________________
પ્રવચન – અડતાલીશમું
પ્રવચન - અડતાલીશમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૬-૨૦૧
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩ ભાદરવા વદ -૧, સોમવાર, તા. ૮-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૬ .
પ્ર. - ડું:ખ થાય તો ભારેકર્મિપણું ગયું ને ? ઉ.− તે હજી નથી ગયું ને ?
-
તમે રામજી ગયા કે - આને ભારે કર્મી કહેવાય
અને આ બધું આખો સંસાર છોડવા જેવું માને તો
.
લઘુકર્મી કહેવાય તો લઘુકર્મી થવાની ઈચ્છા નથી થતી ને ? જે ચીબ નુકશાન કરે તે સારી લાગે ખરી ? સારી લાગે તો દુ:ખ પણ થાય ને ? તેમ આ સંસારની સુખસંપત્તિ આત્માને નુકશાન કરનારી છે તેમ જાણ્યા પછી પણ હજી મને સારી કેમ લાગે છે- તેવું દુઃખ પણ જો હૈયાથી થાય તો ધીમે ધીમે ઠેકાણું પડી જાય ! પૈસો કમાવો પડે તો કમાવ પણ જેમ જેમ પૈસો વધે તો ભય લાગે છે કે- સઘળા ય અનર્થનું મૂળ આ પૈસો જ છે.
જયાં સુધી આ સંસારનું સુખ ખરાબ ન લાગે યાં સુધી આત્મામાંથી મિથ્યાત્ત્વ ખસે જ નહિ. શ્રી અરિહત્ત પરમાત્મા પાસે જાય તો ય તેનું મિથ્યાત્ત્વ જીવતું અને જાગતું રહે. ભગવાનની દેશના સાંભળનારા ય એવા પથરા પાકયા છે કે તેમને કદી અસર ન થાય. જેને અસર નહિ થાય એમ જાણે તેને ઉદ્દેશીને ભગવાન પણ કહે નહિ. શ્રી જમાલિ બગડયા પછી ખુદ શ્રી ગૌતમ મહારાજા તેને સમજાવવા જવા ઈચ્છે છે તો ખુદ ભગવાને કહ્યું છે કે- ગૌતમ ! જવા દે. તે વે સમજાવવા જેવો રહ્યો નથી.
સભા : ભય લાગે તો માત્ર સરકારનો જ.
ઉ. : બધા ચોરટા જ ભેગા થયા છે ને ? વધારેમાં વધારે પૈસાાળા તે મોટામાં મોટો ચોર થયો ને ?
આગળ પૈસાવાળા હજી સારા મનાતા હતા. આજે તો પૈસાવા। ખરાબમાં ખરાબ મનાય છે. તમારી આબરૂ શી છે ?
|
મોહનીયની અઠ્ઠાવીસ (૨૮) પ્રકૃતિ છે તેમાંથી સોળ (૧૬) પ્રકૃતિ ક્રોધ – માન – માયા - લોભની છે. તે ક્રોધાદિ કેવ લાગે છે ? ક૨વા જેવા લાગે છે કે છોડવા જેવા લાગે છે ? પૈસાનો લોભ ગમે છે કે ભૂંડો લાગે છે ? આજે જીવવા માટે તમારે શું શું જોઈએ છે ? સો – બસ્સો - પાંચસોમાં પણ પૂરું થતું નથી આમ બોલનારા રાંકડાઓ સાચા છે ?
પ્ર.- તૃષ્ણા કેમ ઓછી થતી નથી ?
ઉ.- જેને વધારવી હોય તેની ઓછી થાય જ નહિ. તૃષ્ણા ઘટાડવી છે તેમ મન થાય તો આજે તૃષ્ણા ઘટી જાય તેમ છે. વેપાર કરનારામાંથી પણ મોટો ભાગ વેપાર ન કરે તો ય મઝેથી સારી રીતે ધર્મજીવન જીવી શકે તેમ છે.
ઉ.- બુઢાને તરૂણી ન મૂંઝવે. રોગી તો તેનાથી આઘા ભાગે. સંસાર રોગ લાગે તો તૃષ્ણા તરૂણીને મારવાનું મન થાય. તૃષ્ણા તો તરૂણી છે એમ માનનારા ધર્મી ન હોય. તેની પુષ્ટિમાં ખોટાં બહાનાં ન કાઢો.
પ્ર.- તૃષ્ણાને તરૂણી કહી છે, કદી ઘરડી ન થાય તેમ કહી છે. તેનું કારણ શું ?
સંસારનું સુખ અને તે સુખનું સાધન જે સંપત્તિ તે બેને ભૂંડા લગાડવાની તમારી મહેનત ચાલુ છે ? તે તેના ઉપર હજી જે રાગ થાય છે તેના બદલે દ્વેષ કરવાની જરૂર છે તેમ પણ સમજાય છે ? તે સુખ અને સંપત્તિનો યાગ મને મારી નાખશે, મારૂં ખરાબ ક૨શે તેવી પણ શ્રદ્ધા છે ? તે સુખ અને સંપત્તિ આત્માનું ભૂંડું જ કરનાર છે. આત્માને દુર્ગતિમાં મોકલનાર છે, સંસારમાં ભટકાવનાર છે, નરક - નિગોદાદિમાં મોકલનાર છે- આવો પણ તે બેનો ભય લાગે છે ? આ રીતે તે બેની ઉપર દ્વેષભાવ નહિ જન્મે ત્યાં સુધી વૈરાગ્ય આવશે નહિ. શાસ્ત્ર સુખના રાગ ઉપરના દ્વેષને વૈરાગ્યની યોનિ કહી છે. સુખ અને સંપત્તિ ઉપર વૈરાગ્ય નહિ આવે ત્યાં સુધી સાધુપણાની સાચી ઈચ્છા પણ જન્મે નહિ. સાધુપણાની ઈચ્છા કોને ન થાય ? જેને સંસારના સુખનો ગાઢ રાગ હોય તેને. તેને સંસારની સુખ-સંપત્તિ દુર્ગતિમાં લઈ જનાર છે તેમ પણ લાગે નહિ. આવું પણ ન લાગે તેનામાં સમ્યક્ત્વ પણ હોય ખરું ? ના અને મિથ્યાત્ત્વ હોય તો ગાઢ જ હોમ ! તમારામાં ગાઢ મિથ્યાત્ત્વ છે ? જાય તેવું જ નથી ? તો પછી તમારો નંબર ભારેકર્મીમાં આવે. જેને ભગવાનની વાત ગમે તેને જ સંસારની સુખસંપત્તિનો ભય લાગે.
૪૩