SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સઈટલ - ૨ થી ચાલુ · માટે તે જ સાચો નાથ છે, આધાર છે, પ્રેરક છે. જેમનું નામ સ્મરણ આપણને અશાંતિમાંથી શાંતિમાં, ઝેરથી અમૃતમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, કિમાંથી શાશ્ર્વતમાં લઈ જશે. આવી આપણી દશા થાય એટલે આપણે ગંગા નાહ્યા આપણો બેડો પાર ! ૩ હે આત્મન્ ! જ્ઞાનિઓ કહે છે કે - અપેક્ષા તે જ મોટું દુઃખ તે વાત સ્વાનુભવે પણ તેટલી જ સાચી છે. અપેક્ષા આવી એટલે 1ખને આમંત્રણ આપ્યું પરની અપેક્ષા રાખ્યા વિના પરમાત્મા પ્રત્યે સાચું સમર્પણ કેળવ તો.કોઈની જરૂર પડશે નિહ. આ જીવન નકામું વેડફી દેવા માટે નથી અજ્ઞાનના અંધકારમાં અથડાવા કે અટવાવા માટે નથી પણ સમ્યગ્દર્શનનો સૂર્ય સોળે ક્લાએ ખીલવવા, સમ્યગુજ્ઞાનની જ્યોતિને પામવા અને સમ્ચારિત્રની આરાધના માટે છે. આ વાત જો હૈયામાં અંક્તિ થશે તો મૂર્છાનો નાશ થશે, જીવન જીવવા જેવું લાગતો. ૩ આજે આપણે સંસારમાં કેમ છીએ ? ભૂતકાળની ભ્રમણાનાં અટવાયા, ભવિષ્યની કલ્પનામાં રાચ્યા માટે હવે જો વર્તમાનની વાસ્તવિકતાનો વિચાર કરીશું તો આપણી ભૂલ સમજાશે. આ શરીર પણ છોડવાનું છે, બધા પરના મમત્ત્વ અને મૂર્છાને દૂર કરવાના છે. જગતને ભૂલી જાતનો વિચાર કરવાનો છે. જ્ઞાનીઓ આપણી મોનિઢાને દૂર કરવા સારા વિચાર". Supply કરે છે પણ આપણે No Vacancy - જગ્યા નથી ' કહી પાછા હડસેલીએ છીએ તો આપણો છૂટકારો કેમ થાય ? 2 હે ચેતન ! જાગ, ઊઠ, વિચાર કે - આ જીવન નાશવંત છે. હજી ચેતી જા. હજી બાજી હાથમાં છે. સારભૂત ધર્મની સારાભાવે આરાધના કરી લે. પાપથી પાકો કર, પુષ્પમાં આગેક્સ કર... આયુષ્ય અલ્પ છે, ક્યારે મરવાનું તે ખબર નથી. મરણ એ વાસ્તવિક હકીકત છે. આત્મહિત કાલે ન કરતાં આજે જ કરી લે - આ વિવેક કેળવીશ તો બાકી રહેલા સમયમાં પણ સાધી લઈશ ચૂકયો તો ચોર્યાશીના ચક્કરમાં અટવાઈ જઈશ. ૩ આજે આપણા બધાની સહનશીલતા ખૂબ ઘટી ગઈ છે. ઉપવાસ - છઠ્ઠ – અઠ્ઠમ આદિ તપ કરનાર પણ કોઈનું અપમાન સહન કરી શકતો નથી. પણ જ્ઞાનિઓએ સહનશલતાને સાચી તપ પણ કહ્યો છે. જે મજેથી સંન કરે છે તે દુઃખોને દેશવટો આપે છે. અપેક્ષાએ વિચારીએ તો દુ:ખ દેનાર કરતાં સહન કરનાર મહાન છે, સહનશીલતાને જો દેશ કે સર્વ નંધમનો સથવારો મળે તો સોનામાં સુગંધ મળે. પછી જીવનમ. સાચી શાંતિ - સમાધિ - સમતાનો અનુભવ થાય. જેમ જેમ સંમ પરિણામ પાનેે તેમ તેમ આત્મશકિત ખીલે, સહનશીલતા વધે તેમ સંયમનો પરિણામ વૃદ્ધિ પામે. જીવન સંવાદિત બની જાય. પછી જીવનમાં એકામના અને આનંદનો