________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ – અંક ૯-૧૦ ૪ તા. ૨ -૧૦-૨૦૦૧ ઉ. - આ સમજાય તેવું નથી ? તમ કહો કેઅમારે સમજવું નથી માટે જ નથી સમજતા ! જે સંસારની પુષ્ટિ થાય તેવી વાત કરે તે કુગુરુ રુ ને મોક્ષની વાત કરે તે સુગુરુ - આ વાત સમજાય તેવી નવી ?
ભગવાને ધર્મ કહો તે મોક્ષ માટે જ કરવાનો કહ્યો છે. સંસારના સુખ માટે ધર્મ કરવાની વાત જ કહી નથી.
પ્રવચન - પચ્ચાસમું
સુખ તમે માનતા હો તો ધર્મથી મળેલો પૈસો ધર્મનાં કામાં વાપરવાનું મન કેમ થતું નથી. ‘દે તો મળે’ તેમ બોલનારા તમને ધર્મમાં પૈસા ખરચવામાં શું પાપ લાગે છે ? સુખ માત્ર ધર્મથી મળે પણ ધર્મથી કયું સુખ મેળવાય ? ધર્મથી મેળવવા લાયક સુખ હોય તો એક માત્ર મોક્ષનું જ સુખ છે.
ઘણા આજે એમ પણ કહે છે કે- સુખ જોઈએ તો અર્મ ય કરાય તો હું અધર્મ કરવાનું કહું છું ? આવી સીધી સાદી વાત પણ ન સમજે અથવા તો સમજવા છતાં ય ઊંધું જ પકડે તે કેવા કહેવાય ? ઉપદેશ સાંભળવા પણ લાયક કહેવાય ખરા ? ધર્મથી જ સુખ મળે તેમ કહીએ છતાં ય મેળવવા જેવું સુખ કયું કહીએ છીએ – મોક્ષનું જ. અને મોક્ષના સુખ માટે જે જીવ ધર્મ કરે તેને મોક્ષ ન મળે ત્યાં સુધી દુનિયાનું સુખ મળ્યા વિના ન રહે છતાં પણ તે જીવને દુનિયાનું મળેલું તે સુખ લેવા જેવું ન લાગે પણ છોડવા જેવું જ લાગે અને કર્મયોગે તે સુખ ન છૂટી શકે અને લેવું પડે તેનું તેને દુઃખ હોય – શાસ્ત્રની આ વાત મંજુર છે ? આટલી સ્પષ્ટતા પછી પણ હવે એમ નહિ પૂછો ને કે- અમારે સુખ જોઈએ છે તો ધર્મ કરીએ કે અધર્મ કરીએ ?
પ્ર. - જેના હાથમાં ઓઘો છે તે પણ એમ કહે છે કે– સુખ જોઈએ છે તો તેના માટે પણ ધર્મ ય કરાય ?
ઉ. - આવું બોલતા હોય તો તેનો દા'ડો ઊઠયો છે ! તે કાં તો અભણ હોવા જોઈએ. સમજવા છતાં ય બોલના હોય તો સ્વાર્થી છે તેવાને તો સંભળાય પણ નહિ.
સાપથી ડરનારા કુગુત્થી નથી ડરતા તે ખેદની વાત છે સાપ કરડે તો એકવાર મારે પણ કુગુરુ તો અનં કાળ મારે માટે કુગુરુથી બચવાનું છે. ભગવાનના સાધુ કોઈ દા'ડો દુનિયાનું સુખ મેળવવાનું કહે ? તે મેળવવા ધર્મ પણ કરો તેમ કહે ? મોક્ષ સુખ મેળવવા ધર્મ કરે તે દુઃખી તરીકે જન્મે ? દુઃખી તરીકે જન્મે તે પાપ કરીને આવ્યા છે. ધર્મ કરીને આવ્યા હીય તે દુ:ખી હોય નહિ.
પ્ર. - સંસારમાં ફસાયેલા હોઈએ તો કયાંથી ખ્યાલ આવે કે આ કુગુરુ છે અને આ સુગુરુ છે ?
૧૦૨
આજનું શિક્ષણ પણ બદલાઈ ગયું છે. ‘સા વિદ્યા યા વિમુકતયે' ના મોટાં મોટાં બોર્ડ લગાવે પ શિક્ષણમાં મુકિતની વાતજ ન આવે. આત્મા, પુણ્ય - પોપની વાત પણ ન આવે. આજનો વધારે ભણેલો વધારે રામખોરી કરનારો. આજના ભણેલાનો કોઈ વિશ્વાસ કરે નહિ. આજે ભણેલા જેટલું પાપ કરતા હશે તેટલું રુ ભણ નહિ કરતા હોય ! આજના વકીલો જેની ફી ખય તેનું ય ખરાબ કરે. આજના જજો પાસે પણ સાચ. ન્યાયની આશા ન રખાય. દુનિયાનું ભણેલો પણ ો તે ધર્મ શિક્ષણ ન પામે તો તે મૂરખો જ કહેવાય. આગળ માસ્તરો કલાસ ચલાવતા હતા આજે વિદ્યા ર્વી કલાસ ચલાવે છે. આવા ભણતરમાં ભણેલા પથરા જ પાકે ને ? ડોકટ૨ લોભી હોય તો કોઈ દર્દી સાજો થાય નહિ. સુખી દર્દી હાથમાં આવે તો ડોકટર માને કે સોન ની ચકલી કાયમ ખાતેની મલી ગઈ. દવા પણ એવી આ અે કે મરતા સુધી ખાવી પડે. રોગનું સાચું નિદાન કરતું જ નથી.
પ્ર.- આવું થવાનું કારણ શું ?
ઉ.- ભગવાનને માનવા છતાં ય ભગવ નની વાત માનવી નથી, સાધુને માનવા છતાં ય સાધુની વાત માનવી નથી.
શાસ્ત્ર કહ્યું છે કે- આ સંસાર એજ મોમાં મોટો રોગ છે. મોક્ષ એજ સાચું આત્માનું આરોગ્ય છે ધર્મ તેનું ઔષધ છે. સંસારની બધી જ પ્રવૃત્તિ કુપથ્ય છે, ધર્મની પ્રવૃત્તિ સુપથ્ય છે. વિષયની પરવશતા અને કષાયની આધીનતા તે જ ખરેખર સંસાર છે. તે બે ગુલામ બનેલા જીવો શું શું કરે છે તેનું વર્ણન થાય તેમ નથી.
આ બે પુત્રોને સાધુ થવાનો ભાવ અવી ગયો તમને શો ભાવ છે ? તમે શ્રાવક કેમ છો ? સાધુ ધર્મ થઈ શકતો નથી તે કરવાની શકિત આવે તે મ ટે શ્રાવક