________________
વર્ષ-૧૨ - અંક ૧૦ થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯
૮૭
પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય શમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વંદ
હા
.
..
વીર નિર્વાણ પચ્ચીસો વરસે, ઉજવે દેશ દિવાળી, સંઘ તીર્થને શ્રમણ સિદ્ધાંતની, દીસે ગુરુવર હોળી, આગમ વચન કહચા ટંકશાળી, કરતા શાસનની રખવાળી..૬૫ મુંબઈમાં ઓવલે મેદાને જઈ, રાજ્યપાલને જણાયા, અશાસ્ત્રીય છે આ રાષ્ટ્ર ઉજ્વણી, જિનશાસન સમજાયા, શૂરા ધર્માભિમાની જગાડ્યા, ધર્મરક્ષાની ફરજે ચડાવ્યા...૬૬ બે હજાર ઓગણત્રીસમાં પ્રભુ, પ્રતિષ્ઠા સિદ્ધગિરિ થાતી, લોટરીથી આદેશ અપાતાં, દેવદ્રવ્ય હાનિ દેખાતી, સમજાવી શાસ્ત્ર પ્રણાલી નીતિ, અયોગ્ય જણાવી લોટરી રીતિ..૬૭ હસ્તગિરિના ઉદ્ધારની પ્રેરણા, માનતુંગસૂરિ ગુરુ આપે, શત્રુંજ્ય સમું આ તીરથ છે, મહિમા ગુરુ સમજાવે, યાત્રા જયણા ધરતાં થાયે, તીર્થની પવિત્રતા જળવાવે...૬૮ અબોલ જીવોની રક્ષા કાજે, સૂરીશ્વર સદાયે બોલ્યા, જૈન-જૈનેતરના અંતરમાં, કરુણા ભાવ જગાવ્યા, ટાઉન હોલમાં પ્રવચન આપ્યા, હિંસા વિરોધ પડઘમ વાગ્યા..૬૯ બેંતાલીસનું ચોમાસું ગુરુવર, લક્ષ્મીવર્ધકમાં કરતા, તિથિ પ્રશ્ન ઉકેલવા કાજે, આગેવાનો વિનવતા, આશય સંઘમાં શાંતિ-એકતા, ગુરુવરે દેખાડી ત્યાં વીરતા...૭૦ આગેવાનો વિવિધ મુસદ્દા, ગુરુવર પાસે લાવ્યા, શાસ્ત્રસાપેક્ષે બાંધછોડ કરી ઉકેલ રાહ બતાવ્યા, ગુરુ નહીં માન પાને લપટાયા, જે જિન આજ્ઞાએ બંધાયા...૭૧ ચુંવાલીસ સાલે રાજનગરમાં મુનિસંમેલન યોજાયું, ગુરુવર આદિ કઈ પૂજ્યોને આમંત્રણ ના અપાયું, તોયે મનમાં કાંઈ - શાસન હિત અંતરમાં ભાવ્યું. ૭૨ - श्रीकैलाससागरस