________________
- વર્ષ-૧૬ ૦ અંક ૧૦થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯
એકવીસ ચોમાસા વિધવિધ સ્થાને, કરવા સ્થિરતા કીધી, વઢવાણ, કરાડ, કાનપુર ને, કોલ્હાપુર ને દિલ્હી, માંગરોળ, મહેસાણા, માંડવી, ડીસા રાધનપુર હુબલી..૮૩ ભાવનગર મહાદપુર વડવા, પિંડવાડા ને ડભોઈ, સાદડી, જુનાગઢ, રાજગ્રહી ને, પાડીવ, પાવાપુરી, વિચરી વસુધા પાવન કીધી, ધર્મ પ્રભાવના રૂડી દીધી..૮૪
અંજનશલાકા, સંઘયાત્રા ને, પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યો, પ્રવ્રજ્યા પ્રદાન, ઉપધાન કરાવી, શાસન પ્રેમ વધાર્યો, વાણી સુધાએ ભવિગણ તાર્યો, શાસન ડંકો જગમાં વગાડ્યો..૮૫ વ્યાખ્યાન વાચસ્પતિ બિરૂદ ધરાયા, મહારાષ્ટ્ર દેશોદ્ધારક, રામનંદન” એકસો એકવીસના, આતમના ઉદ્ધારક, આગમ વચનોના એ પાલક, ધર્મદ્વષીના એ પ્રતિકારક..૮૬ ધર્મદેશના સમજાવી કહે, ભવકૂપમાં નવિ બુડો, શિવસુખ કેરા ઉપાય માટે, ધર્મ આરાધો રૂડો, સુખનો રાગ સહ છોડો, દુઃખ પર દ્વેષ અતિ ભંડો..૮૭ જિન આજ્ઞા રગરગ પ્રસરાવી, કીધો બહુ ઉપકાર, પ્રભુ માર્ગમાં જીવન સ્થાપી, થયા જગ તારણહાર, કયારે થઈશું અમે અણગાર, આશિષ દેજો દીક્ષાદાતાર..૮૮ સાબરમતી પુખરાજ ઉપાશ્રયે, અંતિમ ચોમાસું કરતા, સ્વાથ્ય ચિકિત્સા કાજે ગુરુને “દર્શન બંગલે લવાતા, અચાનક સ્વાથ્ય ચિંતાતુર થાતાં, સહુના હૈયા દુઃખથી ભરાતાં..૮૯ ગામોગામથી ભક્તો ગુરુના, દર્શન કરવા આવે, અસહય વ્યાધિમાં ભવ્ય સમાધિ, નિરખી અશ્રુ વહાવે, સકલ સંઘ નિર્ધામણા કરાવે, ગુરુવર એકાગ્ર ચિત્ત ધરાવે..૯૦ અરિહંત અરિહંત ધ્યાન ધરંતા, સૂરીશ્વર સ્વર્ગે સિધાવ્યા, બે હજાર સુડતાલીસ અષાઢની, વદી ચૌદશ શુક્રવાર, શાસન દીપક બુઝાયા, સારાય જગમાં શોક છવાયા. ૯૧ અંતિમયાત્રામાં ઘર્મીજનોની, મહેરામણ ઉભરાયો, પિતા નવશિખરની પાલખીમાં લગ - જય જય નંદા વાજિંત્રે ગવાયી, સાત અરબ સમાધેિ અપાયો..૯૨
રાતા
''.