________________
મહાસતી-૨ લસા
લેખાં ૧
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક૪૦/૪૧ * તા.૧૨-૬-૨૦૧ (જૈન શાસનમાં પ્રારંભાતી રસભરપૂર કથા)
મહાસતી – સુલસા
ાગ સારથીની તે પ્રાણેશ્વરી.
? સતી શિરોમણિનું નામ ‘સુલસા’ જેવા શબ્દમાં ગોઠવાર તુ.
તેંના શરીરની સાતે સાત ધાતુઓમાં સમ્યક્ વની ચિરન્તન પ્રતિષ્ઠા થઇ ગઇ તી. તેની રગોમાં હે જતું લાલ-લાલ લોહી સત્ત્વના સંસ્કારોથી સંસ્કારિત બન્યું તું. ભરી બાર પર્ષદામાં, કરોડો દેવો અને દેવીઓ, દાનવો અને દાનવીઓ, મનુષ્યો અને માનુષીઓ તેમજ તિર્યંચો અને તિચિણીઓના મહેરામણથી છલકાતી દેશના ભૂમિમાં કરુણાનિધિ પ્રભુએ તેની પ્રશંસા કરી તી.
- મણાર્ય મહાવીર દેવે અંબડ પરિપ્રાજકને સમ્યક્ત્વમાં સુસ્થિર કરવા માટે તે મહાસતીને જ તો સંભારી ની. તે હતી, મહાશ્રાવિકા.
-
ર,લસાના દર્શન માત્રથી પણ અંબડ પરિપ્રા કના મિથ્યાત્વનો ધ્વંસ થઇ ગયો. સમ્યક્ત્વની દીપમાળા તેના અન્તરમાં પ્રગટી ઉઠી. અન્ધકારો વિદારાઇ ગયા. અંબડે કરેલી ગેબી પરીક્ષામાં તે સુલસા નખશિખ ઉત્તીર્ણ બની તી.
ર,લસાના અફાટ-સત્ત્વપર અને આવચળ સમ્યક્ત્વ પર તો હરિણૈગમેષી દેવ પણ સુપ્રસન્ન બન્યો તો. ઇન્દ્રનો તે સેનાની. પ્રસન્ન બનેલા હરિણૈગમેષીએ સુલસા- મહાસતીનું વન્ધ્યત્વ પણ દૂર કરી દીધુ. બત્રીશ લક્ષણવન્તા ૩૨-૩૨ પુત્રોની તે માતા બની. તેના બધા જ સન્તાનો દેવે દીધા તા. ભાગ્યવન્તા, લક્ષણવન્તા, ધર્મશીલ તો ખરા જ.
પતિના ચિત્તને તે સતત અનુસરતી રહી. તે મહાસતી હતી.
૩૨૭
* પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મ.
પતિના ચિત્તની સમાધિ માટે જ માત્ર તેણે જીવનભર પુરુષાર્થ કર્યો, જાતની વાંછાઓથી તે પર હતી.
પતિના મનને પીડતી રહેતી પુત્રસુખની ઉત્કંઠાની પૂર્તિ માટે ય તેણે મિથ્યાત્વનો આક્ષ્ય તો સ્વપ્નેય ન લીધો. અલબત્ત, અન્ય કોઇ કુમારિકા સાથે વિવાહ કરી લઇ પુત્રસુખની ઝંખના સાકાર કરવા તે સતીમાએ પતિને સામેથી પ્રાર્થના કરી. કેવી પણ અનૂઠી ઉદારતાં ?
પણ, સુલસા જેવા જ સત્ત્વશાળી નાગે પણ તે વિચારને નકારી કાઢ્યો. ત્યારે પતિના મનની માત્ર સમાધિ માટે જ તેણે યત્ન કર્યો. તેમાંય તેણે કેવળ અરિહન્ત પ્રભુની નિર્મળ ભક્તિ કરી. આથી જ સ્તો હરિગમેષી તેની પર તુષ્ટ થયો.
વૃદ્ધત્વના ઓથાર જયારે તે સતી - મા આક્રમણ કરવા ઘસી આવ્યા, દુર્ભાગ્ય યોગે ત્યાં જ તેનાં ૩૫-૩૨ ભડવીર કુમારો કાળની આગમાં લપેટાઇ ગયા. તોય તેણે વિષાદ ન ધર્યો.
દૃઢ સમ્યક્ત્વ અને પ્રકૃષ્ટ પ્રભુ ભક્તિ ને જીવનમન્ત્ર બનાવી દઇ તે મહાસતીએ તીર્થંકર નામકર પણ ઉપાર્જન કરી લીધું.
વિશ્વની સર્વોચ્ચ ભેટ તેણે લૂંટી જાણી. સૃષ્ટિનું સર્વોચ્ચ શિખર તેણે સર કરી લીધું. આગામી ચોવીશી દરમ્યાન આ જ ભારત વર્ષની ભવ્ય ભૂમિ પર તે શ્રી નિર્મમનાથ’ ના નામે ચોવીશીના પન્દરમા તીર્થંકર તરીકે અવતાર પામશે. ધરતીને ચ ધન્ય બનાવશે. જગન્માત્રનો જિર્ણોદ્ધાર કરશે.
ચાલો ! તે મહાસતી સુલસાના જીવન - કલનનો પ્રવાસ કરીએ...
###########