________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૩૦/૩૧ તા. ૨૦-૨-૨૦૦૧ રાજાને એટલો ગુસ્સો આવ્યો કે સગડીમાં આખી કથા નાંખી એટલે બળી ગયી.
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
• સાજ સુધીના કામમાં હજારો ખચાર્યા છે. વગર માગે આપે છે. કહે છે પુન્યે આપ્યું છે એટલે ખાઈશુ અને આમાં આપીશું.
આ તો આપનાર અને લેનાર જાણે. પૈસા માટે કામ અટકયા નથી. જૈનાશાસન થોડું પણ અડયું હોય તેવા ઘણ છે.
પરિપત્રો (હેન્ડ બીલો) અમથા નથી નીકળતા. સાધુને યુ આના પૈસા ક્યાંથી આવે છે ? અમારા માલનો ઉપયોગ કરજો તેમ કહ્યું ! ચતુર્મુખ મૂર્તિ બનાવી છે એક બાજુ ભગવાન મહાવીર એક બાજુ ઈસુ ખ્રીસ્ત, એક બાજુ બુદ્ધ અને એક બાજુ ગાંધીજી અને ચારેના લાંછન આ રીતે તુલના કરી મશ્કરી થઈ રહી છે તે જાણો છો !.
જે ભાગ્યશાળીઓને શકિત મુજબ કામ કરવું હશે તો નામ લખાવી શકશે.
ધનપાલ પંડિતને ઓળખો છો ને ! ભોજ રાજાની સભામાં સારું માન હતું તે ધનપાલ પંડિત એક કાવ્ય બનાવી રહ્યા હતા એટલે સભામાં હાજરી નહતા આપતા રાજા તપાસ કરાવે કેમ નથી આવતા. ધનપાલ સભામાં આવ્યા અને કહ્યું કે એક કથા લખી રહ્યો છું. રાજાઓ ઉદાર દિલના હતા. પંડિતોને સુખી રાખતા અને વર્ષાસન બાંધી આપતા. ભોજ કહે ખુશીથી લખો તૈયાર થાય એટલે મને બતાવશો.
ક્યા પુરી થઈ એટલે ધનપાલ રાજા પાસે ગયા. ઋષભદેવ ભગવાનની કથા હતી. અયોધ્યાનું વર્ણન કર્યું હતુ અને ભરત મહારાજાનુ સુંદર આલેખન કર્યું હતુ. ભોજે કા જોવા પાના ફેરવ્યા જોઈ ખુશ થયા અને કહ્યું કે ત્રણ ામ કરો. અયોધ્યાનું નામ છે ત્યાં ધારા નગરી લખો, હૃષભદેવની જગ્યાએ મહાકાલ લખો, ભરત રાજાની જગ્યાએ ભોજનું નામ લખો માગો તે આપું.
ધનપાલે શું કહ્યું જાણો છો ? કહે મહા૨ાજ સમજો છો શું કાં ઐરાવત અને કયાં ગધેડો ! કયાં કંચન અને કયાં કરે !
ભાજે કહે કોની સામે બોલો છો ?
ધનપાલ કહે અન્નદાતા સામે.
ભાજ કહે પરિણામ શું આવશે જાણો છો ? ધનપાલ કહે જે આવે તે.
પંડિત કહે રાજન્ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. ઘરે આવ્યા પણ ખાવાનું ભાવે નહિ. મોઢું ઉદાસી હતું. કોળિયો ગળે ઉતરે નહિ, આંખમાં પાણી હતા, દિકરી પૂછે શું છે પિતાજી ! કહે કથા સળગાવી દીધી તો દિકરી કહે મને મોઢે યાદ છે.
આવા સંતાન કોને ઘેર પાકે ?
જે ગમે તેવા લોભમાં આવે નહિ.
તક આવી હોય, ભગવાનના ધર્મની હિલના થઈ રહી હોય પણ ભગવાનના ધર્મને ન વટલાવે. સામર્થ્ય ન હોય અને આવતુ આક્રમણ રોકી ન શકે પણ ન રોકાય તેનું દુ:ખ અનુભવે તો ય કલ્યાણ થશે.
અમે કોઈની પાસે પૈસા માટે દીનતા કરત. નથી સ્વયં પોતાના ઉલ્લાસથી આપી જાય છે.
અમે અમારા અજ્ઞાનને કબૂલ કરીએ છીએ અજ્ઞાન એવું હતુ કે ખબર ન પડે, તે રીતિના પ્રયત્નો
પણ ન હતા.
તમે સ્વરાજ લીધું નથી હિન્દુસ્તાનને સ્વાજનો ટૂકડો આપ્યો છે હિન્દુસ્તાનનું સત્યનાશ વાળવા. તમે બ્રિટીશ ગુલામી છોડી અહિંની રાષ્ટ્રિય ગુલામી સ્વ કારી. તમારા નેતા સ્વાધીન નથી પરાધીન છે. યુનોનો હુકમ છે અનાજની તંગી કરો અને માંસાહારનો પ્રચાર કરો. હિન્દુસ્તાનની પ્રજાને માંસાહારી કરવાની વર્તમાનની યોજનાઓ છે. જૈનાના ઘરમાં માંસાહાર ઘુસી ગયું . ૮૫ માં હું અહીં બોલેલો કે જૈનોના ઘરમાં ઈંડા ચટણી ી જેમ ખવાય છે અને દારૂના બાટલા પીવાય છે ત્યારે તં. ઘણો મોટો હલ્લો થયો હતા. પરંતુ તે તો પગરણ હતા.
ભગવાન મહાવી૨નું નામ બહાર આવે, જગતમાં ભગવાનની ઓળખ થાય, તેમના સિદ્ધાંતો ઘેટ ઘેર ફેલાય તો તેનો વિરોધ અમે કરીએ ? ‘સવિ જવ કરું શાસન રસી' ના ભાવનાવાળા ભગવાન મહાવીરને તે લોકો જાદી રીતે મુકવાના છે તેનો વિરોધ છે.
જે લોકો ભગવાન મહાવીરને દેવાધિદેવ માનવા તૈયાર નથી એવા પંડિતો અને પંડિતોના પનારે પડેલા શેઠિયાઓ છે.
૪૯૦