________________
આત્માપરિણતિ આદરો, પરપરિણતિ ટાળો’
મૂર્તિ તેનું નામ જ મા” છે. આવી જે ‘મા' હોય તે સ્વ-પર અનેકના સંયમમાં પ્રેક બને જ. દુનિયામાં પુત્રની જનેતા માત્ર એક જ હોય જ્યારે સંયમ ઘરની આઠ આઠ જનેતા કહેવાઈ.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫૭ તા. ૧૭ ૪-૨૦૦૧ પિતા કહેવાય અને આવા જો પિતા હોય તો શ્ર તીર્થંકર પરમાત્મા જ આપણા સૌના સાચા પિતા છે જેમણે આપણને આ ભવનો પાર કરવાનો માર્ગ બત વ્યો. તે માર્ગે તેમના કહ્યા મુજબ જે ચાલ્યા બધા .વ તરી ગયા અને માર્ગને જેમને ડહોળ્યો તે બધા રઝી ગયા. આપણને પણ તેવા પિતા જરૂર મળેલા પણ આ ણા દોઢ ડહાપણના કારણે આપણે રઝળી રહ્યા છીએ. જી પણ તેમના પ્રત્યે હૈયાનો સાચો સદ્ભાવ અને સમ ણભાવ પેદા થાય તો આપણે પણ જરૂર ભવપાર પામી શકીએ. સંસારમાં જોડનાર તો ઘણા બધા - મોટો ભાગ છે. પણ સંસારથી પાર પમાડનાર તો ‘વિરલ' જ હોય છે. સંસારનો માર્ગ દેખીતો સોહામણો લોભા ણો - લલચામણો છે પણ પરિણામે બિહામણો - દુ: ખદ છે. જ્યારે સંસારથી પાર ઉતારનારો માર્ગ દેખીતો ક ટાળો દુઃખદ છે પણ પરિણામે સોહામણો – મનોહર - ગુણકર છે. શરીરના સુખ માટે કડવા ઔષધ લેનારા રિણામે જો નિરોગી થાય છે તો આત્માના સાચા સુખ ાટે પણ તે જ ન્યાય વિચા૨વો જરૂરી છે ! સાચો બુદ્ધિશા ] તે જ કહેવાય જે હિતકર પરિણામદર્શી હોય. તો શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલા માર્ગે તેમના કહ્યા પ્રમાણે જ ચાલી આપણે પણ ભવને પાર પામાનાર બનીએ. આ . પરમ પિતાને પામી કોણ એવો નિર્ગુણી હોય જે તેમ માને નહિ ! આપણી નિર્ગુણતાને પણ દૂર કરનારા બોએ તે
જ ભાવના.
( મશઃ)
‘કહો ના પ્યાર હૈ...’' ગીતની ધૂન પર એ યુવાન જાણે પાગલ બની નાચવા મંડયો અને પછી ત. એણે ફિલ્મી હીરોની સ્ટાઈલથી પોતાનું શર્ટ કાઢી ઉપર ડવામાં ફેકયું. શર્ટ ઝીલી લેવા જાનૈયાઓએ પડાપડી કરી.
જેમ મા સંતાનના સુખને માટે સધળા દુઃખો મજેથી સહન કરે છે અને સંતાન પર હૈયાનું જે હેત, જે વાત્સલ્ય - મમતા વહેવાવે છે જેથી નાનું બાળક હંમેશા માતાનું જ મુખ જુએ છે. તેમ આ સંયમવૃત્તિની ઉપમા પણ સહેતુક છે. સંયમીવૃત્તિ વિના આત્માનું પાલનપોષણ કે રટણ શક્ય નથી. લોકમાં પણ સંયમી વૃત્તિવાળા સજ્જન ગણાય છે અને અસંયમી દુર્જન ગણાય છે. લોકો તેનાથી દૂર રહે છે. તો આત્મકલ્યાણ માટે સંયમીવૃત્તિ ખૂબ જ જરૂરી છે. નાના બાળકને રેશમી સુકોમલ શય્યા કરતાં પણ માતાનો ખોળો વધુ સલામતીવાળો દેખાય છે. માની ગોદમાં બાળક કેવી નિરાંત અનુભવે છે તે સૌના ખ્યાલમાં છે. તેમ આ સંયમી વૃત્તિ માતાની ગોદમાં મુમુક્ષુને જે શીતલતા શાતા -સલામતીનો અનુભવ થાય તે તેજ જાણે. આવી માતાની ગોદમાં સાચી શીતલતા ઠંડકની લહેરનો અનુભવે કરી આત્માના સ્વ સ્વરૂપને પામનારા બનીએ તે જ મંગલ કામના.
-
(૨૩) કઃ પિતા ? ભવપારદઃ' પિતા કોણ ? ભવ પાર પમાડે તે.
=
સંસારમાં પિતા બનેલા મોટે ભાગે સંસારને વધારનાર બન્યા છે. સંસારથી પાર પમાડે તે જ સાચો
આ કેવું પ્રદર્શન
રસ્તા પરથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો, બેન્ડવાજા વાગી રહ્યા હતાં. તેની ધૂન પર યુવાનો અને સ્ત્રીઓ નૃત્ય કરી રહ્યાં હતાં. બરાબરનો રંગ જામ્યો હતો. એટલે થોડું ચાલ્યા બાદ વચ્ચે ઉભા રહીને નૃત્ય કરતાં યુવક અને યુવતીઓના ઉત્સાહની સીમા ન હતી અને વડીલો એમને ખૂબ જ પ્રોત્સાહન આપતાં હતાં. રસ્તો રોકાઈ ગયો. વાહનોની હાર જામી ગઈ પણ એની કોઈને પડી ન હતી. બસ, બધાં નાચવના મૂડમાં હતાં. આ વાતાવરણમાં એક યુવાન ફિલ્મી હીરોની સ્ટાઈલમાં બેફામ અલ્લડ નૃત્ય કરી રહ્યો હતો. સૌ જાનૈયા એનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપતા હતા અને વધુ પડતી વાહ વાહ મળવાથી એ યુવાન જાણે છકી ગયો હતો.
જાણે આ યુવાને યુવાન પેઢી માટે કોઈ પ્રેર ાદાયી કાર્ય કર્યું હોય કે સમાજ માટે મહાઉપયોગી કાર્ય કર્યું હોય તેમ જાનૈયાઓએ તાળીઓના ગડગડાટ અને વાહ હ ના અવાજોથી તેના આ નવા પરાક્રમને વધાવી લીધું તેમ યુવાન વિજયી બન્યો હોય એમ શર્ટ વિના ઉઘાડા શરીરે બેફામ નૃત્ય કરી રહ્યો.
યુવાન પેઢીનું આ પાગલપન ભાવિના કેવા વિકૃત સમાજ અને સંસ્કૃતિનું નિર્માણ કરશે ?
(જન્મભૂમિ) અમૃત મેં રારજી
૫૪૮