________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
પ્રવચનો છઠૂં
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૮/૩૯ ૪ તા.૨૨- -૨૦૦૧
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
(આ પ્રવચન
ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ
રાષ્ટ્રિય ઉજવણી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બનકોપી જેવી ૨૬૦મી વીર જન્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. સંપાદક)
વિષય : ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો રાષ્ટ્રીય સ્તરે થનારા ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક મહોત્સવનો વિરોધ શા માટે ?
સ્થળ : મહા સુદ ૩ શનિવાર તા. ૨૬-૫-૧૯૭૪ બપોરના ૨-૩૦ કલાકે
પ્રવચનકાર : ૫. પૂ. પરમોપકારી પરમ શાસન પ્રભાવક પરમ પ્રવચન પ્રભાવક, પરમ ગીતાર્થ, વ્યાખ્ય ન વાચસ્પતિ, અવિરચ્છિન તપાગચ્છ સામાચારી સંરક્ષક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી
મહારાજા.
અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આપણા આ અવસર્પિણીકાલના છેલ્લા શ્રી તીર્થંકર પરમાત્મા થયા. આવી અવસર્પિણી ઉત્સર્પિણી આજ સુધીમાં અનંતી થઈ અને આવી અવસર્પિણી - ઉત્સર્પિણી ભવિષમાં પણ અનંતી થવાની છે.
ખા સંસારમાં એક સારી ચીજ કોઈ હોય તો શ્રી અરિહંતી અને શ્રી અરિહંત ભગવંતોનું શાસન છે. તેમની ખારાધના કરનારા જે કોઈ જીવો તેની પણ સારા તરીકેની ગણત્રી થાય છે. જો આ જગતમાં શ્રી અરિહંત ભગવંત થતા ન હોત તો જંગતનું શું થાત તેની કલ્પના કરી શક્તા નથી !
આ જગતમાં શ્રી અરિહંત પરમાત્માઓ થવા છતાં, શ્રી અરિહંત ભગવંતોનું શાસન વિદ્યમાન છતાં તે શ્રી અરહંત ભગવંતો અને શ્રી અરિહંત ભગવંતોના શાસનને ઓળખતા નથી તે જીવો અનાદિ કાલથી ભટકે છે અને અનંત કાળ પર્યંત ભટકવાના છે. જો જગતના જીવોને પોતાની ભટકવાની હાલત સમજાય તો ભટકવા ઈચ્છે નહિ. અત્યારે આપણે જન્મ્યા તે આપણી પસંદગી મુજબનેં ? આપણી પસંદગી મુજબ જનમવાનું હોત, કોઈ પૂછવા આવે કયાં જનમવું છે તો જનમવાનું સ્થાન
૫૮૦
શોધી શકત ? તમને પૂછવામાં આવે તો તમે કાં જનમ માંગો ? તમો કહો ને કે- મારો જનમ એવી જગ્યાએ થવો જોઈએ જ્યાં દુઃખનું નામનિશાન ન હો।, કેમકે મારાથી દુઃખ બીલકુલ ખમાતું નથી; મારે સુ જોઈએ છે, સુખ પણ દુઃખના લેશ વિનાનું જોઈએ છે, સુખ કોઈનાથી પણ ઓછું નહિ અને મારાથી અધિક કોઈનું ન હોય તેવું જોઈએ છે; તે સુખ પણ કાયમી જ.ઈએ... સુખ પણ કાયમી ! અને પાછું તે સુખને મૂકાને મારે મરવાનું ન હોય.
જગતમાં આવું કોઈ સ્થાન જડત ! આજ સુધીમાં તમે આ વસ્તુનો વિચાર જ કર્યો નથી.
જેટલા સમજતા ન હોય તે કાંઈ બોલી શકે નહિ. અભવી અને દુર્ભવી જીવો, ભવી પણ જ્યાં સુધી ભારે કર્મી હોય, સમ્મત્ઝવ વમી દુર્લભબોધી બની ગયો ોય તેના હૈયામાં આ વસ્તુ જ નથી. આવું સુખ હોઈ શકે ? પ્ર.
જે કોઈ સમજદાર હોય, વિચારશીલ હોય તે એમ જ કહેવાનો મારે દુઃખ ન જોઈએ, સુખ પણ દુઃ ના લેશ વિનાનું જોઈએ, મારી પાસેનું સુખ મારાથી અધિક કોઈનું ન હોય, તે સુખ ચાલી જવાના સ્વભાવવાળું ન હોય, પાછું તે સુખ મૂકીને મારે જવાનું ન હોય.
તમારે દુઃખ જોઈએ ? જેને સમજાવીએ તા આ જ માંગે ને ? જગતમાં જન્મેલો મરે નહિ તેવું છે ? આ બધું સમજાવનાર જગતમાં શ્રી અરહિંત સિવાય કં ઈ થયા નથી, થવાના નથી અને થશે પણ. આ સમજાવનાર થયા એક માત્ર શ્રી અરિહંત. અરિહંત સિવાય આ વસ્તુ જગતમાં કોઈએ કહી નથી. બી જા બધા બોલ્યા હોય તો શ્રી અરિહંતોએ કહ્યા મુજબ.
શ્રી અરિહંતો જગતમાં ન હોત તો ભવ્ય જીવોની મુશીબતો ધણી હતી. જેમ અભવી જીવો અનાર્દિકાળથી જગતમાં ભટકતાં છે તેમ ભવી જીવો પણ ભટક ા હોત. સંસારમાં ભટકવામાં મઝા નથી સુખનું ના નથી, દુઃખનો પાર નથી અને કદાચ થોડું સુખ હોય તો ભવિષ્યમાં વધારે દુઃખને માટે છે. આ વાત સમજાય તો જ શ્રી અરિહંત ભગવંતોને ઓળખવાનું મન રાય, તે ૫૨મ તારકો એ શું ફ૨માવ્યું છે તે સમજવાનું મ ! થાય. આવા કોઈપણ અરિહંત હોય તેમને આપણે માનનારા.