________________
શ્રી જૈન શ સન (અઠવાડિક)
તા. ૦ = ૧ર-૧૯૯૯
જી. નં. GRJ૪૧૫
પૂજ્ય શ્રી કહેતા હતા કે
શ્રી ગુણદર્શી
OCCબ્રથિમg DO
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા.
દુઃખ આપણા પાપની સજા છે તેને મઝેથી વેઠવું જ જોઈએ. ઓપરેશન કરાવ્યા પછી ડ્રેસીંગ ન કરાવે તો શું થાય? ઓપરેશનમાં પીડા વધારે થાય કે ડ્રેસીંગમાં? પાપથી દુઃખ આવે તો તે સાફ કરવા આવે છે. - અણસમજ ધર્મી થોડા છે. ઝેરીલા ધર્મી ઘણાં છે. સમજવાની શકિત હોવા છતાં નહિ સમજવું તે જ મોટીમાં મોટું ઝેર! સંસારને જેટલા સારા કે ખરાબ પદાર્થો છે તે બેય આત્માનું સત્યાનાશ કાઢનાર છે. સારી ચીજ સારી લાગે છે તેમાં મલકાય છે અને ખરાબ ચીજ ખરાબ લાગે છે તેનાથી ભાગે છે માટે જીવો સંસારમાં ભટકે છે. . * આત્મામાં ફેર પડે પછી ઘર્મ આવે. આ સંસાર છોડવા જેવો લાગે તો ધર્મને પ્રવેશ કરવાની જગ્યા મળે. પારકી વસ્તુને મારી માનીને બેઠેલાના હૈયામાં ધર્મ શી રીતે આવે? છ કાયની રક્ષા માટે આખો ઘર્મ છે. માટેજ સાધુને ઘર્મી કહ્યા છે બીજાને ધર્મી નથી કહેતા. કેમકે ષકાયની રક્ષા તે જ ધર્મ છે. શ્રાવકધર્મ ધર્માધર્મ છે. પણ ધર્મ નથી કેમકે ધર્મ રાઈ જેટલો અને અધર્મ મેરૂ જેટલો જાણે છતાં આચરે નહિ તે બધા બાળ’, થોડું આચરે તે બાળ પંડિત' અને પુરું આચરે તે “પંડિત'. જે આશ્રવથી ડરે નહિ, સંવરનો જેને ખપ નહિ તેને સાચી નિર્જરા થાય નહિ. આપણને આપણી ખરાબીનું ભાન થાય તો સમજી લેવું કે મોહને ઓળખ્યો છે. જેને પોતાની ખરાબી દેખાય નહિ તે ગમે તેટલું ભણેલો હોય તોય આંધળો છે. મોહની સામે જે ઝઘડો ન કરે તે ધર્મ પામવા લાયક નહિ. દુઃખનો કાયર અને સુખનો લોભી જીવ કદિ સમ્યગદર્શન પામે નહિ. શાસનના રસિયા બનાવવા એટલે ભૌતિક અને પૌદ્ગલિક સુખોને ફેંકી દેવા જેવા બનાવવા અને પ્રાણાંત કષ્ટોને વેઠતા કરવા. આ જ ઉંચી ભાવદયા છે. ગમે તેવા પ્રસંગોમાં - સંયોગોમાં મજાથી જીવો અને કોઇપણ લોભામણા પ્રસંગની જેને અસર ન થાય તે ખરેખર શુદ્ધ યથા પ્રવૃત્તિકરણનો સ્વામી છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.