________________
આણંદથી સિધ્ધગિરી મહાતીર્થ યાત્રા સંઘ
પ મગુરૂ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક વિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાએ પાઠવેલા પ્રશસ્ત મુહૂર્તનુસાર પો. સુ. ૨. ૪ તા. ૧૯-૧૨-૨૦૦૦ ના શુભદિને પૂજ્ય મુનિશ્વર શ્રી મોક્ષરતિવિજયજી મ. અને પૂજ્ય મુનિ પ્રવર શ્રી તત્વદર્શન વિજયજી મ. ની પ્રભાવક નિશ્રામાં આણંદ જૈન સંઘ આયોજીત આણંદથી શત્રુંજ્યમહાતીર્થ ૬'રી પાલક યા મા સંઘનું દબદબાભેર મંગલપ્રયાણ થયું હતું.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૬-૨૦૦૧
આણંદથી સિધ્ધગિરી મહાતીર્થ યાત્ર સંઘ
યોગાનુયોગ આજરોજ તેમનો જન્મદિવસ હતો. મનુભાઈ વાડીલાલ શાહે તેઓશ્રીને રજતપત્રમાં ઉપસ વાયેલો શત્રુંજ્ય મહાતીર્થનો આકર્ષક પટ અર્પણ કર્યો હતો. ટ્રસ્ટીશ્રી સૌભાગ્યચન્દ્ર કાંતિલાલ શાહે તેમનું દિલક – શ્રીફળ દ્વારા સન્માન કર્યુ હતું. ખૂબજ નિખાલસ હૈયે તેમણે સભાને સંબોધી અને સભામાંથી આવતા પ્રશ્નોના સમાધાન આપ્યાં, સમારોહના અતિથિ વિશેષ વડેદરાના નામાંકિત શ્રેષ્ઠી શ્રી નગીનભાઈ ચુડગર હતા, કે જેઓએ સંખ્યાબંધ અંજનશલાકા પ્રતિષ્ઠા દીક્ષા ઉપધાન યાત્રા સંઘોના મુહૂર્ત નિઃસ્વાર્થભાવે ભકિત ભરેલા મેટણા સ્વીકાર્યા વગર કાઢયા છે. ૯૫ વર્ષની જૈફવયે છેલ્સ સુધી ટેકા વગર બેસીને તેઓએ સભા શોભાવી હતી.
*
શ્રી ઉપધાન તપની ભવ્ય સફળતા બાદ છલકતા ઉત્સાહથી આયોજીત આ યાત્રાસંધની કેટલીક હાઈલાઈ; સ અત્રે પ્રસ્તુત છે.
*
પર્યુષણ પર્વમાં જન્મવાંચનના પાવનદિને મેનેજીંગ સ્ટી શ્રી મનુભાઈ વાડીલાલ શાહે જાહેરાત કરી અને તુરતજ સંઘપતિ બનવા માટે પડાપડી થઈ ગઈ. બાર મહાનુભાવોએ સંઘપતિ તરીકે નામ નોંધાવ્યા.
(૧ ચીમનલાલ દલસુખભાઈ શાહ - પાદરાવાળા (૨) પૂનમચંદજી ઓથમલજી - રતલામવાળા (૩) મંજુબેન બબુલાલ શાહ - આંકલાવવાળા (૪) કમળાબેન કાંતિલાલ શાહ બોરસદવાળા (૫) પ્રભાવતીબેન અંબાલાલ વોરા વઢવાણવાળા (૬) રતનબેન ખુબચંદજી શાહ રતલામવાળા (૭) શિરીષભાઈ રતિલાલ ગાંધી વેજલપૂરવાળા (૮) મનુભાઈ અમૃતલાલ શાહ બોરસદવાળા (૯) જીવણલાલ શિવલાલ માહ – ઓડવાળા (૧૦) ધીરજલાલ નવલચંદ સંઘવી (૧) ચંદુલાલ અંબાલાલ શાહ - નાપાડવાળા (૧૨) પ્ર િણચંદ્ર પુરૂષોત્તમદાસ વો૨ા - વઢવાણવાળા.
*
–
1
ધો. સુદ ૩ તા. ૨૮-૧૨-૨૦૦૦ ગુરૂવારે સંઘપતિ રાન્માન સમારોહનું પ્રમુખપદ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ,શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠે શોભાવ્યું હતું. પ્રત્યેક સંઘપતિને સન્માનપત્ર તેઓશ્રીના વરદ હસ્તે એનાયત કરાયા હતાં. જુદા જુદા ગામોના ટ્રસ્ટી વહીવટદારોને આણંદ સંઘવતી તેઓશ્રીએ દેવદ્રવ્ય-જીવદયા આદિના ચેકો અર્પણ કર્યા હતા.
-
મંગળપ્રયાણનો ઠાઠ કોઈ અનેરો હતો. ઘોડાબગીઓ, હાથી, સાફા-મુગટધારી વિશાળ સાજન્માજન અને મુંબઈ-ગોડીજીનું વિખ્યાત બી.જે.એસ.એમ બેન્ડ પ્રયાણનાં મુખ્ય આકર્ષણો બની રહ્યાં.
૫૩
* બીજા દિવસે બોરસદનગરને આંગણે બોરસદ જૈનસંઘે યાત્રાસંધનું અપૂર્વ કહેવાય એવું સામૈયું કર્યું. છેક નાસિકથી ધમાકેદાર ઢોલીઓને તેડાવ્યા હતા. ગોડીજીનું બેન્ડ અને સ્થાનિકબેન્ડ તો ખરાજ ! બન્ને સંઘના માનવ મહેરામણ હિલોળે ચડયો હતો. હકડેઠઠ ભરાયેલી પટેલવાડીમાં પ્રવચનો થયા...
સંઘપતિઓના સન્માન થયા અને ૩૯ રૂ. નું સંઘપૂજન થયું.
બોરસદ મુકામે એક મોટું આશ્ચર્ય એ સર્જાયું કે એક બાજુ આણંદની આસપાસ અને બીજી બાજુ ખંભાતની આસપાસ સાંબેલાધાર વરસાદ તૂટી પડયો હતો, પરન્તુ બોરસદ ગામે ફકત ઝરમર વર્ષા થઈ હતી... સંઘનું મોટું સદ્ભાગ્ય કે આખાસંઘનો ઉતારો પાકામકાનોમાં હતો. બોરસદની ધરતી ભીંજાઈ, પણ સંઘ આખો હેમખેમ રહ્યો. કોઈ પણ જાતના નડતર વિના કાર્યક્રમોમાં ફેરફાર વગ૨ કિલ્લોલતો યાત્રાસંઘ આગળ વધ્યો... બીજા જ દિવસથી મજાનો ઉઘાડ નીકળી આવ્યો. દેવગુરૂ કૃપાનો પ્રત્યેક્ષ અનુભવ થયો.