________________
વર્ષ-૧૨
અંક ૧૦ થી ૧૩
તા. ૨૧-૧૨-૯૯
મહાભારતનાં પ્રસંગો
કરૂક્ષેત્રના સમરાંગણમાં
(પ્રકરણ-૫ )
રાજન્ ! માગધધણી જરાસંધ તને કહેવડાવે છે કેમારી પુત્રી જીવયશાના પતિ કંસના હત્યારા કૃષ્ણ તથા બળદેવ
નામના બેય ગોવાળીયાઓને જલ્દીથી સુપ્રત કરી દે, અગર જો યદુકુળનો સંહાર સર્જવો ન હોય તો.
રાજન્ ! જીવયશાએ જરાસંધને સાફ સાફ સંભળાવી દીધું છે કે હવે પછી મારા પતિના હત્યારાને તમે જીવતો રહેવા દેવાના હો તો હું જાતે સળગતી ચિતામાં સળગીને સાફ થઈ જઈશ.
માટે અે સમુદ્રવિજય રાજ ! હવે આ બે ગોવાળોના કારણે સમગ્ર દુકુળનો સંહાર શા માટે કરી રહ્યા છો ?
૨.
|
તારા ાજા જરાસંઘને કહે જે કે દેવકીના જન્મેલા ગર્ભોને નરાધમ બનીને હણી નાંખનારા તે બાળહત્યારાનો અંત લાવી દઇને શ્રીકૃષ્ણે જે કંઈ કર્યુ છે તે સારૂ જ કર્યુ છે પણ રાજન્ ! તને તે ગમ્યુ ન હોય તો કંસના રસ્તે તને પણ શ્રીકૃષ્ણ તરત મોકલી આપશે. એ રસ્તો કદિ વેરાન બનવાનો નથી. બાકી । સર્પ સાથે દુશ્મનાવટ કરીને સર્પને છંછેડીને દેડકા સાથે જદગી ગુજારવાના મૂર્ખ-પ્રયત્નો કરવામાં બહુ
જો
મજા નથી.’’
યાદ છે રાજન્ ! તમને, કે જરાસંઘ સાથેના સંગ્રામમાં એક વાર તમારે ભાગીને મથુરા છોડીને છેક આ દ્વારકા સુધી આવી જવું પયું હતું. એ પહેલા કે જરાસંઘની સાથે માથું ઉંચકવામાં સમગ્ર યાદવકુળ નામશેષ થઈ જાય, બેય ગોવાળોને સોંરી દો અને સુખ ચેનથી જિંદગી માણો. અને જરાસંઘના મિત્ર દુર્યોધનના શત્રુ પાંડવોને સાથ આપીને તમે તમારા ભાવિ વેનાશને વહોરી લીધો છે.
દૂત ! જઈને તારા સ્વામીને કહેજે કે કૃષ્ણ કહેવાડે છે કે
બાળ હત્યારા કંસનો પક્ષ કરનારો પણ મારે માટે વધ્ય જ છે. દુષ્ટ - અન્યાયીઓને કૃષ્ણે કદિ સાંખ્યા નથી. હું સંગ્રામમાં
૭૩
-શ્રી રાજુભાઈ પંડિત
વંટોળ બનીને આવ્યો નથી ને જરાસંઘ વાદળાની જેમ વેર-વિખેર થયો નથી. અગર તારા કાંડામાં તેવડ હો તો સૈન્ય સાથે સંગ્રામમાં જલ્દી ચાલ્યો આવ. લાંબા સમયથી
તરસી રહેલી મારી કૃપાણ તારા રૂધિરથી પારણું કરશે.’’
આમ કહીને દૂતને વિસર્જન કર્યા પછી શ્રીકૃષ્ણે પાં વોને આ વાત જણાવતાં તેઓ જરાસંઘનો ઘાત કરવાનો પણ અવસ૨ તેમને મળવાનું જાણી ખુશખુશાલ થઈ ગયા.
હવે દ્રુપદ-વિરાટ - સમુદ્રવિજયાદિ અનેક રાજાઓ સાથે સૈન્ય સજ્જ થઈને શ્રીકૃષ્ણ તથા યુધિષ્ઠિર માતા દેવકી તથા માતા કુંતીએ કરેલા પ્રયાણ મંગલપૂર્વક કુરૂક્ષેત્ર મણી પ્રયાસ શરૂ કર્યુ.
થોડા પ્રયાણને અંતે મામા મદ્રરાજ શલ્યે આવીને યુધિષ્ઠિરને કહ્યું- ‘‘તમારો દૂત સહાય માટે આવ્યો તે પહેલા દુર્યોધનનો દૂત આવી ગયો હતો તેની અત્યંત ભક્તિથી હું તેમને સહાય આપવાનું વચન આપી બેઠો છું હવે હું શું કરૂ ?' મેં
યુધિષ્ઠિરે કહ્યું તાત ! દુર્યોધન પણ તમારો (સગો નહિ તો પણ ઓરમાન પણ) ભાણેજ જ છે ને ? માટે આમાં અમને સહાય ન કરી શકવા બદલ ખેદ રાખવાની જરૂર નથી ! એમ કહી સન્માનભેર મામાની વિદાય કરી.
પણ સહદેવ અને નકુળે ચોખ્ખા ઠપકામાં કહ્યું કે - મામા ! દુશ્મનને સાથ આપીને તમે માતા માદ્રીના મસ્તકને નીચું નમાવી દીધું છે. તમને ત્યાં રહીને સગા ભાણેજ જેવા અમારી સામે યુદ્ધ કરતા શરમ આવવી જોઈએ.’’
મામાએ કહ્યું- પણ હું લાચાર છું છતાં તમે કહો તે હું જરૂર કરીશ.
તો મામા ! યુદ્ધના સમયે ડગલે ને પગલે તમે કર્ણના શૂરાતનને શબ્દો સંભળાવી સંભળાવીને તોડતા રહેજો.'' મામાએ તે વાતનો સ્વીકાર કર્યો.
|
અને પ્રયાણ કરતા કરતાં યાદવ - પાંડવોનું સૈન્ય એક દિવસ કુરૂક્ષેત્રમાં આવી પહોંચ્યુ.