________________
પ્રવચન ગુડ લીશમું
પ્રયા સુડતાલીશમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
જૈન શાસન (અઠવાડિક) વર્મ ૧૩ * અંક ૩૦/૩૧ * તા. ૨૦-૩- C
ma
(1 જિનાજ્ઞા તથા પૂ. સ્વ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધે લખાયું હો તો ત્રિવિધ ક્ષમાપના -અવ.)
पिय मावृच्च भज्जासयण धणा सबलतित्थिमंतिनिवा । नायर अहमपमाया परमत्थभयाणि जीवाण TI
એ નનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સુરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે- ધર્મ કરનારા જીવે સૌ પ્રથમ ધ ના સ્થાપક એવા શ્રી અરિહંત પરમાત્માને ઓળખી લેવા જોઇ એ. એક શ્રી અરિહંત પરમાત્મા જ એવા થાય છે કે જેઓએ સંસારના સઘળાય જીવોને સમજાવ્યું છે કે- તમે જે સુખ માટે ફાંફાં મારો છો તે સુખ આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે. તમારે કેવું સુખ જોઇએ છે ? જે સુખમાં દુ:ખ ઘણું હોય કે નામનું પ ગ હોય તેવું સુખ તમારે જોઇએ છે ? તમારા કરતાં બીજા પાસે અધિક સુખ હોય તો તેવું સુખ પણ તમારે જોઇએ ખરું ? તમને મળેલું સુખ ચાલ્યું જાય તેવું હોય તે જોઇએ કે કાયમ રહે તેવું જોઇએ ! બધા જીવો આ વાત ભલે બોલી ન પણ શકે છતાંય બધાના હૈયામાં આ જ વાત નિશ્ચિત હોય છે કે- અમને મળેલાં કે- મળતાં સુખમાં દુ:ખનો લેશ પણ ન હોવો જોઇએ. અમારા કરતાં બીજા પાસે અધિક પણ ન હોવું જોઇએ અને તે સુખ આવ્યા પછી કદી નાશ ન પામે તેવું હોવું જોઇએ. જે સુખમાં દુ:ખનો લેશ માત્ર પણ ન હોય, જે પરિપૂર્ણ હોય અને જે આવ્યા પછી કદી ના ન પામે તેવું હોય - તેવું સુખ આ સંસારમાં છે.ખરું ? માટે જ બા ગ્રન્થકાર પરમર્ષિ સમજાવી રહ્યા છે કે- જે જીવ શ્રી અરિહંત પરમાત્માઓએ ફરમાવેલી આ વાત સમજે નહિ ત્યાં સુધી કદી તે સાચી રીતે ધર્મ કરતો થાય નહિ. જે ધર્મ કરનારા ભગવાન પાસે દુનિયાના સુખની ભીખ માગ કે- ‘મારે આ આ સુખ જોઇએ’ તો તેવા ભીખારી સાચા ધર્મી કહેવાય ખરા ?
- મે બધા ભગવાન પાસે રોજ શું માગો છો ? તમારે જે જોઇએ છે તે શું જોઇએ છે તેની ય ખરેખરી ખબર છે કે તેનાથી ય અજ્ઞાન છો ? થોડા પૈસા મળે તો ખુશી થઇ જાવ અને પૈસા જાય. તો માથા ફૂટે : આ મૂર્ખાઇ છે કે બીજું કાંઇ ? તમને જે સુખ અને
૪૮૩
-પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, ભાદરવા સુદિ-૧૫, સોમવાર, તા. ૭-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ-૪૦૦ ૦૬.
સંપત્તિ મળી છે કે તમે મેળવી પણ છે તે કાયમ રહેવ ની છે ખરી ? તમે બાંધેલો તમારો બંગલો પણ કયાં સુધી તમા છે ? કદાચ આ ભવમાં ય ચાલ્યો જાય નહિ તો તમારે તે મૂકીને બવશ્ય જેવું જ પડે: તો આવી સુખ સાહ્યબીમાં રાજી થાવ તે મુર્ખાઇ કહેવાય કે ડહાપણ કહેવાય ? જગતના જીવોમાં આ જ મોટું અજ્ઞાન પ્રવસ્યું છે. તે અજ્ઞાન મિથ્યાત્વને લઇને છે. તે ધ્યિાત્ત્વ જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી તે જીવ કદી સાચી રીતે ધર્મ કરી શકે નહિ.ધર્મ કરી કરીને તે વધારે દુ:ખી થાય. દુનિયાના જશવંતા સુખ માટે ભગવાનની ખૂબ ખૂબ ભક્તિ કરે અને વખતે તે સુખ મલી પણ જાય. છતાં પણ તે ય સુખ અહીં જ મૂકીને જવું પડે ને ? તેની ઉપાધિનો ભય કેવો હોય ? મોટા કરોડપતિને છીએ
કે મઝામાં છો ? તો તે શું કહે છે તે સાંભળ્યું છે ? તે કહે છે કેઅમારી પાસે આજે પૈસા એવા છે જે જાહેર કરીએ તો આજે ૦૮ જેલમાં જવું પડે તેમ છે. પૈસા કયાં મૂકવા તેની ચિંતા છે. મૂકેલા પૈસા પાછા આવશે કે નહિ તેની ય ચિંતા છે. અમારી ઉપાધિનો અને અશાંતિનો પાર નથી. હૈયાથી અમે દુ:ખી છીએ.
આવું જ્ઞાનિના વચનથી જાણ્યા પછી જેને સાચું સુખ મેળવવાની ઇચ્છા થાય તો સાચો ધર્મ હાથમાં આવેલું આજે ધર્મ કેવી રીતે કરો છો ? સારા દેખાવા માટે ફાવે તેમ તો વેપાર જેમ તેમ કરો તો ચાલે ? બાઇઓ રસોઇ જેમ તેમ કરે તો ચાલે ? તેમ તમે ધર્મક્રિયા કેવી કરો છો ? ફાવે તો કરો નહિ તો ન પગ કરો ! પૂજામાં એક રાતી પાઇ પોતાની ખર્ચે નહિ તેવું ઘણા મોટાભાગ બધું પારકે પૈસે કરે છે. આજે જૈનકુળમાં જન્મેલા દર્શન કર્યા વિના કદી મોમાં પાણી પણ ન મૂકે તેવા જૈના કેટલા મળે ? આ? તો ધર્મી ગણાતાના દીકરા-દીકરી કહે છે કે-ફાવે તો દર્શન કરીએ નહિ તો ન પણ કરીએ. આ તમારે માટે કલંક કહેવાય ! આજે તમારો બાર મહિનાનો ધર્મનો ખર્ચ કેટલો છે ? અને ચા-પાણીનો ખર્ચો કેટલો છે કે ધર્મ સમજવાનું-જાણવાનું અને કરવાનું મન ખરેખર કોને થાય ? જે મોક્ષનો જ અર્થી હોય તેને.
આપણે જે સુખ જોઇએ છે તે આ સંસારમાં નથી. મોક્ષમાં જ છે. સંસારનું સુખ તો દુ:ખનું ઘર છે, તે સુખ ક્યારે ચાલ્યું જાય