________________
‘“ગુરૂવર તા ા ગુણ ગાઉં, પાવન હું થાઉં’’
શ્રી જૈન શાસન (અઠવાર્ડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૪-૪૫ ૭ તા. ૩-૭-૨૦૦
‘ગુરૂવર તારા ગુણ ગાઉં, પાવન હું થાઉં”
અ.સૌ. અનિતા આર. પટ્ટણી-માલેગાંવ
Co
=
જે ત્રાત્માઓ અવની ઉપર અવતરી અનેક આત્માઓ આત્મકલ્યાણનો સત્પંથ સન્માર્ગ બતાવીને જાય છે તેમનું જીવન ધન્ય બને છે. સ્મૃતિદેહે ઓ યુગોના યુગો સુધી અમર બને છે. કર્મયોગે પ્રાપ્ત મનુષ્યદેહ તો અંતે નાશ પામનારો છે પણ આ દેડથી જેઓ સંયમની સાધના અને શાસનની સાચી સેવા – ભકિત - આરાધના – રક્ષા કરે છે તેમનું જીવન લેં કહ્દયમાં છવાઈ જાય છે. માટે તેવા યુગપુરૂષો | યાદી પણ આત્માને આલ્હાદિત કરે છે. આવા જ એક યુગપુરૂષ લાખો લોકોના હૃદયસમ્રાટ એટલે સ્વ. પ. પૂ. પરમતારક પરમગુરૂદેવેશ આ. શ્રી વિ. રામ ન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ! જેમની કથની માટે લેખ ી પણ વામણી છે. પણ ભક્તિભાવથી પ્રેરાઈ કૈંક લખવા પ્રયત્નશીલ બની એક કવિની
કૃતિમાં કહેલ વાત યથાર્થ લાગે છે કે‘‘દીપ સ જલકર પ્રકાશ દિયા હૈ, ફૂલ સમ મિલકર જગ કો સુવાસિત કિયા હૈ । ગુરૂવરને ફૂ લ બનકર અનેકોં કો જીવનદાન કિયા હૈ, જિનસે ભી મિલે, સભી કો ઉલ્લાસ હી દિયા હૈ ।’’
-
અેક કષ્ટો મુશીબતો વેઠીને પણ જેઓએ સંયમધર્મી પ્રાપ્તિ કરી. પોતાના પરમતારક પૂજ્ય ગુરૂવર્યોની અખંડ સવા ભકિત, વિનય વૈયાવાદથી હૈયાની સાચી આશિષ મેળવી, સ્વાધ્યાયી જ્યોતિથી અનેક જીવોને સન્માર્ગનું પ્રદાન કર્યું. અકોડ એવી વકૃત્વશકિતથી જે અપૂર્વ દેદીપ્યમા અખંડિત જ્યોતિ પ્રગટાવી, જેની ઉર્જાશકિતથી દુર્લભ એવી દીક્ષા સુલભ બની અને ‘દિક્ષાના દાનવીર'ની ખ્યાતિ પ્રાપ્ત કરી. વસંત ઋતુની વિકસીત વનરાજીની જેમ જૈન શાસનને અનેક સંયમી - આત્માઓની ભેટ આપી જેના બળે આજે
---רם
પણ શાસન જયવંતુ વર્તી રહ્યું છે. તૃષાતર લોકો નદી પાસે આવી પોતાની તૃષાને તૃપ્ત કરે તેમ અનેક જિજ્ઞાસુ જીવોને સ્વ - પરના કોઈપણ ભેદભાવ વિના શાસ્ત્રીય ઉપાયોથી સંતૃપ્ત કર્યા જેઓ આજે પણ અમૃતનો આસ્વાદ આરોગી રહ્યા છે.
૬૭૧
જન્મની સાથે મરણ નિયત છે. કાલના પ્રવાહમાં સૌ વિલીન થઈ જાય છે. તેમ પૂ. પરમગુરૂદેવેશ સંદેહે તો વિદ્યમાન નથી પણ ગુણદેહે ભાવિક ભકતોના હૈયામાં ચિરંજીવી છે. તેમ મારા હ્દય સરોવરમાં શ્રદ્ધાની અપૂર્વ લહેરોથી મારો મન મયૂર નાચી ઊઠે છે અને જીવ્યા પણ ગુનગુની ઊઠે છે કે
‘‘તારી ગુણસ્તવના ગાવાથી આનંદ અપૂર્વ મળે મમ માનસ મધુકરને સદ્ગુણ મકરંદ મળે. ચારિત્રપૂત તવ ચરણોમેં ભાવ સે કરતી હું વંદના ગુરૂકી અમી દ્રષ્ટિ બની રહે યહી હૃદય કા સ્પંદન ''
એક કવિના શબ્દોમાં મારા ભાવ વ્યકત કરી તારક ગુરૂદેવને મારી શ્રદ્ધાંજલિ અર્પી હું વિરમું છું. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. મરે છે માનવી પોતે, પણ માનવીનાં કામ જીવે છે.’’ ‘‘જીવન એવું જીવી ગયા કે જીવન એક સંદેશ બન્યું. મૃત્યુને આવકાર્યુ જે અદાથી કે મૃત્યુ એક મહોત્સવ બન્યું. ગુણોની હારમાળા એવી તમે ગુંથતા ગયા અર્પણ કરવાનો સમય આપ્યો તમે ચાલ્યા ગયા.''
‘“હ્દય તમારું મંદિર છે અમારું, યાદ તમારી લાગણી છે અમારી; વાત્સલ્ય તમારું વિશ્વાસ અમારો તસવી૨ તમારી દર્પણ છે અમારું મહેક તમારી ફૂલો છે અમારા, દિશા તમારી અનુસરણ છે અમારું તેજ તમારું સૂર્યકિરણો છે અમારા પુણ્યતિથિ તમારી, અંજિત છે અમારી’'