અનુભવ થાય નાનું છિદ્ર નાવ ડૂબાડે છે, નાનો તણખ ગંજીના ગોડાઉનો બાળે છે તમે નાની અસહનશીલતાની આગ વરાટને પણ વામન બનાવે છે. ખરેખર તો સહિષ્ણુતા - સહશીલતા અને સંયમ જીવનરથના બે પૈડાં છે જે ચાલકને મુરપુરીમાં પહોંચાડી દે છે. ૦ કે આત્મન્ ! તું જ તારા જીવન શિલ્પનો શિષી છે, ઘડવૈયો છે. કોઈના નિસાસા - આહ પર ઊભેલા મહેલમાં ક્યારેય સુખ - શાંતિ મલી શકતા નથી, ચેનથી જીવી શકતા નથી. તેનું જીવન ક્લેશ - કંકાશ - સંતાપમાં જ સળગી ઊઠે છે. ખરેખર સહુના સુખમાં સુખ માને, બીજાના દુઃખ દૂર કરે તે જ સાચો સુખી છે. આવી દશાને પામવા માટે હૈયાનાં હેત, આંખમાં કરૂણાનું અમી, મનમાં મહાનતા, દિશમાં દિપાવરતા - ઉદારતા, સહુનું ભલું કરવાની સદ્ભાવનાની ગંગા જીવનને પાવન બનાવશે. સદ્ગુણો રૂપી પુષ્પોની પ્રસન્નતા ચોમેર ખીલી ઊઠશે, જીવન મધમધાયમાન બની જશે. ૦ 'વાવશો તેવું લણશો - મળશે' ‘નિસાર્થભાવે બીજાને ચાહો તો તે તમને ચાહો' આવી બધી કડીઓનો આપણા સ્વાર્થ માટે આપણે બધા ઉપયોગ કરીએ છી છે. પણ પરમાર્થ માટે જીવનમાં અમલ કરીએ છીએ ખરા ? વનમાં સાચી શીતલતા પામવી તો જાતને સુધાર. “પરોપદેશહિત્ય’ ન કર. ક્લેશ - ક્યાયની ખળતી હોલીને ખુવી, દિલમાં દિલાવર દીવા પ્રગટાવ. જીવનના કોયડાને ઉકેલન દ્રષ્ટિ બદલ – વૃત્તિ બદલ – પ્રવૃત્તિ બદલ. જાતને જો દરેક પસંગમાં મારી ભૂલ નથી ને વિચાર. એકબીજાને સમજવાનું વિચાર કર. પોતાની જ વાતનું મમત્ત્વ ન પકડ. સામી વ્યકિતના દ્રષ્ટિકોણને પણ વિચાર. પરસ્પરની વાતનો પરમાર્થ નામ તો જીવનની બધી સમસ્યાઓનું સમાધાન મલી જશે. તે ચાર્ટ જરૂર છે ‘અહં' ને ઓગાળવાની અને ‘મમ' ને મારવાની. ૦ આજનો મોટો વર્ગ શાંતિ મેળવવા, મુડ ચેન કરવા, શ્રીમંતાઈનું વરવું - નરવું પ્રદર્શન કરવા, હરવા – કરવા કે મોજમજાદિ માટે મીલસ્ટેશનો પર ફરવા જાય છે. પ યામાં અશાંતિની આગ કે આધિ - વ્યાધિનો સંતાપ ય નો કે હીલસ્ટેશન પણ કઈ રીતના સાચી શાંતિ – સમાધી અમે. - ૦ કે આત્મન્ ! તારે જીવનમાં સુખ શાંતિ સમાધિનું અમૃત આરોગવું હોય તો તારા મનને જ માથેરાન બનાવ, કાળજાને કાશ્મીર, અંતઃકરણને આબુ, હૈયાને હિમાલય બનાવ બાકી અંતરમાં અસંતોષના ભંગાર હોય, વાણીમાં વક્રતા - કટુતા - કડવાશ હોય, મનમાં લીનતા હોય, કાળજામાં કામુક્તા હોય, આંખમાં અવિશ્વાસની લાલાશ હોય, ચહેરા પર ચિંતાની ઉગ્રતા હોય તો જીવનમાં સાચા સુખ - શાંતિ - સમાધિ કયાંથી મળે ? પછી મધરાદિ હીલસ્ટેશન પણ ઠારક નહિ દાહક જ બનશે. -
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy