું થશે ? તેની ફિકર કર્યા વગર આ ઝેરી બીજો અને પ્રવાહને નાનકડા પણ વર્ગફગાવીદેવાની સાહસિક્તા કેળવવી પડશે. કોઇપણ ફેરફાર માટે જરૂરી હિંમત - હોશિયારી કોઇકે તો કરવી જપડે. ૧૬૪ ત્રણ આજે તો શિક્ષણનો બોજ એવો નાખી દેવાયો છેકે HAHAHAHAHAHAHAHAHAAHAHAHAHA MMMM
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy