SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ********************************************************* શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૬/૩૭૦ તા. ૮-૫-૨૦૦૧ * ‘સાવઝના ભરખમાં ફ્િ કાર હોય, તણખલુંનો હોય..' * * ‘સાવઝના ભરખમાં શિકાર હોય, તણખલું નો હોય...' * તે દિવસે માણાવદરના ધણી કમાલુદીન બાબીનો * મુકામ ચકલીના માળા જેવા થાનીયાણા ગામમાં થયેલો. | થાનીયાણાના ગ મના ગરાસદાર હીરા મૈયાને ઊતારે * બોલાવવામાં આવ્યા અને બાબીને શું સોલો ચડયો તે હીરા * મૈયા... મૈયા ઓ ભી એક કરામતથી જૈસે કહીને કમાલુદ્દીને તાળી પાડી અને એ સાથે જ અગાઉથી નક્કી થયા પ્રમાણે હીરા મૈયાને પકડી લેવામાં આવ્યો. ગળામાં નેવર નાંખી બંદીવાન બનાવવામાં આવ્યો. મૈયાને સામે ઊભું રાખીને કીધું: હીરા મૈયા, એક દફે તુમ હમકો સલામ કર તો હમ તુમકો ગરાસ ઓર થાનીયાના ભી દે. દે....! * * * * કમાલુદ્દીન ા સ્વરમાં ઘોળાતું અભિમાન અને આપ વડાઈની ઝાળ હી રા મૈયાના રોમે રોમ લાગી ગઈ... છતાં ય ગરવાઈથી જ ાબ વાળતા કીધું: બાપુ ! સલામ તો હું એક શામળાને જ કરું છું... ** ‘હે !!' ‘હા બાપુ, આપડે તો સામી છાતીએ મળીએ. હાથો હાથ મળીએ ને ૨ મ... રામ... ભણીએ.........’ કમાલુદ્દીન હીરા મૈયાની સામું જોઈ રહ્યા. ‘આ માથુ તમે તો હજારા હાથવાળાને નમે. આપડે તો સૌ કાળા માથાના માનવી કે'વાઈ...' અને પછી ઉમેર્યુંઃ આપડે તો ઉપરવાળાના - કાળીયા ઠાકુરના હજુરીયા... ગામ - ગરાસ તો ઈ મારો વા'લો આપે..!' કમાલુદ્દીન ા કાનમાં કીડા ખર્યા હોય એમ થયું. તેણે ભડભડતા ૨ વાજે કહ્યુંઃ ઈતના બડા અભિમાન !?’ ‘અભેમા નૈ બાપુ...' હીરા મૈયાએ વાતને વાળતા કીધુઃ ‘ંનો રાજા અંગ્રેજને ન નમે એની રૈયત પણ... એ કાં હૂલી ગયા ?' ઘડીક ) બાબીને થયું કે, ભલો ! મારી રૈયત *| ભલો ! આવો ભતકારો ગળા લગણ આવીને અટકી ગયો. એમાં એક રાજવ નું અભિમાન ઘવાતું હતું. એક નાનકડી ગામડીનો ગરાસ દ્રાર આવી નપલાય કરે ઈ કેમ પોસાય ? × એટલે ટોળો માતા બાબીએ કીધું: એસી આડોડાઈ મેં તુમારે મૈયા કો ક તરે ડુંગરે માથા વઢાણા થાને ? હીરો મૈં ઘવાયેલા નાગની જેમ વળ ખાઈને બોલ્યોઃ છેતરીને માર્યા'તાને બાપુ ! એમા શી વશેકાય ? જો સામી છાતીએ આવ્યા હોત તો ખબર્ય પડત... કે કેટલી વીસે સો ય ? મરદની મરદાય તો પડકારે હોય !' ********************** ‘ફટય છે બાબી તુંને ફટય છે... કાંય નો ક્યું તે દગો કર્યો ! ?’ હીરા મૈયા દુભાતા સ્વરે બોલ્યો. ‘ઈસ્યુ રાજ રમત કહતે હૈ હીરા મૈયા !' કહીને બાબી નફટાઈ ભર્યો હસવા લાગ્યો. હીરા મૈયાને માણાવદર લઈ આવ્યા. ગળામાં નાખેલી સાડા ત્રણ મણની સાંકળ ફૂલના હાર જેવી લાગી..ને તે સાંકળની કડીયું ખખડાવતો ઊભો રહ્યો... સોરઠના સાવઝને પીંજરે પુર્યાના પડઘા કમાલુદ્દીનને કયાંય જંપવા દેતા નો'તા એમાંય તો બા'રવટીયા ગીગા મૈયાને ખબર પડે તો બનેવીના નાતે, માણાવદરના ચોવીસેય ગામડાંને ધમરોળી નાંખે ને રાંકડી રૈયતનું લોહી વહે ! આ વાત બાબી પેટ ભરીને સમજતો હતો પણ હવે શું ? મણિધરને પૂંછડે ઝાલ્યો તો છોડવા કેમ ? ઉપાય સૂઝતો નો'તો . પણ વખતને વાતું રાખવી હોય એમ અંગ્રેજ અમલદાર એજન્ટ ધ ગવર્નર ફિલિપ્સ માણાવદરની ઉડતી મુલાકાતે આવ્યો. તેણે આખી બીના જાણી અને હીરા મૈયાને છોડી દેવા કીધું: હીરા મૈયાને છોડી ઘો. પ્રજામાં અસંતોષની ચીનગારી પ્રગટશે... ને રાજ રસમથી કામ લ્યો, થોડો ઠપકો આપીને છોડી દ્યો.... કમાલુદીનને તો ભાવતું' તુંને વૈધે કીધાં જેવું થયું... હીરા મૈયાને મુકત કર્યો અને સામેથી તેની સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો. એ વખતે માણાવદર અને સરદારગઢના સીમાડા વચ્ચે ભારે તકરાર ચાલતી હતી એટલે બાબીએ સીમાડાની તકરારના નિવારણ માટે હીરા મૈયાને નિર્ણાયક તરીકે નીમ્યો. સીમાડાની માપણી વેળાએ પંચ અને સામાવાળાને બાબીએ કહી દીધું: ‘હીરા મૈયા જો કહે વો સીમાડા હમકું મંજુર હૈ !’ * ૫૭૩ * * * 柒 * કમાલુદ્દીન બાબીએ સીમાડાનો નિર્ણય હીરા મૈયાના માથે નાખ્યો. હીરા મૈયા જે કહે તે બાબીને મંજૂર છે એવું સામાવાળાએ જાણ્યું એટલે તેણે હીરા મૈયાને એક ***************************** 米
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy