________________
રાષ્ટ્રીય જૈન (જવણીનો વિરોધ કેમ ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૬-૨૦૦૧
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? )
પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.
ગતાંકથી ચાલુ
પ્રવચન છઠ્ઠું
(આ વચન ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ રાષ્ટ્રિય ઉજવી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બનકોપી જેવી ૨૬00મી વી . જન્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે.
સંપાદક)
ભગવાન કહે સંસાર છોડો, સાધુ થાવ, સાધુ ન થવાય તેવી શકિત આવે માટે શ્રાવક થાવ, શ્રાવક ન બનાય તો સમકિતી થાવ, સમકિતી ન બનો તો માર્ગાનુસારી બનો. માર્ગાનુસારી કોને કહેવાય ? ભગવાનની મા આજ્ઞા તમને મંજુર છે કે – સંસાર છોડી, સાધુ થઈ મોક્ષે જવાની આજ્ઞા મંજુર છે ? સાધુ પણું ન જીવાય તો શ્રાવકપણું જીવવાની જરૂર લાગી ? શ્રાવકપણું ન જીવાય તો સમકિત મેળવવાની જરૂર લાગી છે ? સમકિત ન જીવાય તો અન્યાયથી મલતુ ધન અને સુખ અમારે જોઈદું નથી. અન્યાયથી મલતા ધન અને સુખ ભોગવતા પારાવાર દુઃખ થાય છે. તેમ બોલે.
આ જ ભગવાનનો ઉપદેશ. આ ઉપદેશને અનુરૂપ આ રાજ છે ' આ પ્રજા છે ?
સરકા· જાહેર કરે કે ‘‘અસલમાં સંસાર છોડવાનું જેવો છે, સ ધુ થઈ મોક્ષે જ જવા જેવું છે. કમનશીબે સાધુ ન બર્ના શકે તો સગૃહસ્થ બને; સદ્ગૃહસ્થ ન બની શકે તે સારા વિચાર વાળા થાય. અમને રાજનો લોભ જાગ્યું છે માટે બેઠા છીએ.'' આટલો સંદેશો જગતને પહોંચાડે તો અમે સાથે ભળીએ.
આ આર્યપ્રજાને ઊંધુ શિક્ષણ આપી પાયમાલ કરી નાખી. ભ વાન શ્રી મહાવીર પરમાત્માનું નિર્વાણ એટલા માટે ઉજવીએ કે- ‘જગતમાં એમના જેવા ઉત્તમમાં ઉત્તમ પુરુષ થયા; જૈનો તો ‘દેવાધિદેવ' માને. અમને ફરમાવ્યું કે- સંસાર વસવા જેવો જ નથી, મોક્ષે જ જવા જેવું . માટે જ સાધુ થવા જેવું છે. તે ન બને તો અલ્પારંભી અને અલ્પ પરિગ્રહી જીવન જીવવા જેવું છે; કામ અને ધન તો ભૂંડા છે.'' આજના ઉજવણીકારો આવું માનવ તૈયા૨ છે. આજે મંદિર - ઉપાશ્રય બાધવા માટે જગ્યા ન મલે પરંતુ સીનેમા - હોટલો – હોસ્પિટલો
માટે મલે. આજે દુનિયાની નેતાગિરિ કેવા માણસો પાસે આવી છે. સારા સારા માણસ પાસે નેતાગિરિ આવવાની નથી તેને તો ભાગવું પડશે. સારા માણસને ચૂંટણીમાં ઉભા રહેવા કહો તો કહે મારી પાસે સાધન નથી, ચૂંટણીમાં ઉભા રહેવા જેવું નથી. આજે ચૂંટણીમાં ચૂંટાવા માટે પૈસા જોઈએ, સામે નાની નિંદા કરવી, પોતાના વખાણ કરવા અને પ્રજાને ખોટા વચનો આપવા તે વિના ચૂંટણી ચૂંટાય નહિ. આવી ચૂંટણીને આજના મૂર્ખાઓ આશીર્વાદ કહે છે. આવા યુગમાં ભગવાન્ મહાવીર અને મહાવીર પરમાત્માનું શાસ્ત્ર પચે ? સરકારને આ આગેવાનો શું જોઈને કહી આવ્યા !
સભા : સરકારે ય વેપારી છે, કિંમિટમાં બેઠા છે તેય વેપારી છે.
આજની ૧૬ મહિના પહેલા અમારા માણસો દિલ્હી ગયેલા ત્યારે દિલ્હીના સારા ગણાતા રાજ્યા અધિકારીઓએ કહ્યું કે- ‘સરકારને અને શેઠિયાઓને ભગવાન મહાવીર સાથે શું લાગેવળગે છે.' આ તો ભગવાનનું નામ છે અને સૌ સૌના કામ છે.’
અમે ગાંડા નથી કે વિરોધ કરીએ પણ ખોટું થાય તો વિરોધ જરૂર કરીએ, ન કરીએ તો અમારૂં સાધુપણું લાજે.
આ ઉજવણી જે રીતે એ લોકો કરવા માંગે છે તેમાં નિર્વાણ કમિટિ અને રાષ્ટ્રીય કમિટિ નીમાઈ છે. તે કમિટિઓ બાર મહીના જ પૂરતી નથી પરંતુ કાયમ માટે શ્રી જૈન સંઘને માટે ઠોકાઈ જવાની છે. પછી તો જૈન ધર્મ કેમ પાળવો, મંદિર કેવી રીતે રાખવા, પૂજારી કેવી રીતે રાખવા તે બધું તેમને પૂછયા વિના કરાશે નહિ ' હિન્દુસ્તાનમાં બ્રિટીશરોએ એવી ગોઠવણ કરેલ કે- રાજ રાજાઓના દિવાન તેમના (બ્રીટીશરોના) રાજાઓને કેવી રીતે ઉઠાડવા તે બ્રિટીશરોની યોજના હતી. તે યોજના રૂપે ધમાલ કરાવવા આજના નેતાઓને બેસાડી ગયા. આ દેશમાં કેટલાંક પક્ષો અમેરિકા તરફી અને કેટલાક રશિયાના પ્રતિપક્ષી છે. એ લોકો સહાયના ઢગલા ખડકે છે તો બધા પરોપકારના પૂતળા હશે ! રાજ ભયંકર
૬૪૭