________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે–
·
·
-
મંગળવાર તા. ૧૭–૭-૨૦૦૧
પરિમલ
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
અનંતજ્ઞાનીઓ સંસારને દુઃખ, દુ:ખ રૂપ, દખલક, દુ:ખાનુબંધી કહે છે. તે સમજવાની કચ્છા જાગે નહિ તો સમજવું કે દર્શન અને ચારિત્ર મોહનીય ગાઢ છે, તેથી કષાય પણ ગાઢ છે અને સગ-દ્વેષે તો માઝા મૂકી દીધી છે. તેને લઈને અનુકૂળ વિષયો પર ભારેમાં ભારે રાગ છે અને તિકૂળ વિષયો પર ભારેમાં ભારે દ્વેષ છે. આજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ ક૨ના૨ને તે ધર્મ પ્રત્યે આદર નથી. અનાદર એ જ મોટું પાપ છે. દેવ - ગુરૂ પ્રત્યે અનાદરવાળા આવે નહિ, આવે તો ટકે નહિ.
ધર્મથી જ સુખ મળે તે વાત સાચી હોવા છતાં પણ રાખ માટે તો ધર્મ થાય જ નહિ ધર્મ તો મોક્ષ માટે જ રાય. સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે મહામિથ્યાત્ત્વનો ઉદય હોય તે જ બોલાવે. મે અમને હાથ જોડો તે ધર્મ, પણ તમે અમને નમસ્કાર કરો એમ ઈચ્છીએ તે અધર્મ. ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને સંસાર વધારે છે. જેમ અધર્મ કરવાથી સંસાર વધે છે ક્રમ આજ્ઞાવિરૂદ્ધ વર્તવાથી પણ સંસાર વધે છે. ખાપણે જો ડાહ્યા થઈ જઈએ તો આપણું ભાવી સારું છે. કોઈ ડહાપણ આપે છતાં તે ન જોઈએ તો સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ કહેવાનો શોખ ન હતો, તેમને તેમના જ્ઞાનનું ખજીર્ણ થયું ન હતું. તેમનો તો એક જ હેતુ હતો કેજે કોઈ સમજે અને જલ્દી આરંભ - સમારંભથી છૂટી જાય અને એવું જીવન જીવે કે ઝટ મોક્ષે પહોંચી જાય.
-
M
M
રજી. નં. GJ ૪૧૫
શ્રી ણદર્શી
શાસ્ત્રને અનુસા૨ી જે જ્ઞાન તેનું નામ ધ્યાન જેની પૂંઠ સંસા૨ તરફ ન હોય, મોઢું મુકિ તરફ ન હોય તેને વીતરાગના ધર્મની ગંધ પણ ન આવે. જૈન સંઘમાં સાધર્મિક માટે ફંડ કરવા ૫ તે જૈન સંઘની ફજેતી !
પાપ ન હોત તો દુઃખ ન હોત. વિષયની કરવશતા અને કષાયની આધીનતા ન હોત તો પાપ ન હોત !
સમ્યક્ પ્રકારે આત્માને લપસાવ્યા કરે નું નામ
સંસાર !
કર્મ જેવા સંયોગ આપે તેમાં આનંદપૂર્વક રહેવું તે જ ખરેખર ધર્મ !
દીક્ષા આત્માની જાળવણી માટે છે, શરીરની જાળવણી માટે નહિ.
દુઃખથી ડરવું તે દુર્ગુણ ! પાપથી ડરવું તે સગુણ ! # દુઃખનો ડર સુખ અને માત્રનો લોભ નું નામ
સંસાર.
પાપ કરવું અને પાછું પાપને છૂપાવ તેના જેવું ભયંકર પાપ એકે નથી.
રાગ દોષ છે, વિરાગ ગુણ છે, વીતરાગત આત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે.
અમારે તમને દાન કરતાં કરવા છે પણ ગમે તે રીતે નહિ. દાન કરવા પાપ કરીને કમાવ તેમ કહેવું નથી. તમારી પાસે ન્યાયથી પૈસા આવ્યા હોય તેના પરનો મોહ છૂટે તે માટે દાન કરો તો તે દાન ધર્મ છે. દુનિયાના સ્વાર્થ માટે દાન કરાવવું સહેલુ છે પણ
જૈન શાસન અઠવાડિક ” માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવા) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તબી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.