________________
આત્માપરિણતિ આદરો, પરપરિણતિ ટાળો'
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૩૪/૩૫૭ તા. ૧૭-૪-૨૦૦૧
આત્મપરિણતિ આદરો, પરિણતિ ઢાળો'
- પૂ. મુ. શ્રી પ્રશા શ્વદર્શન વિ. ચોર્યાશીલાખ જીવા યોનિ તો વિસામા જેવા છે પણ આવાસ નથી. કારણ કાલ ત્યાં સર્વ વ્યાપ છે. જ્યારે મોક્ષ મહેલ એ જ આત્માનો સાચો આવા છે. જ્યાં ગયેલો આત્મા સદૈવનો સર્વથા સઘળી રીતે સાચા વાસ્તવિક સુખનો જ ભોકતા. મારે મુકિ નગરમાં જ રોમેરોમમાં વસવું છે આવો જો અંતરનાદ નીકળે ગુંજતો થાય તો જ કામ થાય. આવો પ્રયત્ન કરવો જ હિતાવહ છે.
- :લેખાંક - ૭
નિસ્વાર્થપણે સાચો સમર્પણભાવ એ જ આત્માનું કલ્પ ણ કરનારો છે. દુનિયામાં સ્નેહના કારણે સમપર્ણ કરનારા દેખાય છે, પૂજાય પણ છે. તો આત્માને માટે સર્વને સમપર્ણ કરનારો પૂજાય, સાચો ભકત બને તેમાં નવાઈ નથી. આત્મા તો અદ્ભૂત ગુણોનો ખજાનો છે. વીણી વીણીને હિતૈષીઓ આપણને તે ભેટ ધરે છે. તેને માટેની પાત્રતા પણ આપણે કેળવીએ તો ય આપણું કલ્પ ણ નક્કી છે.
હવે આગળ આત્માના સાચા નિવાસની વાત કરતાં કહે છે કે
(૧૮) કવ વાસઃ ? શિવ સદ્ભનિ કયાં વસવું ? મોક્ષ મહેલમાં.
જ્યાં કાયમ માટે એક જ સ્થિતિમાં રહેવાનું હોય તેનું નામ સાચો વાસ કહેવાય. જ્યાં તમે થોડા ઘણા સ્થિર થયા ન થયા અને જવું પડે તે વાસ કેમ કહેવાય ? આ ચાર ગતિરૂપ અને ચોર્યાશીલાખ જીવા યોનિરૂપ સંસારમાં વારંવાર એક ગતિમાંથી બીજીમાં, એક યોનિમાંથી બીજીમાં જવું આવવું પડે તે વાસ કેમ કહેવાય ? માટે જ જ્ઞાનિઓ આ સંસા૨ને જેલખાનું કહે છે. મહેલ કરતાં પણ વિશિષ્ટ સગવડ ધરાવતી જેલ એ ‘જેલ' જ કહેવાય તેમ
-
આ સંસાર એ કાંઈ આત્માને વસવાની જગ્યા નથી પણ આત્માનો સાચો વાસ તો મોક્ષ છે. જ્યાં ગયા પછી. જન્મવાનું નહિ, મ૨વાનું નહિ, સદા જીવવાનું અને જીવવા માટે કોઈ જ ચીજની જરૂર નહિ. માત્ર આત્મગુણોમાં રમણવાનું, આત્મસુખમાં લીન બનવાનું જે દુઃખતા લેશ વિનાનું, પરિપૂર્ણ અને આવ્યા પછી કયારે ય નાશ ન પામે તેવું છે. આ જન્માદિ રૂપ બાહ્ય સંસારમાં રાગાદિરૂપ અત્યંતર સંસારની ઉપાધિનો પાર નથી.
(૧૯) ‘ભગવન્ ! કસ્ય ચાન્તો ન ? તૃષ્ણાયા : મન્યતાં શિશો : '
વાસ્તવિક હિતકર આ વાત સત્ય હોવા છતાં, જીવનમાં અનેકવાર અનુભવવા છતાં ય જી આપણે તેને જ આધીન બનીએ છીએ. તૃષ્ણા - ઈ' । - લાલસા કામના આદિ એકાર્થવાસી શબ્દો છે. માટે ઈચ્છાને ‘આકાશ જેવી અનંત કહી છે. એક ઈચ્છા પૂરી થઈ ન થઈ ત્યાં તો બીજી ટાંપીને બેઠી છે અને અ વી જ ગઈ સમજો જન્મે તે મરે, ઉત્પન્ન થાય તે નાશ પામે, નામ તેનો નાશ, આદિ તેનો અંત - આ બધું પ્ર ક્ષ દેખાય અનુભવાય છે પણ તૃષ્ણાનો કયા૨ે ય અંત આવતો નથી. આ લોભ નામનો એવો ખાડો છે અને મને રથ નામનો બ્રાહ્મણ બટુક એવી આજીજી કરે છે કે તેમાં ફસાયેલો અટવાયેલો જીવ બહાર નીકળી શકતો જ નથી, જેટલું નાખો તે ઓછું જ લાગે. ઈચ્છાની પ્રજનન શકિત અદ્ભુત છે જે અનેક રૂપને લઈ હાજર થાય છે પણ આપણને ખબર પડતી નથી. અગ્નિને દાહ્ય પદાર્થ મળે તો તેની શકિત વધે અને દાહ્ય પદાર્થ ન મળે તો ધીમે ધીમે પણ શાંત થઈ જાય. જ્યારે આ તૃષ્ણા તો એવી છે કે તેની તૃપ્તિનો જેમ જેમ પ્રયત્ન કરાય તેમ તેમ અતૃપ્તિનો દાવાનલ વધુને વધુ પ્રજ્વલિત થ ય. જે ત્રણે લોકના સામ્રાજ્જી ન પૂરાય. માટે જ આગમ ચન છે કે‘જહા લાહો તા લોહો' તૃષ્ણાના કારણે જ જીવો દુ:ખી દુઃખી છે. તૃષ્ણાના ઘોડાપુરને જે ખાળે તે જ તેનાથી બચે. માટે સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત । કે, ‘મને
દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં શોભે, તેમ આત્મા આત્મ સ્વરૂપમાં શોભે. આત્મ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિ થયા પછી તે સ્થળ એવું અદ્ભુત છે કે જ્યાં પ્રવેશ કરવા કાલ જેવો કાલ પણ કંગાલ છે, દુઃખો પણ પ્રવેશવા અસમર્થ છે અને અનાદિથી આત્મા ઉપર એકચક્રી સત્તા ભોગવનાર કર્મ પણ લાચાર છે. સંસારમાં ચારે ગતિ અને
૫૪
હે ભગવાન્ ! કોનો અંત નથી ... હે શિશો ! તૃષ્ણાનો તેમ માન.