________________
રીતે મિતાભ
દમદારાણા
પ્રશ્ન : કારગીલ પ્રદેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં થઈ રહેલા શહીદોનાં કુટુંબોને આર્થિક મદદ કરવા જૈન સાધુ સભા ભરી, ભરાવી ફંડ કરાવી શકે? રાષ્ટ્ર હશે તો ઘર્મ ટકશે આવું બોલી શકે?
::
:::
::::::
::::
::::
Trick
ઉતર : યુદ્ધમાં શહીદ થયેલાનાં કુટુંબોને મદદ કરવાની ફરજ સરકારની છે. જૈનસાધુએ સભા ભરવી, ભરાવવી કે ફંડ કરવું તે તદ્દન અનુચિત છે. સાઘુએ ઉચ્ચારેલી કરેમિ ભંતે'ની પ્રતીજ્ઞા તેમજ સ્વીકારેલા પાંચ મહાવ્રતની પ્રતીજ્ઞાની વિરુદ્ધ આ પ્રવૃત્તિ છે. રાષ્ટ્ર હશે તો ધર્મ ટકશે આવું બોલવું એ પણ તદ્દ ઉલટું (ઉસૂત્ર) ભાષણ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ટંકશાળી વચનોના આધારે આપણે તો એમ જાણીએ છીએ. અને એમ માનીએ છીએ કે, ધર્મ હશે તો રાષ્ટ્ર હશે, વિશ્વમાં શાંતિ, હશે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં એક ચીન સાથે અને ૨-૩ પાકિસ્તાન સાથે યુદ્ધો થયાં તે વખતે ધુરંધર આચાર્ય ભગવંતો હતા. તે કોઈએ આવાં ફંડો કરાવ્યાં નથી. અત્યારે પણ આ.ભ. રામસૂરીશ્વરજી ડહેલાવાળા વગેરે આચાર્ય ભગવંતો આ કાર્યનો નિષેધ કરે છે. આવા શ્રદ્ધેય અનુભવી વયોવૃદ્ધ આચાર્યભગવંતોની આમન્યા તોડી આપખુદ રીતે આવી શાસનને અમાન્ય પ્રવૃત્તિ કરવી એ અનધિકાર ચેષ્ટા છે. કયારેક એવી કટોકટીના પ્રસંગે ગીતાર્થ વડીલ આચાર્ય ભગવંતોની સલાહ મુજબ જૈનો ધર્મસ્થાનોમાં નહિ પણ સામાજિક સ્થાનોમાં મદદ માટે ઉચિત કાર્ય કરી શકે. આમાં ગીતાર્થ વડીલોનું માર્ગદર્શન મહત્ત્વની વસ્તુ છે. શહીદોનું કુટુંબ માંસાહારી, કંદમૂળનું ભક્ષણ કરનાર, મદિરાપાન કરનાર હોય તો કઈ રીતે મદદરૂપ થવું એ માર્ગદર્શન ગીતાર્થને આધિન છે.
કરેલું ફંડ પ્રાઈમિનિસ્ટરના ફંડમાં જમા થવાનું એ શહીદોના કુટુંબને મળશે કે નહિ એ સવાલ ઠેરઠેર ચર્ચાઈ રહ્યો છે. મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોમાં અને ગામડે ગામડે હજારો સાધર્મિકો ભૂખે મરે છે. તેમને ઘી મળતું નથી, તેલ મળતું નથી, કાળી ચાહ પીવે છે, ફાટેલા તૂટેલા જૂના કપડાં પહેરે છે. એ પૂજનીય સાધર્મિકો માટે કરોડો રૂપિયાનું ફંડ કરવાનું ન સૂઝયું અને શહીદોનાં કુટુંબ માટે ફંડ કરવાનો આફરો ચઢયો. લાંભા, ગોતાં, ઓઢવ વગેરે વગેરે સ્થળે સાધર્મિક ભક્તિ કરવા જનારા પુણ્યશાળીઓની આંખમાંથી આંસુની ધારા વહે છે, વિચાર આવે છે કે, અમારા જૈનોની આ સ્થિતિ, ખરેખર તો શ્રેણિકભાઈથી માંડીને દરેક શેઠિયાઓએ તથા સંઘોએ તેમજ પં. ચન્દ્રશેખર વિ.જી. એ સાધર્મિકોનો વિકટ પ્રશ્ન હાથ ઘરવા જેવો હતો. જૈન સંઘમાં અજ્ઞાન સાથે સુધારકપણું, ગાડરિયાપ્રવાહપણું, જૈન ધર્મના મર્મનું ઘોર અજ્ઞાન વગેરે વ્યાપકપણે થઈ રહ્યું હોવાના કારણે વિપરીત સ્થિતિ પેદા થવા માંડી છે.
(૧૧ - ૯૯ અહમ્ સુન્દરમ)
==========================
=
====
===================