________________
ત્યાંના ઉદ્યાનગૃહો પણ પુત્રો સાથે ઉમટતી ના૨ીચીથી વ્યાકૂળ રહેતા.
ત્યાંના ઉપવનોમાં સંયમના ભેખધારીઓનો
પડાવ પથરાતો રહેતો.
ત્યાંના વેપારીઓ પ્રામાણિક અને નૈતિક હતા. ત્યાંના શૂરવીર પુષોના દાઢી મૂછના કેશ
નાભિપર્યન્તના દીર્ઘ હતા.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૬-૨૦૦૧ એથી જ રાજવી શ્રેણિકના શરણે દોડી આવેલા કેદી રાજાઓએ જ જાણે શ્રેણિકની કીર્તિમાળામ પોતાના પરાક્રમોના પુષ્પ પણ ગુંથી દીધા હોય, એવી ભ્રાંતિ અચૂક થતી; તે તલવારમાં અંકાયેલી પુષ્પમાળાઓને નિહાળી. હિમપુત્રી પાર્વતી જેવી જ ઉજ્જવળ રાજવીની કીર્તિ હતી.
-
ત્યાંના શ્રેષ્ઠિઓ ગણપતિ જેવું વિશાળ ઉદર અને દક્ષચિત ધરાવનારા હતા;
ત્યાંની સ્ત્રીઓનો કેશપાશ કટિભાગ સુધી પ્રસરેલા રહેતો. તે રાજગૃહીનગરીમાં વસ્યા તા...
કલ્પનાને સાક્ષાત્કાર આપી દે, તેવા મૂર્ધન્ય ચિત્રકારો. - સરસ્વતીના હાથ બાંધી દે, તેવા અફલાતૂન વીણા વાદકો. શંકરના ગર્વનું ખંડન કરી દે, તેવા ઢોલ-નગારાના વાદકો. - ગંધર્વોને પરાભૂત કરી દે, તેવા શૂરીલ સંગીતકારો. આવી હતી, તે રાજગૃહી.
રાજવી શ્રેણિક
* સદાચારમાં શ્રદ્ધા ધરાવતો.
શિષ્ટોને સહાય કરતો.
દુષ્ટોનું દમન કરતો.
યુદ્ધકળામાં તે પ્રવીણ હતો.
તે કાળે અને તે સમયે રાજગૃહીનું આધિપત્ય રાજવી શ્રેણિક સંભાળી રહ્યા હતા. પૂર્ણિમાના પૂર્ણ વિકાસ ચંદ્ર જેવું જ સ્વરૂપ હતું, રાજવી શ્રેણિકનું. *ચન્દ્રમાની ચોફેર જેમ નક્ષત્રોની માળા પથરાયેલી રહે છે *રાજવી શ્રેણિકના અંગ પર પણ તેમ ઉજ્જવળ અલંકારી શોભતા રહેતા: *ચન્દ્રમાના દર્શન માત્રથી પણ કુમુદન પુષ્પો ખીલી ઉઠે છે, બસ ! તેમ રાજવીના દર્શનમાત્રથી પણ પ્રજાજનો પ્રફુલ્લિત બની જતા. *ચન્દ્રમાનું બિંબ વર્તુળના આકારમાં નિયત્રિત રહે છે; રાજવીનું જીવન એ રાજવીની નીતિ પણ રાજનીતિના બંધારણમાં સીમિત રહેતા.
પુષ્પોના ચિત્રથી ચિત્રિત એવી તલવારો વીંઝી - વીંઝીને તે શત્રુઓના લોહી ચૂંસી લેતો.
ચબૂર ! નાગપાશની જેમ ચોમેર ભરડો લેતી જતી શ્રેણિકની તલવારના ત્રાસથી ત્રસ્ત બની ગયેલા અને
૪
વિશ્વવ્યાપિની દિગન્તગામિની.
શંકર જેવા શ્યામળ પુષો એથીજ ડરી ગયા. પોતાની શ્યામળતા છૂપાવવા પત્ની પાર્વત ના ગૌર અંગમાં તેઓ અંતર્ધાન પામી ગયા.
દેવાંગનાઓ પણ અનિમેષ નયને નિહાળતી રહે, એવું અદ્ભુત તેનું રૂપ હતું. આ શ્રેણિકને સુનંદા નામની
પટ્ટરાણી મળી.
# સુનંદાના અંગોપાંગોમાં લાવણ્યના દરિયા ઉમટતા. # સુનંદા, નર્મદા નદી જેવી જ પવિત્ર હતી. # પૂરેપૂરી પતિ પરાયણ.
શ્રેણિક સિવાયના અન્ય પુરૂષની છબિ પણ તેના મનમાં ઉપસતી નહિ. ગજગામીની તેની ચાલ જોતાજ યુવકોના દિલ પ્રસન્ન બની જાય. રાણી સુદા સાથે દીર્ઘકાળ સુધી ભોગો ભોગવ્યા પછી રાજવી શ્રેણિકને ‘અભય’ નામના કુમારની પ્રાપ્તિ થઈ.
સુ-સ્વપ્નોથી સૂચિત હતો; તે સુનંદાનો લાર્ડ .લો. જન્મથીજ ચાર-ચાર પ્રકારની બુદ્ધિ નો તે બેતાજ બાદશાહ. #ભલ – ભલા રાજનીતિજ્ઞોને ‘ભૂ’ પીવડાવી દે, એવો તે ચતુર.
૧. ઉત્પાર્તિકી ૨. વૈનયિકી ૩. કાર્તિકી અને ૪. વયોજન્યા.
બુદ્ધિના આ ચારેય ભંડારો તેના મનમાં જ ભંડારાયા તા. આથી જ તે અભયકુમાર માત્ર ૮ વર્ષની લઘુ વયમાં તો રાજા શ્રેણિકની ૫૦૦ - ૫૦૦ મંત્રીઓની પર્ષદામાં ‘સર્વોપરિ'નો ખિતાબ લૂંટી ગયો ૫૦૦ મંત્રીઓમાં તે અગ્રેસર.
બુદ્ધિની અણીયાળી પરીક્ષામાં ઉત્તીર્ણ પૂરવાર થઈને તેણે મહામાત્યનું પદ મેળવ્યુ તુ.
ક્રમશ :