________________
હ
શ્રી જૈન શાસન (અ વાડિક) બાવીસ ઠરાવો તેહમાં થાતાં દીસે ના શાસ્ત્રાધાર, નેવું કેરા ઠરાવો જોતાં થાય મોટા ફેરફાર, અશાસ્ત્રીય થયા પુરવાર, ગુરુને ચિંતાનો નહીં પાર...૭૩ વૃદ્ધ વયે દિનરાત જાગીને, શાસ્ત્ર પાઠ મન ભાવે, કૈંક ઠરાવે સુધારા સૂચવી, આયોજકને જણાવે, તોયે ઠરાવો નહીં સુધરાવે, અંતિ વિરોધ માર્ગ અપનાવે...૭૪ શાસન ભક્તો ખુમારી ધરતા, ન્યાયાલય ખખડાવે, શાસ્ત્ર સંમત આ નથી ઠરાવો, પ્રતિબંધ લઈ આવે, ઠરાવોનો અમલ રોકાવે, શાસન ઉન્માર્ગ અટકાવે...૭૫ અણનમ પગલે અણનમ હૈયે, અણનમ બની તુમે ચાલ્યા, અણનમ પ્રભુ શાસનની વાતો, કહેતા કદી નવિ હાલ્યા, શાસન અભંગ આજે સોહાયા, અજોડ સિદ્ધાંતનિષ્ઠ પંકાયા..૭૬ સિદ્ધગિરિ પર પૂજારી પગારો, દેવદ્રવ્યથી ચુકવાયે, પ્રમુખ-પ્રતિનિધિ પેઢી કેરા, વહીવટ બીના જણાવે, સાધારણ ફંડ ક્રોડનું હોવે, વેતન દોષ નિવારણ થાવે..૭૭
પીસ્તાલીસ સાલે મહારાષ્ટ્ર ભુવનમાં, ચોમાસુ ગુરુ કરતા, પર્યુષણ કર્તવ્યો વાંચતા, વાત વ્યાખ્યાને કહેતા, પુણ્યવાન પ્રેરણા હૃદયે ઝીલતાં, સ્વદ્રવ્ય જિન પૂજા ફળ લેતાં..૭૮
એકત્રીસ હજારની એક તિથિ એવી, બસો તુરત નોંધાઈ, ગામોગામથી તિથિ લખાતા, ત્રણ ગણી ટીપ ભરાઈ, પલમાં તોટો ગયો પૂરાઈ, દીઠી ગુરુવરની પુણ્યાઈ..૭૯ અતુલભાઈનો દીક્ષા મહોત્સવ, ભવ્ય ઉજવાય રાજનગર, દીક્ષા વરઘોડો, સંઘ નવકારથી, પ્રભુ ઉત્સવ કર્યો ભારે, સ્ટેડીયમમાં દીક્ષા ગુરુવર આપે, શાસન પ્રભાવના જગ વ્યાપે..૮૦
સુરીશ્વર કેરા શિષ્ય-પ્રશિષ્યોમાં ભુવનસૂરિજી પહેલા, પાટ દીપાવે આજ મહોદયસૂરિજી, હિતરૂચી મુનિ છેલ્લા, વર્તમાને ગુરુસંઘમાં વડેરા, “પ્રેમ”ના પાટવી દીપે અનેરા..૮૧
સંયમના અગણ્યા એંશી વરસમાં ચોમાસા બત્રીસ સ્થાને, રાજનગર સોલ, મુંબઈ પંદર, પાંચ સિદ્ધગિરિ-ખંભાતે, કલકત્તા રાજકોટ-પૂના શિનોરે બે, ત્રણ કારણ જામનગરે..૮૨૨